Wednesday, July 14, 2010

ઉથાપી જો...

ઉઠાવી કુહાડી કાપી જો,
હિંમત તારી બધી માપી જો.
 
તણખાથી અમથું શું દઝાડે,
લે આખો અંગારો ચાંપી જો.
 
ધગધગતું લોહી છે કે લાવા,
આ શબ્દો સ્પર્શીને તાપી જો.
 
ઇશ્ક સામે શું ઓકાત છે,
લે આ મુક્યો પગ, ઉથાપી જો.
 
યોગેન્દુ જોષી : ૧૪/૦૭/૨૦૧૦

3 comments: