Monday, December 27, 2010

શૂન્યાવકાશ... (અછાંદસ)

મારી અને દર્પણ વચ્ચે,

કેવો શૂન્યાવકાશ સાલે?

હું હાથ લંબાવુ તોજ,

તે મને બોલાવે.

 

યોગેન્દુ જોષી : ૨૭/૧૨/૨૦૧૦

નિજાનંદ... (ચાર લાઈના)

શબ્દો ઊછીના ગોઠવી દીધા,

તોડી મારોડી પરોવી દીધા.

અણઘડ હાથે આ બરછટ શબ્દો,

નિજાનંદ લૈ સંજોવી દીધા.

 

યોગેન્દુ જોષી : ૨૭/૧૨/૨૦૧૦

Saturday, December 25, 2010

બીજા ચાર હાઈકુ...

(૧) અગ્નિફેરા…

લૈ અગ્નિફેરા,

સાત જન્મોના સમ,

ચાલ જીવીએ.

 

(૨) પાનખર…

પીળુ પાંદડુ,

પાનખરને પુછે,

સાથ આપીશ?

 

(૩) દરપન…

સત્ય એ છે જે,

દરપને દેખાય,

બાકી ભ્રમ છે.

 

(૪) દર્પણ…

દર્પણ મહીં,

ના હું કે મારા જેવો,

તો પછી કોણ?

 

યોગેન્દુ જોષી : ૨૫/૧૨/૨૦૧૦

જલન... (ચાર લાઈના)

વાગેલો ઘા ક્યાં રુ્ઝે છે,

રોઈ રોઈને આંખો સુઝે છે.

પ્રીતમાં ઝખ્મો ખાધા પછી,

દિલની જલન ક્યાં બુઝે છે?

 

યોગેન્દુ જોષી : ૨૫/૧૨/૨૦૧૦

મ્રુગજળ... (ચાર લાઈના)

તરસ સામે મ્રુગજળ મળે છે,

આંખો મારી તરબતર મળે છે.

કોણે પુર્યા ઝાંઝવામાં નીર,

પુછો તો જગત, બેખબર મળે છે.

 

યોગેન્દુ જોષી : ૨૨/૧૨/૨૦૧૦

... (હાઈકુ)

(૧) મસ્ત…

વિચારો મારા,

તારી યાદોથી મસ્ત,

છતાં કૈં ખુટે?

 

(૨) અઢી અક્ષર…

અઢી અક્ષર,

છેવટે ખુટ્યા અને,

હું મૌન રહ્યો!

 

(૩) પ્રેમ / જામ…

પાયો તે પ્રેમ / જામ,

નશીલી આંખો વડે,

હવે હોશ ક્યાં?

 

(૪) ઈશારો…

બોલશો નહીં,

હરફ સુધ્ધા, બસ;

ઈશારો કાફી.

 

(૫) માળો ઉદાસ…

ગગન ગુંજ્યું,

પંખીના કલરવે,

માળો ઉદાસ.

 

યોગેન્દુ જોષી : ૨૧/૧૨/૨૦૧૦

સત્ય સાંઈનાથ... (હાઈકુ)

ધુણી ધખાવી,

સત્ય સાંઈનાથની,

દર્શન કાજ.

 

તિમીર ભાગે,

જ્યારે શબ્દ સાંઈનો,

સૂર્ય પ્રકાશે.

 

હાથ લંબાવો,

શ્રધ્ધાથી સાંઈદ્વારે,

મો માંગ્યુ મળે.

 

યોગેન્દુ જોષી : ૨૧/૧૨/૨૦૧૦

હજાર હાથવા્ળી... (હાઈકુ)

શબ્દોના દીવા,

અંબે માં ની ક્રુપાથી,

અખંડ બને.

 

શબ્દ કુંપળ,

માં ના ચરણે ધરી,

આશિષ લેવા.

 

માડીનુ કંકુ,

તિલક બને ત્યારે,

જગ જીતાય.

 

કંકુ સાથિયો,

મારા ઘર આંગણે,

સમ્રુધ્ધિ પુરે.

 

મો માંગ્યું દેશે,

હજાર હાથવા્ળી,

શ્રધ્ધા રાખજો.

 

યોગેન્દુ જોષી : ૨૧/૧૨/૨૦૧૦

ખારાશ… (અછાંદસ)

દુનિયાનો વિસ્તાર જાણવા,

સાગરને મળતી નદી,

માત્ર ખારાશ પામે છે.

 

યોગેન્દુ જોષી : ૨૩/૧૨/૨૦૧૦

Friday, December 24, 2010

સત્તર અક્ષરો્ ની મ્હેફિલ… (હાઇકુ)

શબ્દ તુ બાંધ,

સત્તર અક્ષરો્ થી,

હાઈકા માટે.

 

દિલના કાવ્યો,

સત્તર અક્ષરો્ થી,

પરોવ્યા કર.

 

છે સાત રંગો,

ને સત્તર અક્ષરો્,

ઊર્મિ ઘોળવા.

 

દિલના ખુણે,

સત્તર અક્ષરો્ ની,

મ્હેફિલ જામી.

 

આવીને જો તુ,

સત્તર અક્ષરો્ મા,

વસંત ખીલી.

 

અક્ષર માંગ્યા,

હ્રદય ઠાલવવા,

માત્ર સત્તર.

 

બચ્યા છે હવે,

આ સત્તર અક્ષરો્,

દિલ ખોલવા.

 

શબ્દ રમત,

સત્તર અક્ષરો્ ની,

સાવ સહેલી.

 

શબ્દ રમત,

સહેલી કે અઘરી,

રમો તો ખરા!

 

કમાલ છે ને,

આ સત્તર અક્ષરો્,

કેવા રમે છે?

 

બસ દૂઆ છે,

આ સત્તર મિત્રોની,

મલ્યા કરે છે.

 

પ્રેમની ભાષા,

જાણે શબ્દ સરિતા,

ખોબે ખોબે પી.

 

સાવ સહેલી,

શબ્દોની આ પહેલી,

આવડી તને?

 

શબ્દ સાગર,

અખૂટ ભલે હોય,

અમ્રુત ગાળો!

 

શબ્દોની નાવ,

છંદ વિના ડામાડોળ,

કોણ તારશે?

 

વીણ્યા છે ફુલ,

ચમન આખા માંથી,

માત્ર સત્તર.

 

યોગેન્દુ જોષી : ૨૧/૧૨/૨૦૧૦

Tuesday, December 7, 2010

તારા વીંણેલા મોતીઓનુ મારે શું કરવું...(ગીત)

તારા વીંણેલા મોતીઓનુ મારે શું કરવું,

જ્યારે આંખડી વરસે અનરાધાર, પૂનમની રાતે,

કાજળ ચોળાયું, બધે અંધકાર, વિરહની રાતે,

તારા વીંણેલા મોતીઓનુ મારે શું કરવું...

દિવસો જુદાઈના કાપુ તો કેમ કરી,

તારી યાદો મને રડાવે,

રોમ રોમ માં ઝાર પ્રગટાવે.

આવીજા વાલમ, આપણા મલકમાં ફરી,

લાગણીના બંધન બોલાવે,

મનડાને જીવવુંના ફાવે.

તારા કમાયેલા રૂપિયાનુ મારે શું કરવું,

જ્યારે તન્હાઈ હો અપાર, ગુલાબી સાંજે,

કાળજુ ચોળાયું, બધે અંધકાર, વિરહની સાંજે,

તારા વીંણેલા મોતીઓનુ મારે શું કરવું...

માળાના પંખીઓ, સાંજે જો ને પાછા ફરે,

કલરવથી ચાહત જણાવે,

મધૂરા ગીતો સર્જાવે.

આવીજા વાલમ, ચાહતના સોગંધ તને,

પ્રીતની મોસમ બોલાવે,

દલડાને સુનુ સુનુ લાગે.

તારા મોકલેલ મિઠાઈનુ મારે શું કરવું,

જ્યારે કોળિયો શ્વાસે અટવાય, દિવાળીની રાતે,

કાળજુ ચોળાયું, બધે અંધકાર, વિરહની રાતે,

તારા વીંણેલા મોતીઓનુ મારે શું કરવું...

યોગેન્દુ જોષી : ૨૩/૧૧/૨૦૧૦

Friday, December 3, 2010

છે, તો છે... (ગઝલ)

મારા માં દિવાનગી છે, તો છે;
વાત જરા ખાનગી છે, તો છે.
 
આડંબર હું ખોટો કરતો નથી,
થોડી બસ આવારગી છે, તો છે.
 
તારાજ પ્રેમે દરદ દીધું છે,
હૈયાને આ માંદગી છે, તો છે.
 
તુ ચાહે છે મુજને, કબુલ કર;
પુછવાની આ સાદગી છે, તો છે.
 
લેખો લખે કે લખે 'યોગ' ગઝલ,
શબ્દો એની જીંદગી છે, તો છે.
 
યોગેન્દુ જોષી :  ૦૨/૧૨/૨૦૧૦

Wednesday, December 1, 2010

ક્ષણ મા તુ છે... (ગઝલ)

કણ મા તુ છે,
ચણ મા તુ છે.
 
તન ઢાંકે તે,
શણ મા તુ છે.
 
હું, તુ, બન્ને;
જણ મા તુ  છે.
 
આ ગાયો ના,
ધણ મા તુ છે.
 
ક્રિષ્ન શબ્દ,
ગણ મા તુ છે.
 
'યોગ' ગઝલ,
ક્ષણ મા તુ છે.
 
યોગેન્દુ જોષી : ૨૯/૦૯/૨૦૧૦.
 
* અહેમદ ગુલ સાહેબની જેમ નાની બહેર મા લખવાનો પ્રથમ પ્રયાસ.

...(હાઈકુ)

(૧) દીવા..
 
એકલતામાં,
આંસુઓ થી સળગે,
આંખો ના દીવા...
 
(૨) અદબ...
 
કરચલી જો,
વસ્ત્રોની સાચવુ તો,
અદબ ખોઊં...
 
(૩) દીકરી...
 
ઉદર રડ્યું,
દીકરીના અંકુરે,
નાડી કપાઈ...
 
માં બચાવી લે,
શબ્દ લોહી વહ્યું ને,
નાડી કપાઈ...
 
(૪) જીર્ણ...
 
જીર્ણ ચાદર,
ગરીબ મજદૂર,
ઓઢે, પાથરે?
 
જીર્ણ પાલવે,
ગરીબડી શું ઢાંકે,
સ્તન કે બાળ?
 
(૫) ફુલ...
 
ફુલ મચલે,
ઝાકળ ભર્યા ડાઘે,
ને વધુ ખીલે...
 
(૬) શૂન્યતા...
 
હ્રદયે ગુંજે,
શૂન્યતાના વાદળો,
ધડામ-ધૂમ...
 
અશ્રુઓ વહે,
શૂન્યતાના આ ગાલે,
ટપક-ટપ...
 
(૭) કોરો કાગળ...
 
શૂન્ય વિચારે,
ક્ષિતીજે લહેરાય,
કોરો કાગળ...
 
(૮) કામધેનુ...
 
જો કામધેનુ,
ફંફોસે ઉકરડો,
તુ માંગે દૂધ...
 
(૯) ધડીયાળ...
 
સમય જોવા,
ધડીયાળ બાંધોને,
કાંટા દેખાય...
 
કાંટા મૌન છે,
ઘડીયાળ અમારી,
ડીઝીટલ છે...
 
યોગેન્દુ જોષી : ૦૧/૧૨/૨૦૧૦

કર્મોના ફળ ક્યાં મંગાય છે??? (ગઝલ)

રસ્તે ઝાંઝવા ભટકાય છે,
મારા જેવાજ ભરમાય છે.
 
બારણા જરા ખુલ્લા રાખુ તો,
અજાણ્યા ચ્હેરા ડોકાય છે.
 
ક્ષિતીજોની સીમા છોડુ તો,
જડ લાગણીઓ અટવાય છે.
 
વિચારો ટપકે ગઝલ થૈ પણ,
મ્હેફિલોમાં ક્યાં ગવાય છે?
 
કો'કદિ કિર્તી પામશું 'યોગ',
કર્મોના ફળ ક્યાં મંગાય છે?
 
યોગેન્દુ જોષી : ૨૪/૧૧/૨૦૧૦

તો મળ મને... (ગઝલ)

આ શબ્દો અંતરાય, તો મળ મને;
કૈં ચાહત બદલાય, તો મળ મને.
 
બાજી તારી લોક સમજે પછી,
એ ઓળખ ઝંખવાય, તો મળ મને.
 
ટીલા ટપકા તાણ્યા કર તોયે,
દોષોના ઢંકાય, તો મળ મને.
 
ફુલો ચુંથી મદહોશ થયો તુ,
પણ કાંટા ભોંકાય, તો મળ મને.
 
ગુમાને તુ ઉંચે ચઢ્યો છે,
જો નીચે પટકાય, તો મળ મને.
 
યોગેન્દુ જોષી : ૨૩/૧૧/૨૦૧૦

વેસ્ટ કરું... (ગઝલ)

વિચારો મારા શું કામ વેસ્ટ કરું,
ચાલ ફરીથી કોપી પેસ્ટ કરું.
 
જાણીતુ ઝેર યુવાનીનું, એ પ્રેમ,
વારંવાર હું શું કામ ટેસ્ટ કરું?
 
મ્રુગજળ પામવા ખુબ મહેનત કરી,
મન કરે છે હવે થોડો રેસ્ટ કરું.
 
ચુંથાયેલુ ખોરડુ અને ખંડેર દિલ,
તન્હાઇના આરે નાનો નેસ્ટ કરું.
 
મારી લાશ 'યોગ' જલાવી દેજો,
સાંકડી કબરમાં ક્યાંથી એડ્જસ્ટ કરું?
 
યોગેન્દુ જોષી : ૧૯/૧૦/૨૦૧૦

Tuesday, November 30, 2010

કેલેન્ડર... (હાઈકુ)

(૧)
દિવાલે ટાંગ્યા
ઉદાસ કેલેન્ડર,
તન્હાઈ તણા.
 
(૨)
વક્ત રીઝે તો
ખાલી કેલેન્ડર દે,
મિલન ક્ષણ.
 
(૩)
સમય નથી
કેલેન્ડરવાળાને,
બધે ટીક છે.
 
(૪)
ભીંત વેઠે છે,
કેલેન્ડરનો ભાર,
દર વરસે.
 
(૫)
તને મોકલ્યું
આ ખાલી કેલેન્ડર,
ક્યારે મળીશ?
 
(૬)
આ વીક નહીં,
કેલેન્ડર પેક છે,
તુ જોતો નથી?
 
(૭)
ઠાવકો 'યોગ',
કેલેન્ડર માં રહે,
ખાલીપો ભરી.
 
યોગેન્દુ જોષી : ૩૦/૧૧/૨૦૧૦

Friday, September 3, 2010

નિજાનંદ ના કાવ્યો... (અછાંદસ)

વિચારોનુ તરલ દ્રવ્ય
મસ્તિષ્ક માંથી ઉતરી
હ્રદયની દિવાલોને અડકી
રુધિર બની
વહે આંગળી ના ટેરવે
પછી ભેળવું એને
કલમની શાહીના રંગોમાં
અને ઉતારુ કાગળ પર
બનાવી
યોગ નિજાનંદ ના કાવ્યો...
 
યોગેન્દુ જોષી : ૦૩/૦૯/૨૦૧૦
 

પાપની મટકી... (અછાંદસ)

દેશમાં ચાલી રહેલા દરેક જાત ના ભ્રષ્ટાચારને અર્પણ :
 
વર્ષોથી જન્માષ્ટમી ઉજવુ છું
આ સાલ પણ ઉજવી
જાગ્યો બાર વાગ્યા સુધી
તારા જન્મની રાહ જોતો
પણ તુ ના આવ્યો
અને આ કલયુગ ના પાપની મટકી
ત્યાં ની ત્યાંજ રહી ગઈ...
 
યોગેન્દુ જોષી : ૦૩/૦૯/૨૦૧૦

Wednesday, September 1, 2010

गलती...

एक नेता अपने
भाषण मे बोले
लोग कहेते है
में रुपये का लालची हुं
यह बात बेबुनियाद है
इसमे विपक्षकी चाल है!
 
में तो गांधीजीका
वो चाहक हुं जो उनकी
हर तसवीर को
सीने से लगाकर फिरता है
अब तसवीर नोट पर छपी हो
उसमे क्या मेरी गलती है?
 
योगेन्दु जोषी : ०१/०९/२०१०

કે’વા પડ્યા... (ચાર લાઈના)

ઝાંખા શબ્દો હ્રદયે ઘેરા પડ્યા,
શાહીના વાંકે મારે કે'વા પડ્યા.
 
તારી બેવફાઈ પર દિલ મૌન રહ્યું,
ને કડવા વે'ણ હોઠે કે'વા પડ્યા.
 
યોગેન્દુ જોષી : ૦૧/૦૯/૨૦૧૦

Tuesday, August 31, 2010

ઝાકળ ખર્યાનો હિસાબ ના માંગ...

ઝાકળ ખર્યાનો હિસાબ ના માંગ,
શબ્દો રડ્યાતે કિતાબ ના માંગ.
 
ખુદાએ ઘડ્યો છે ચાંદ પર ડાઘ,
એને ધોવા તુ તેજાબ ના માંગ.
 
મારા એ ફુલો તે રાખ્યા ક્યાં છે?
મન મનાવા ફુલછાબ ના માંગ.
 
જુઠી વફાનો યોગ મંજૂર છે,
એ ઢાંકવાને નકાબ ના માંગ.
 
યોગેન્દુ જોષી : ૩૧/૦૮/૨૦૧૦

Monday, August 30, 2010

આ શબ્દો છાનામાના કહું...

આ શબ્દો છાનામાના કહું,
તુ રાધા મુજને કાના કહું.
 
છાપ તારા પગરવની જોઈ,
આ રસ્તા બધા સુહાના કહું.
 
જો મંડળાવું રુપાળા તેજે,
સ્વયમને હું પરવાના કહું.
 
મિત્રો પજવે નામ તારુ લઈ,
મલકીને એ અફસાના કહું.
 
લજ્જાથી છણકો તુ આપે તો,
ઇશ્ક તણા એ બહાના કહું.
 
યોગેન્દુ જોષી : ૩૦/૦૮/૨૦૧૦

અવસર પરિવાર...

અવસર પરિવારના કાર્યક્રમને માણતી વખતે જે પંક્તિ સ્ફૂરી તે કોઈ પણ માત્રા ગણતરી વગર એમને એમજ આપની સામે રજૂ કરુ છું. મિત્રો આટલા બધા સાહિત્યરસિકો અને નિજાનંદમાં માણતા કલાકારોને જોઈને ૨૯/૦૮/૨૦૧૦ ના રવિવારની સાંજનો આલમ કદાચ મારા સ્મ્રુતિપટ પર સદાય કાયમ રહેશે.
 
અવસર પરિવારના અજવાસમાં ખોવાયો;
સો સૂરજનુ તેજ લઈને ગયો હતો,
આગિયા સમો ઝંખવાયો.
 
યોગેન્દુ જોષી : ૨૯/૦૮/૨૦૧૦

Saturday, August 28, 2010

દિલ્હી ચુપ છે... (હાઈકુ)

કાળા વાવટા
ફરકે કાશ્મીરમાં
દિલ્હી ચુપ છે.
 
એમને ગમે
પાકિસ્તાની સબંધો
દિલ્હી ચુપ છે.
 
અહીંજ ખાય
અને અહીંજ થુંકે
દિલ્હી ચુપ છે.
 
કેટલું લોહી
રેડાયું પંડિતોનુ
દિલ્હી ચુપ છે.
 
તોયે ક્યાં ગણે
આતંકવાદ એને
દિલ્હી ચુપ છે.
 
બની રહી છે
મોટી ખાઈ ધર્મોની
દિલ્હી ચુપ છે.
 
યોગેન્દુ જોષી : ૨૮/૦૮/૨૦૧૦

Saturday, August 21, 2010

લુંટમલુંટ... (હાઈકુ)

વધ્યો પગાર
સાંસદો ખુશ, કરો
લુંટમલુંટ
 
દેશ નિચોવો
અને, ભરો ગજવા
ઠુંસમઠુંસ
 
સેવા ક્યાં કરી
તોયે, ઐયાશી માટે
છુટમછુટ
 
કોણ નાથશે
માંઘવારીનો સાંઢ
ચુપમચુપ
 
ગરીબો સાંધે
બાર, સામે બસ્સોની
તુટમતુટ
 
વધ્યો પગાર
સાંસદો ખુશ, કરો
લુંટમલુંટ
 
યોગેન્દુ જોષી : ૨૧/૦૮/૨૦૧૦

Friday, August 20, 2010

બંધ આંખે મળો છો... (ગીત)

બંધ આંખે મળો છો
સ્વપ્ન થઈ ને રહો છો
કો'ક દિ આવો હકીકત બની (૨)
શાને મુજને છળો છો... (૨) 
બંધ આંખે મળો છો
સ્વપ્ન થઈ ને રહો છો
 
હૈયું વેરાન છે તારા વગર
ખોટું અફળાય છે તારા વગર
પ્રેમ લઈ આવો અંતર ભણી (૨)
શાને ધીરજ ધરો છો... (૨)
બંધ આંખે મળો છો
સ્વપ્ન થઈ ને રહો છો
 
તારા વિના સફર મુશ્કેલ છે
તારા વિના ગઝલ બસ લેખ છે
સુર લઈ આવો મહેફિલ સુધી (૨)
શાને મૌન બનો છો... (૨)
બંધ આંખે મળો છો
સ્વપ્ન થઈ ને રહો છો
 
શાને મુજને છળો છો
શાને ધીરજ ધરો છો
શાને મૌન બનો છો
બંધ આંખે મળો છો
સ્વપ્ન થઈ ને રહો છો...
 
યોગેન્દુ જોષી : ૨૦/૦૮/૨૦૧૦.

आदम जात... (चार लाईना)

कलीयुग में एक कुत्तेकी ख्वाहिश थी,
उसे भी किसी आदम जात से पहचाना जाये,
तबही कुदरतने आविष्कार किया,
नेता नामक आदम जात का निर्माण किया...
 
योगेन्दु जोषी : २०/०८/२०१०

Thursday, August 19, 2010

दो ल्ब्ज़... (चार लाईना)

चिराग बेठा है रोशनी की आस मे,
बस कोई तो आ कर लौ जला दे...
 
दिवारें मौन है शाम की तन्हाई से,
बस कोई तो आ कर दो ल्ब्ज़ सुना दे...
 
योगेन्दु जोषी : १९/०८/२०१०.
 

Monday, August 16, 2010

જાગશું ક્યારે??? (હાઈકુ)

લુંટફાટ ના
ત્રેંસઠ વર્ષો ગયા
જાગશું ક્યારે?
 
મેલી થૈ ખાદી
અને ખોવાણા ગાંધી
જાગશું ક્યારે?
 
કાશ્મીર મુદ્દો
ઉકેલાતો જ નથી
જાગશું ક્યારે?
 
ચુંટેલા નેતા (ડાકૂ)
હજુ ધરાયા નથી
જાગશું ક્યારે?
 
લુંટફાટ ના
ત્રેંસઠ વર્ષો ગયા
જાગશું ક્યારે?
 
યોગેન્દુ જોષી : ૧૬/૦૮/૨૦૧૦

તરફડે છે...

આંતડી બાળી
અનાજ વાવ્યું તોયે
પેટ મારું ભુખ થી
ટળવળે છે,
અને સરકારી ગોદામોમાં
પડે પડે
મહેનત અમારી
દરરોજ સડે છે.
જય જવાન જય કિસાન 
ભ્રમ છે નકરો ,
એક ગોળી ખાઈ
અને બીજો
ભુખથી તરફડે છે.
 
યોગેન્દુ જોષી : ૧૬/૦૮/૨૦૧૦
 

ધાન સડે... (હાઈકુ)

દેશના સરકારી ગોદામોમાં સડતા અનાજ
અને સડતી સરકારી માનસિકતા ને અર્પણ :
 
ધાન સડે ને
ખેડૂત ભુખે મરે
બોલો જય હો!
 
ધાન સડે ને
સરકારી ઉંદરો
તગડા થાય!
 
યોગેન્દુ જોષી : ૧૬/૦૮/૨૦૧૦

Saturday, August 14, 2010

વિચારો વચ્ચેની ભેદરેખા... (વાર્તા)

બાવીસ વરસનો સ્તવન આજે ખુબ નારાજ હતો અને તેની નારાજગીનુ કારણ હતુ તેના પિતા અજીતરાય નો કરકસરીયો કહો કે કંજુસ એવો સ્વભાવ. આમ જોવા જઈએ તો કરકસર અને કંજુસાઈ વચ્ચેની ભેદ રેખા બહુજ પાતળી હોય છે અને આજકાલની પેઢી તેને સમજવામા બહુજ નાકામિયાબ છે. તેનાજ ભાગ રૂપે આજે સ્તવન અને તેની માતા દર્શનાબહેન વચ્ચે અજીતરાયના નામનુ રામાયણ ભજવવા જઈ રહ્યું હતું.
 
'મમ્મી ક્યાં સુધી પપ્પાના હુકમોનું પાલન કરતા રહેવાનું? હજુ સુધી મને મારી રીતે કામ નથી કરવા દેતા, તુ નાનો છું એમ કહીને બધુ ટાળી દે છે. ક્યાં સુધી?' સ્તવન ના અવાજ માં આક્રોશ સાફ સાફ દેખાતો હતો.
 
'બેટા વળી પાછુ શું થયું? તમારે બાપ-બેટાને જે કરવુ હોય તે કરો મને શું કામ વચ્ચે લો છો?' દર્શનાબહેને પોતાની જાતને બાપ-બેટાના યુધ્ધની બહાર રાખતી દિવાલ બાંધીને કહ્યું.
 
'મમ્મી હવે તો હદ થાય છે, હમણાજ પપ્પામને રસ્તામાં મળ્યા હતા, હું મારા મિત્ર જોડે વાત કરી રહ્યો હતો અને મારું ખખડધજ લ્યુના ચાલુ હતુ તો પપ્પા મારા મિત્રની સામે આવીને મને કહે કે વાતજ કરવી હોય તો લ્યુના બંધ કરીદે અથવાતો તારા મિત્રને ઘરે બોલાવીલે. આમ મફતમાં પેટ્રોલ શું કામ બાળે છે? તને ખબર તો છે કે પેટ્રોલનો ભાવ પંચાવને પહોંચ્યો છે?'
 
'તો એમણે શું ખોટુ કીધું?' દર્શનાબહેને શાંત સ્વરે પુછ્યું. પણ એમને એ વાતનો અંદેશો નહતો કે સ્તવન ધીરે ધીરે રામાયણને મહાભારત તરફ દોરી જવાનો છે. અને અજીતરાય આ વાતના મુકસાક્ષી બનવા અને બન્નેની વાતો સાંભળવા ઓરડાની બહાર ખુરશી પર ક્યારનાય છાપુ લઈને બેસી ચુક્યા છે.
 
'જોયું ને તમે પણ તરતજ પક્ષ લીધોને એમનો, કોઈએ મને પુછ્યું કે આવુ કેમ કર્યું? પપ્પા પણ મારા મિત્ર સામે મારી ઇજ્જત કાઢતા ગયા અને હવે તમે પણ કશુંજ જાણ્યા વગર એમનો પક્ષ લો છો.'
 
'ઝડપથી બોલી નાંખ, હમણાંજ તારા પપ્પા આંટો મારીને પાછા આવતા હશે અને પછી તમારા બાપ-બેટાની લડાઈમાં મારે સુડી વચ્ચે સોપારી નથી બનવું.'
 
'તમનેતો ખબર છે કે આખુ એન્જીનીયરીંગ મેં આ ખખડધજ લ્યુના પર પુરુ કર્યું, અને હવેતો આના સ્પેર્સ પણ નથી મળતા, અને લ્યુના બંધ થયા પછી મહામહેનતે ચાલુ થાય છે. પપ્પા શું મને એટલો મુર્ખ માને છે કે હું પેટ્રોલનો ધુમાડો કરતો ફરું? એકતો પોકેટમનીમાંથીજ બધુ કરવાનું. પેટ્રોલ વેડફવું મને પણ પોસાય તેમ નથી અને તે પણ માત્ર હજાર રૂપિયાના પોકેટમની માં. મે કેટલીયવાર કીધું પપ્પાને કે મારા બધા મિત્રો પાસે એકથીએક ચઢિયાતા બાઈક્સ છે અને હું...' બસ આટલુ બોલી એ શબ્દો ગળી ગયો.
 
'ઠીક છે બેટા, એમને નહી ખબર હોય કે તારા લ્યુનામાં તકલીફ છે. પણ તુ આવી રીતે ગુસ્સો કરે તે કેમ ચાલે? જવાદે બધી વાત મને કહે કે તારી ફાઈનલ એક્ઝામનું રિઝલ્ટ કાલે આવવાનું છે ને? અને બેટા સમજ, તમને જે બધી સવલતો મળે છે એવી સવલતો એમના આટલા પગારમાં પણ તમને આપે છે તેનો તમારે આભાર વ્યક્ત કરવો જોઈએ. છેલ્લા વીસ વરસથી તે પણ તેમનુ જુનુ સ્કુટર વાપરે છે ને?' દર્શનાબહેને વાતને શાંતીથી સમજાવતા અને બન્ને માંથી કોઈનો પણ પક્ષ લીધા વગર બાપ-બેટા વચ્ચે સેતુ બાંધવાનું શરૂ કર્યું. કેમકે તે પણ જાણતા હતા કે દેખા-દેખીના જમાનામાં સામાન્ય ગેરસમજ બાપ-બેટાને હંમેશને માટે અલગ કરી શકે છે. અને આજે સ્તવન જે રીતે બોલી રહ્યો હતો અને તે પરથી દર્શનાબહેને ખુબ શાંતીથી અને વિચારીને પરિસ્થિતી સંભાળવાની હતી.
 
'ચલો જવા દો પણ ખબર છે મારી લાસ્ટ એક્ઝામ હતી અને હું ફોન પર મારા મિત્ર પાસેથી ઇમ્પોર્ટન્ટ નોટ્સ લેતો હતો ત્યારે તેમણે તેમના હીટલરી અંદાઝ માં શું કહ્યું હતું?' આજે સ્તવન પોતાની અંદર રહેલો બધોજ લાવા બહાર ઠાલવી રહ્યો હતો. અને બહાર બેઠા બેઠા અજીતરાય પોતાના પુત્રને ન-તો માત્ર સાંભળી રહ્યા હતા પણ ઘણું બધુ સમજી પણ રહ્યા હતા.
 
'હા યાદ છે, એમણે તે વખતે કહ્યું હતું કે આટલી લાંબી વાતો કરીને ફોન નુ બિલ વધારવું એના કરતા એના ઘરે જઈનેજ નોટ્સ લેતો આવને? હા તો એમાં ખોટુ શું કહ્યું હતું. વેદાંગ તો બાજુની સોસાયટીમાંજ રહે છે.'
 
'જોયું ફરીથી તમે સીધો એમનો પક્ષ લઈ લીધો, તમને એ ના સમજાયું કે એક્ઝામના દિવસે ખોટી દોડાદોડ કરવાથી સીધી અસર મારા રિઝલ્ટ પર પડી શકે છે. છેલ્લે ઘડીએ આ બધુ ટેન્શન કોણ લે એટલે મે ફોન પર થોડી વાતો લાંબી કરી હતી.'
 
'પણ બેટા પાછળથી તુજ એક વાર વેદાંગને કહેતો હતો કે તે દિવસે હું તારા ઘરે આવ્યો હોત તો મને બીજા બે ત્રણ ઓપ્શન મળ્યા હોત. તુ એમ કેમ નથી વિચારતો કે તારા પપ્પા પૈસા કોના માટે ભેગા કરે છે?'
 
'તમે શબ્દો ના પકડી પાડો, મે કદાચ એવુ કીધુ હશે પણ તે વખતની કંડીશન તમને ના ખબર પડી. અને પૈસાનું શું કરવાનુ જ્યારે કોઈના કામમાંજ ના આવવાના હોય તો?' સ્તવને ફરીથી કોઈ બીજી અણગમતી વાત તેના મગજમાંથી બહાર કાઢી.
 
'એટલે શું કહેવા માંગે છે?'
 
'યાદ છે કોલેજ નો છેલ્લો કલ્ચરલ ફેસ્ટીવલ હતો, અને મે નવા કપડાની માંગ કરી હતી ત્યારે પપ્પાએ શું કહ્યું હતું?'
 
'હા યાદ છે.'
 
'હા તો શું એ બરોબર હતુ? તે દિવસે પપ્પાએ મારી આખી તિજોરી ખાલી કરાવી હતી અને કહ્યું હતું કે આટલી બધી જોડીઓ પડી છે અને હવે કપડા ના ફાટે ત્યાં સુધી નવા કપડાની જીદ્દ નહી કરવાની. ત્યારે તેમને એમ કેમ ના ખબર પડી કે આ બધા કપડા હું છેલ્લા બે વરસથી પહેરતો આવ્યો છું અને કલ્ચર ફેસ્ટીવલ માટે એકાદ જોડી લઉ એમાં ખોટુ શું હતું?'
 
'બેટા તારી વાત સાચી, પણ સમજ તો ખરો કે એ બધા ફેન્સી કપડા તુ નોકરી જોઈન કરીશ ત્યારે થોડો પહેરી શકવાનો છું, અને એકાદ વાર પહેરવા માટે ખોટા હજાર રૂપિયા થોડા ખર્ચાય?'
 
'હા એટલે બધુ મારેજ સમજવાનું?'
 
'બેટા એવુ નથી, પણ મારી વાત ખોટી હોય તો કહે?'
 
'ચલો માની લઉ, પણ છ મહીના પહેલા જ્યારે મારે પ્રોજેક્ટ્સ જોઈતો હતો ત્યારે પણ પપ્પાએ મને મદદ નહોતી કરી, તેનુ શું? પપ્પા આટલી સરસ એન્જીનીયરીંગ કંપનીમાં જોબ કરે છે, સારા કોન્ટેક્ટ્સ હતા અને મારે ટેન્શન વગર પ્રોજેક્ટ્સ પતી જાય તેમ હતુ છત્તાં પણ તેમણે મને તેમની કંપનીમાં રેકમ્ન્ડેટ નહોતો કર્યો અને આખુ વરસ હું માત્ર મારા પ્રોજેક્ટ્સના લીધે ટેન્શનમાં ફરતો હતો. જ્યારે મારા મિત્રો, કોઈ પણ કંપની માંથી પ્રોજેક્ટ્સને કોપી મારી જલ્સા કરતા હતા.'
 
'જો બેટા એ મારો વિષય નથી, પણ તારા પપ્પાએ તારા ભલા માટેજ કર્યું હશે ને? અને તે જાતે મહેનત કરીને પ્રોજેક્ટ્સ કર્યો તો તને શિખવા પણ મળ્યું હશે ને?' દર્શનાબહેને સ્તવનને સમજાવતા કહ્યું.
 
'તમારી સામે વાદ-વિવાદ કરવો બેકાર છે, તમે તો માત્ર તેમના ધર્મપત્નીજ રહેવાના, પુત્રની સમસ્યા અને ફરીયાદો માં તમને રસ નથી.' બસ આટલુ બોલી સ્તવન પગ પછાડતો પોતાના રૂમમાં જતો રહે છે. તે બહાર નીકળે છે ત્યારે તેને એ પણ અંદાજ નથી રહેતો કે અજીતરાય ખુરશી પર બેઠા હતા અને બધી વાતોના મુકસાક્ષી બની ચુક્યા છે.
 
******
 
અજીતરાય હવે પોતાની ખુરશી માંથી ઉભા થઈ પોતાના રૂમ તરફ જાય છે અને દર્શનાબહેનને એટલુંજ કહે છે 'મે તમારી બધી વાતો સાંભળી છે પણ તુ સ્તવનને આ વાત ના કરતી. કાલે એનુ રિઝલ્ટ આવવાનું છે તો પછી બધી ચર્ચા શાંતીથી કરીશું. અને રાતના દસ વાગ્યા છે તો ચલો સૂઈ જઈએ.' દર્શનાબહેને પણ વાતને ખોલવાનું કે ચર્ચા કરવાનું ઉચિતના લાગ્યું અને તેમણે પણ અજીતરાયના સ્વર માં સ્વર મિલાવી દીધો અને બોલ્યા 'હજુ નાદાન છે, હજુ એને સમજણ નથી, જ્યારે પોતે કમાશે ત્યારે બધીજ ગણતરીઓ આપોઆપ આવડી જશે.'
 
****** 
 
રાતની બધી બબાલો સમેટીને અજીતરાય પોતાની ઓફીસ તરફ પ્રયાણ કરે છે, જતા પહેલા દર્શનાબહેનને કહેતા જાય છે 'સ્તવનનું રિઝલ્ટ આવે એટલે મને ફોન કરજે.' આ બાજુ દર્શનાબહેન સ્તવનને ઉઠાડવા તેના રૂમ તરફ જાય છે. 'સ્તવન ઉભોથા બેટા તારે રિઝલ્ટ લેવા નથી જવાનુ?'
 
'સ્તવન, મમ્મી કેટલા વાગ્યા? પપ્પા ઓફીસ ગયા કે નહી?'
 
'આઠ વાગ્યા છે અને તારા પપ્પા હમાણાજ નીકળ્યા. તારે કંઈ કામ હતું?' કાલ નો ગુસ્સો એમનો એમ છે કે નહી તે ચેક કરવા દર્શના બહેને સવાલ કર્યો.
 
'ના મારે શું કામ હોય, અને કામ હોય તોય સવાર સવાર માં તેમની કંજુસાઈ કોણ સહન કરે? સ્તવન હજુ પણ ટસ નો મસ થયો નહતો.
 
'ચલ બેટા તૈયાર થઈ જા, નાસ્તો તૈયાર છે.'
 
'ઓકે મમ્મી હું ફટાફટ નાહીને આવુ છું, તુ મારા કપડા તૈયાર રાખજે.'
 
સ્તવન ફટાફટ નાસ્તો કરીને પોતાનુ લ્યુના લઈને રિઝલ્ટ લેવા કોલેજ જવા રવાના થયો. અને આ બાજુ દર્શનાબહેન પોતાના ગ્રુહકાર્યમાં લાગી ગયા. મનમાં થોડો ફફડાટ તો હતોજ કે કાલની વાત વખતે સ્તવન પેલી નોટ્સ અને પ્રોજેક્ટ્સની વાત કરતો હતો જો તેમાં તેનુ રિઝલ્ટ ધાર્યા મુજબ ના આવ્યું તો કાલ નું રામાયણ આજે મહાભારત બની શકે છે અને અજીતરાય ભલે કાલે કશુંજ ના બોલ્યા પણ આખરે તો તે પણ સ્તવનના બાપ છે. સ્તવનને મળેલો આ ગુસ્સો તો અજીતરાયનો વારસોજ છે. અને આજે જો એવું થયું તો શું થશે? બસ આજ વિચારોમાં દર્શનાબહેન કાગ ના ડોળે સ્તવનની રાહ જોતા વિચારો માં ખોવાયેલા રહ્યા.
 
બપોરના ચાર વાગી ગયા પણ સ્તવન આવ્યો નહી અને ફોન પણ ઉપાડતો નથી શું થયું હશે? દર્શનાબહેન વિચારી રહ્યા હતા ત્યાંજ અજીતરાયનો ફોન આવે છે 'સ્તવનના રિઝલ્ટનું શું થયું? તમે લોકો ફોન કેમ નથી કરતા?' અજીતરાય અણગમો વ્યક્ત કરીને પુછી રહ્યા હતા.
 
'હજુ સ્તવન નથી આવ્યો અને તે ફોન પણ ઉપાડતો નથી, કદાચ કાલની વાતોનું ખોટુ તો નહી લાગ્યું હોય ને, મને તો ફિકર થાય છે, તમે તપાસ કરો?' દર્શનાબહેન ચિંતીત સ્વરે બોલી રહ્યા હતા પણ તેમના મગજ માં હવે જાત જાતના વિચારો દોડી રહ્યા હતા. આખરે એક જુવાન છોકરો આમ ગુસ્સો કરીને ગયો છે અને જો કંઈ ખોટુ કરી બેઠો તો?
 
'ચિંતા ના કરીશ હું તપાસ કરુ છું. અને પછી તને ફોન કરુ છું.' અજીતરાય પણ સમય પારખી ગયા અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સ્તવનને ફોન લગાવે છે. પણ સ્તવન નો ફોન સ્વિચ ઓફ બતાવે છે એટલે તરતજ અજીતરાય સ્તવનના મિત્રો ને ફોન કરે છે. અને સાચી માહિતી મેળવે છે.
 
'દર્શના, મારી વાત થઈ ગઈ છે અને સ્તવન તેના મિત્રો જોડે ક્યાંક બહાર ગયો છે અને તેનુ રિઝલ્ટ પણ સારુ છે. ટોપ ટ્વેન્ટીમાં તેનો નંબર છે. બસ આટલી માહિતી મળી છે. તો સાંજે તેને ભાવતુ બનાવજો અને હું પણ ઓફીસથી મિઠાઈ લઈને વહેલો ઘરે પહોંચીશ.' અજીતરાય તેમના સ્વભાવ મુજબ સાંહીઠ સેકન્ડમાં આખી વાર્તા સમજાવીને ફોન મુકે છે.
 
દર્શનાબહેન ચિંતા મુક્ત થાય છે પણ હજુ વિચારે છે કે સ્તવન કેમ આટલો મોડો પડ્યો. બસ હવે પછી તેમણે તેમનો સમય સ્તવનની રાહ માં અને સ્તવન માટે તેને ગમતા ભોજન બનાવવા માટે કાઢવાનો છે.
 
******
 
'હાય મમ્મી, સોરી, હું લેટ છું અને કાલની બબાલમાં હું મારો ફોન ચાર્જ કરવાનુ ભુલી ગયો હતો.' સાંજે સાત વાગે સ્તવન ઘરે પહોંચે છે અને મમ્મીનો ચહેરો વાંચીને સોરી ફીલ કરે છે.
 
'બેટા પણ બીજાના મોબાઈલથી તો ફોન કરાય ને? તને ખબર છે મને કેટલી ચિંતા થતી હતી? કાલે તે જે રીતે ગુસ્સો કર્યો હતો મને કેવા કેવા વિચારો આવતા હતા?'
 
'સોરી મમ્મી, પણ ખુશખબર તો સાંભળ. મારો યુનીવર્સીટીમાં પંદરમો નંબર આવ્યો છે. અને મારો પ્રોજેક્ટ્સ પહેલા નંબરે આવ્યો છે અને મારા સાહેબ કહેતા હતાકે એક કંપની મારા પ્રોજેક્ટ્સમાં ઇન્ટરેસ્ટેડ છે અને તેઓ મારો પ્રોજેક્ટ્સ જોવા સિંગાપોર થી આવવાના છે.'
 
'ગ્રેટ બેટા, જોયું ને તારી મહેનત રંગ લાવીને. તારા પપ્પા પણ હમણા મિઠાઈ લઈને આવતાજ હશે. અને આજે મે તારા માટે તારું મનગમતુ ભોજન પણ બનાવ્યું છે.' દર્શનાબહેનના ચહેરા પર બધીજ ચિંતાની રેખાઓ દુર થઈ જાય છે અને અચાનક ઉત્સાહ જાગી ઉઠે છે.
 
'યેસ મોમ. અચ્છા બીજુ સાંભળ, પણ મમ્મી મારા સાહેબ કહેતા હતા કે એ કંપનીએ મારી ડિટેઈલ બે મહીના પહેલા કોલેજ માંથી લીધી હતી અને તેમણે કોન્ટેક્ટ્સ પણ કર્યા હતા પણ તે જવાબ નહોતો આપ્યો. એવુ કેમ કીધુ હશે? તને કોઈ ફોન કે ટપાલ મળી હતી આ કંપનીની?' સ્તવને આશ્ચર્ય વ્યક્ત કરતા પુછ્યું.
 
'આનો જવાબ હું આપુ છું.' અજીતરાયે ઘર માં પ્રવેશ થતાજ ઘટસ્ફોટ કર્યો.
 
'અમે સમજ્યા નહી?' સ્તવન અને દર્શનાબહેન આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યા.
 
'એ કંપનીએ એક લેટર મોકલ્યો હતો જે મારા હાથમાં આવ્યો હતો અને તેઓ તે પ્રોજેક્ટ્સ માટે તને જોબ પણ ઓફર કરશે અને તારા પ્રોજેક્ટ્સને રીયલ વે માં માર્કેટ માં લોન્ચ પણ કરશે.'
 
'પપ્પા આ બધી વાત તમે મારાથી છુપાવી રાખી એવુ કેમ કર્યું?' સ્તવનનો રાતનો ગુસ્સો ફરીથી તેના મગજ પર હાવી થવા જઈ રહ્યો હતો.
 
'બેટા પહેલા તો શાંત થઈ જા અને કાલનો ગુસ્સો થુંકી નાંખ, અને મને સમજવાનો પ્રયત્ન કર. તે વખતે તારી પરીક્ષા ચાલુ હતી અને જો આ ગુડન્યુઝ તને તે વખતેજ મળી જાત તો તુ બાકી ના પેપેર્સ માં મહેનત ના કરત, કેમકે આ કંપની તને સિંગાપોર બોલાવે છે અને ટેન થાઉસ્ન્ડ નું પેકેજ પણ આપવા માંગે છે. અને તે વખતે મે તેમને તારા બદલે મેઈલ કર્યો હતો અને કહ્યું હતુ કે મારી એક્ઝામ બાદ હું તમને કોન્ટેક્ટ્સ કરીશ.'
 
સ્તવનને હવે પોતાની નાદાનીયત ઉપર અફસોસ વ્યક્ત થતો હતો અને તે પોતાને ભુલો વિચારી રહ્યો હતો. તે ભીની આંખે અજીતરાયના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લે છે. અને અજીતરાય તેને પકડીને ગળે ભેટી પડે છે. ખુશીનુ વાતાવરણ હરખના આંસુથી મહેકે તે પહેલાજ દર્શના બહેન બન્ને ને રસોડા માંથી બુમ પાડીને કહે છે કે ચલો હવે બાકીની વાતો પછી કરજો અને બાપ બેટાનું સ્નેહસંમેલન પુરુ થયું હોય તો જમવા આવી જાઓ. ખાવાનુ ઠંડુ થાય છે. આજે ખરી રીતે બાપ-બેટાનું મિલન થાય છે અને વિચારો વચ્ચેની ભેદરેખા ઓગળી જાય છે.
 
યોગેન્દુ જોષી : ૧૪/૦૮/૨૦૧૦

કાગળહોડી...

(મારી એક જુની કવિતા)
 
અમને બાતમી મળી છે,
ક્યાંક વાદળી વરસી છે.
ધીરેથી ડગ માંડ હૈયા,
ધરા પ્રેમની લપટી છે.
ભીંજાયેલ છે ચુનરી એની,
સુવાસ મીઠી પ્રસરી છે.
કુણો ટહુકો મધુવને ગાજ્યો,
થડે લતાને ઝકડી છે.
દાદૂરી સુરીલુ આમંત્રણ,
મહેફિલ ગઝલથી મહેકી છે.
હવે કાવ્ય ના લખ યોગ,
એણે કાગળહોડી ધકેલી છે.
 
યોગેન્દુ જોષી : ૦૩/૦૫/૨૦૦૨

Friday, August 13, 2010

પ્રેમ... (નાની કવિતા)

પ્રેમ પામવા ઘણું ભટક્યો
પણ એકાદ અશ્રુ બુંદ સીંચી હોત
તો આજે મારી પાસે
પ્રેમ તણું ઉપવન હોત.
 
યોગેન્દુ જોષી : ૧૩/૦૮/૨૦૧૦

કલમ શાહી રોતી રહી...

શબ્દો થમ્યા, કલમ શાહી રોતી રહી,
વિરહ તાપે અગન યાદી ધોતી રહી.
 
એ સ્વપ્ના મારા પ્રેમના તુટ્યા અને,
ખુલ્લી આંખે નજર મારી જોતી રહી.
 
યોગેન્દુ જોષી : ૧૩/૦૮/૨૦૧૦

ઝાકળ-પત્થર... (હાઈકુ)

ઝાકળ બુંદ
પત્થરે પડી બોલી
હું વેડફાઈ.
 
કોણ લખશે
પત્થર બુંદ કાવ્ય
અર્થ બનાઈ?
 
પત્થર બોલ્યો
દુખ મને પણ છે
તોયે ક્યાં રડ્યો?
 
બસ તુ આવી
તો જમાનાને પીડા
એ સમજાઈ.
 
યોગેન્દુ જોષી : ૧૩/૦૮/૨૦૧૦

Friday, August 6, 2010

મુકી જવાનો...

બાકી રહેલી આસ મુકી જવાનો,
થોડી ઘણી સુવાસ મુકી જવાનો.
 
જ્યાં હું રહેતો તે ગલી, તે મકાન,
 તે ઘર ફળીયે શ્વાસ મુકી જવાનો.
 
મિત્રો સગાઓના દિલોમાં રહીને,
યાદો તણો સહવાસ મુકી જવાનો.
 
ચાહત તમારી યોગ નાકામ છે પણ,
મીઠી નજર હું ખાસ મુકી જવાનો.
 
યોગેન્દુ જોષી : ૦૬/૦૮/૨૦૧૦

રાખડી... (નાની કવિતા)

વરસાદી વાદળો વચ્ચે
સૂર્ય કિરણ નીકળી
પ્રુથ્વીને ઈન્દ્રધનુષી
રાખડી બાંધવા.
 
યોગેન્દુ જોષી : ૦૬/૦૮/૨૦૧૦

पिताजीकी तसवीर...

पिताजीकी तसवीर से
धूल हटाकर देखा
तो तसवीरको
आईने सा पाया
 
तसवीर से पिताजी
मुस्कुराकर बोले
आज में कुछ
साफ़ देख पाया.
 
योगेन्दु जोषी : ०६/०८/२०१०

Wednesday, August 4, 2010

આઝાદ છું... (હાઈકુ)

હું આઝાદ છું
ક્યાંથી કેવીરીતે
તમે કહેશો?
 
ભ્રસ્ટ નેતાની
ધર્મ રાજનીતીથી
શું આઝાદ છું?
 
સંગ્રહખોરી
ભાવોના વધારાથી
શું આઝાદ છું?
 
ગંદી રમતો
આંધળા કાનુન થી
શું આઝાદ છું?
 
પ્રાંતવાદથી
સત્તાની લાલસાથી
શું આઝાદ છું?
 
બસ આ જ છે
થોડા મારા સવાલો
જવાબ દેજો?
 
અને ઉજવો
સ્વતંત્રતા દિવસ
આઝાદી માટે...
 
યોગેન્દુ જોષી : ૦૪/૦૮/૨૦૧૦

Saturday, July 31, 2010

માનસિક બીમાર... (વાર્તા)

પ્રસન્ન પંડ્યા ઉર્ફે પીપી આજે ખુશખુશાલ મુદ્રા માં પોતાનુ એન્ટાઈઝર બાઈક લઈને ઓફીસનો પહેલો દિવસ જોઈન કરવા જઈ રહ્યો છે. પોતાનુ બાઈક પાર્ક કરી, ઘડીયારના કાંટા તરફ નજર નાંખી ઓફીસ તરફ પ્રયાણ કરે છે. લાઈટ આસમાની શર્ટ, બ્લેક ફોર્મલ ટ્રાઉઝર, પાર્ટી શુઝમાં સજ્જ, દિલમાં નવી ઉમંગો સાથે બાઈકની ચાવી ઘુમાવતો ઓફીસમાં દાખલ થાય છે. સહુ કોઈની નજર તેની પર મંડરાય છે. છ ફુટ હાઈટ, એથલેટીક બોડી, કર્લી વાળ, ફ્રેન્ચ કટ દાઢી, આખી ઓફીસને સુગંધથી ભરીદે તેવુ પર્ફ્યુમ, ઓફીસમાં એન્ટર થતાની સાથેજ સી લેન્ડ એક્ષપોર્ટર્સ ઓફીસનો આખો સ્ટાફ માત્ર આશ્ચર્યચકિત થઈને તેને તાકી રહે છે. સ્ટાઈલીશ લૂક હોવા છતા તેના ચહેરા પણ ભોળપણ સાફ ઝલકી ઉઠે છે. જાણેકે બોલીવૂડનો કોઈ હીરો આવી રહ્યો હોય તેમ બધા અનુભવી રહ્યા હતા. ઓફીસમાં આવીને તરતજ રીસેપ્શન ટેબલ પર રહેલ જુલીને આવીને કહે છે 'હાય, આઈ એમ ન્યુ જોઈની પ્રસન્ન પંડ્યા, આઈ વુડ લાઈક ટુ મીટ મિસ્ટર પટેલ એમ.ડી. ઓફ ધીસ કંપની.'
 
'પ્લીઝ વેઈટ, આઈ વીલ ઈન્ફોર્મ મિસ્ટર પટેલ.' જુલીએ ફોન પકડતા કહ્યું. 
થોડીવાર સુંધી પીપી રિસેપ્શન પર પડેલા મેગેઝિનોના પાના ફેરવતો રહ્યો ત્યાંજ 'મિસ્ટર પ્રસન્ન, પ્લીઝ ટેક અ લેફ્ટ ફ્રોમ હીયર, મિસ્ટર પટેલ ઇઝ વેઈટિંગ ફોર યુ.' જુલીના કહેવાની સાથેજ પ્રસન્ન થેન્કસ કહી પહોંચ્યો મિસ્ટર પટેલની કેબીનમાં.
 
'મેય આઈ કમ ઈન સર.'
'હેલ્લો યંગમેન, યુ આર વેલકમ ઇન અવર ઓર્ગેનાઈજેશન, ટેક યોર સીટ.'
'થેન્ક યુ સર.'
'મિસ્ટર પ્રસન્ન ટેક યોર ચાર્જ એસ અ ફાઈનાન્સ ઓફીસર એન્ડ યુ વીલ આસીસ્ટ ટુ આસ્થા ઝવેરી.' અને મિસ્ટર પટેલે ફોન ઘુમાવતા જુલીને કહ્યું 'જુલી પ્લીઝ કમ ઇન સાઈડ એન્ડ ગાઈડ મિસ્ટર પ્રસન્ન ટુ હીઝ સીટ, હી વીલ આસીસ્ટ આસ્થા ઝવેરી.'
'ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર વીથ અવર કંપની, આસ્થા ઝવેરી ઇઝ અ ફાઈનાન્સ મેનેજર ઓફ અવર કંપની.' મિસ્ટર પટેલનુ વાક્ય પુરૂ થતાજ જુલી કેબીનમાં દાખલ થાય છે અને પ્રસન્ન મિસ્ટર પટેલને શેક હેન્ડ કરી જુલી ગાઈડ કરે તેમ પોતાની સીટ તરફ પ્રયાણ કરે છે.
 
'મિસ્ટર પ્રસન્ન શી ઇઝ આસ્થા ઝવેરી એન્ડ મેમ હે ઇઝ મિસ્ટર પ્રસન્ન, યોર ન્યુ આસીસ્ટન્ટ. નાવ આઈ શુડ લીવ, પ્લીઝ ટેક યોર ચાર્જ.' જુલીએ બન્નેની ફોર્મલ મુલાકાત કરાવતા કહ્યું.
 
'ગુડ મોર્નીંગ મિસ્ટર પ્રસન્ન, સો યુ આર બી.કોમ ગ્રેડ્જ્યુએટ એન્ડ ડુઈંગ યોર એમ.બી.એ.' આસ્થા ઝવેરી એ ફોર્માલીટી માંથી બહાર આવી સીધા કામની વાત શરૂ કરી. ત્યારબાદ લગભગ અડધો કલાક જેવુ બન્ને જણાએ કંપની અને તેના રોકાણો, કામની વાત કરી, પ્રસન્ન શાંત બનીને આસ્થા ઝવેરીની વાત સાંભળી પણ રહ્યો છે અને તેમના તરફ જોઈ પણ રહ્યો છે.
 
હવે પ્રસન્ન તેમની કેબીનની બહાર આવી પોતાની જગ્યા પર બેસે છે ત્યારે આજુ બાજુનો સ્ટાફ તેમના તરફ અજીબ રીતે જોઈ રહ્યો હોય તેવો ભાસ તેમને લાગે છે. સહુ સાથે પરીચય આપવા લેવાની શરૂઆત કરે છે. તેની ડાબી બાજુ બેઠા છે મિશ્રાજી, તેમની બાજુમાં અપર્ણામેમ, સામેની તરફ રુચિકા પાંડે, રાહિલ સોની અને પોતાની જમણી બાજુ ઉંમરલાયક બુઝુર્ગ જેવા દિવાનકાકા. અને દિવાનકાકા ના ટેબલને અડીને ગ્લાસ કેબીન એટલે આસ્થા ઝવેરી. અને ગ્લાસ કેબીન માંથી પોતાના ડીપાર્ટમેન્ટની ખબર રાખતા નજરે ચઢે છે. 
 
પ્રસન્ન માત્ર એકજ મહીનામાં સ્ટાફનો ચહીતો બની જાય છે, તેની કામ કરવાની સુઝ બુઝ દરેક ને તેના પ્રત્યે આકર્ષે છે તો તેનો સ્ટાઈલીશ લૂક સ્ત્રીવર્ગ માં ચર્ચાનો વિષય બને છે. અને તેના આગમનથી ઓફીસનુ વાતાવરણ રંગીન બની જાય છે. સમૂહ નાસ્તા પાર્ટી, હંસી મજાકથી ઓફીસ જીવંત બની જાય છે. પણ પ્રસન્ન એક વાત ચોક્કસ નોટિસ કરે છે કે આસ્થામેમ ક્યારેય કામ થી વધારે વાત કરતા નથી. આ ઉપરાંત એ પણ નોટિસ કરે છે કે ત્રીસેક જેવી ઉંમર હોવા છતા તેમના ગળામાં મંગળસૂત્ર, હાથમાં બંગડી, માથામાં સિંદૂર એવુ કશુંજ નથી. ઈવન તેઓને ક્યારેય ફેન્સી પંજાબી, જીન્સ-કુર્તા માં જોયાજ નથી. માત્ર સિમ્પલ સિલ્ક કે કોટન સાડી, ઓલ્ડ ફેશન્ડ પોણીયો બ્લાઉઝ તેમનો પહેરવેશ, માથામાં એક ઝીણી બીંદી સાડીને અનુરૂપ, જમણા હાથ માં એ.કે. લખેલુ બ્રેસલેટ, જમણા હાથે રીસ્ટ વોચ, ગળામાં સોનાની પાતળી ચેઈન અને એ.કે. લખેલુ ડાયમંડ પેન્ડલ. આવા સામાન્ય પહેરવેશમાં પણ તેમનુ રૂપ સુસ્મિતા સેન ને પણ આંટી જાય તેવુ લાગતુ અને તેમના કર્લી વાળ ઇન્દિરા ગાંધી સ્ટાઈલ ના. આવું વ્યક્તિત્વ છતા તેમના વિશે ઓફીસ માં કોઈના મોઢે ક્યારેય કોઈ વખાણ કે નિંદા સાંભળી ન હોતી. પણ એક વાત ચોક્કસ લાગતી કે બધા તેમના થી ડરી ને રહેતા. તેમના ઓફીસ માં પગ મુકવા થી માંડી ને ઓફીસ છુટવા સુધી બધા મજાક મશ્કરી કરતા પહેલા તેમની કેબીન તરફ સાવચેતી રૂપે નજર જરૂર થી ફેરવી લેતા. ખાસ કરીને પુરૂષવર્ગ તો એટલી સાવચેતી રાખતો કે કામ સિવાય બને ત્યાં સુધી તેમની કેબીન તરફ નજર પણ નાંખતો નહતો. આથીજ કદાચ પ્રસન્નને આસ્થા વિષે જાણવાની તમન્ના જાગી અને એકવાર ઓફીસ અવર બાદ રાહિલ જોડે વાત શરૂ કરી.
'યાર રાહિલ, આપણા આસ્થામેમ કઈ માટીના બનેલા છે, કો'કની બર્થડે પાર્ટી માં પણ કેબીન ની બહાર આવી ક્યારેય કોઈ ને વિશ કરતા નથી, તેઓ પરણેલા છે કે કુંવારા?' પ્રસન્ને પોતાની સ્ટાઈલમાં જાસૂસી ચાલુ કરી.
'પીપી જોજે પણ કોઈને ક્યારેય આવુ પુછતો, તને હજુ ઓફીસમાં આવે મહીનો થયો છે એટલે તને આસ્થામેમના કરતૂતો ની ખબર નથી.' રાહિલે ધીરગંભીર સ્વરે કહ્યું.
'આસ્થામેમ ના કરતૂતો, તુ કહેવા શું માંગે છે, મને કહે તો મને પણ ખબર પડે, આમેય હું  ઓફીસ સ્ટાફને એક ઘરના સભ્યની જેમજ માનુ છું. દિવસના લગભગ દસ કલાક સાથે રહેતા હોઈએ અને કો'ક ના વિષે થોડુઘણુ જાણીયે તો મુસીબત સમય મદદ થઈ શકે અથવાતો મદદ માંગી પણ શકાય એટલે પુછુ છુ.'
'સાંભળ પીપી, શી ઇઝ અ બીચ, માનસિક બીમારીથી પીડિત છે. તે આપણી કંપનીના સ્વ. કથન ઝવેરીની વિધવા.'
'વોટ આર યુ સેયીંગ? આર યુ ગોન મેડ? આ શક્યજ નથી, જ્યાં સુધી હું તેમની જોડે કામ કરતો હોઉ ત્યારે મને ક્યારેય લાગ્યું નથી કે તે કોઈ માનસિક બીમારી થી પીડિત છે. તેમનુ વિધવા હોવુ સાચુ લાગે છે, કેમકે ક્યારેય તેમને કોઈ પરણીતા પહેરે તેવા કપડા માં જોયા નથી.'
'યસ પીપી, વોટ આઈ એમ સેયીંગ ઇસ નથીંગ બટ અ બ્લડી ટ્રુથ. અને જો તારે કન્ફર્મ કરવું હોયતો ઓફીસના કોઈ પણ વ્યક્તિને પુછી શકે છે. તેમનાજ કારણે પચાસ વરસ કાદરી સાહેબને બીજી બ્રાન્ચમાં શિફ્ટ કરવા પડ્યા હતા. પોલીસ કેસ, કોર્ટ કચેરીના ચક્કરો અરે આપણા પટેલ સાહેબ તેમની કંપનીની ઇમેજ બચાવવા બહુ મથ્યા હતા તે વખતે પણ આ બાઈ ટસ ની મસ ના થઈ અને કોર્ટ નોટિસ આપેલી.'
'રાહિલ શું કહી રહ્યો છે. વિગતે જણાવ.'
'ઓકે પીપી તો સાંભળ, આજથી વરસ પહેલા મિસ્ટર કથન ઝવેરીનું હાર્ટ એટેક માં અવસાન થયું તો મિસ્ટર પટેલે એક કંપનીના માલિક તરીકે તેમની વિધવા આસ્થા ઝવેરીને નોકરી આપી. તે ભણેલી હતી અને મિસ્ટર પટેલના બીઝનસને આગળ વધારવા માં મિસ્ટર કથન માસ્ટર માઈન્ડ હતા. આથી મિસ્ટર પટેલ તે વખતે લાગણીમાં તણાયા અને આસ્થા ઝવેરીને તેમના પતિની જગ્યાએ નોકરી આપેલી. શરૂઆતમાં કંપનીનું કામ શીખે નહી ત્યાં સુધી તેમના હેડ કાદરી સાહેબ હતા. કાદરી સાહેબ પચાસ વરસની ઉંમરના, રમૂજી, નાના જોડે નાના અને મોટા જોડે મોટા એવા ખાનદાની મુસલમાન. તે વખતે ઓફીસમાં સ્ત્રી સ્ટાફ માં માત્ર જુલી અને આ નવા આસ્થા ઝવેરી હતા. તે વખતે તો જે રંગીન વાતાવરણ રહેતુ, કે તુ તો શું રંગીનિયત ફેલાવે છે? આખો સ્ટાફ તે વખતે કામ જોડે એટલી ધમાલ કરતો કે ન પુછો વાત. પણ એક દિવસ એવો કિસ્સો બની ગયો કે આ કંપનીના દરવાજે પોલીસ આવી, પેલી બીચ અને કાદરી સાહેબ વચ્ચે કેસ થયો અને બિચારા મિસ્ટર પટેલ કંઈ કરી ના શક્યા.'
'યાર રાહિલ જે કહેવુ હોય તે ફટાફટ કહે વાત ને અધ્યાહાર ના મુક.'
'પીપી તુ તો ભારે ઉતાવળો, મને શ્વાસ તો લેવા દે. સાંભળ વાત કંઈક એવી બની હતી કાદરી સાહેબે આ બીચ ને એકવાર રંગે હાથ લાખોની હેરફેર કરતા પકડ્યા હતા. તે દિવસે ઓફીસમાં માત્ર કાદરી સાહેબ અને આસ્થા બન્ને કોઈ અગત્યના કારણોસર મિસ્ટર પટેલના કહેવાથી રોકાયા હતા. અને કાદરી સાહેબે તે દિવસે આ બીચ ને રંગે હાથ પકડી તો આ માથાભારે બાઈએ કાદરી સાહેબને ધારદાર સળિયા વડે માર્યા અને જાતેજ પોલીસ બોલાવી રેપ અટેમ્પ્ટનો કેસ કાદરી સાહેબ પર નાંખી દીધો.'
'ગજબની બાઈ છે. પછી શું થયું?' પ્રસન્નના ચહેરા પર પ્રસન્નતા ગાયબ જોવા મળી.
'પછી શું થાય, સામ સામે કેસ થયા, બટ યુ નો અવર લો, તે હંમેશા સ્ત્રીના પક્ષ માંજ ઉભો હોય છે. તે એક વખત કહી દે કે  રેપ અટેમ્પ્ટ થયો હતો તો કોઈ પણ સાક્ષી ની ક્યાં જરૂર રહે છે. અને કાદરી સાહેબની દલિલ તો કોઈ એ સાંભળી પણ નહી અને તેમને જેલ ભેગા થવુ પડ્યું. પછી આપણા મિસ્ટર પટેલ વચ્ચે પડ્યા આ બીચની કેટલીય શરતો માની અને કાદરી સાહેબને છોડાવ્યા.'
'શરતો?'
'યસ પીપી, શરતો. જેમકે ઓફીસમાં સ્ત્રીવર્ગની ભરતી વધારવી, ઠઠ્ઠા મશ્કરી બંધ, કોઈ પણ સ્ત્રી ઓફીસમાં એક્ષ્ટ્રા અવર માં કામ નહી કરે. અને જો કોઈ સ્ત્રી સ્ટાફ કોઈપણ પુરૂષ કર્મચારી પર છેડતી નો આરોપ લગાવે તો તેની તાત્કાલિક હકાલપટ્ટી, પોતાની કેબીન, મોટો મસ પગાર, કંપની માં પાંચ ટકા નો સ્ટેક. આ બીચ એટલી સ્માર્ટ નીકળી કે તેણે આખી ઓફીસ પોતાના હવાલે લઈ લીધી. કાદરી સાહેબ ને છોડાવીને લાવ્યા પછી, મિસ્ટર પટેલે આખા સ્ટાફને બોલાવ્યો હતો અને જણાવ્યું હતુ કે શી ઇઝ અ પેશન્ટ ઓફ ઈન્ટરમીટન્ટ એક્ષપ્લોસિવ ડીસઓર્ડર. અને એટલેજ તેણીએ કાદરી સાહેબ ને સળિયાથી માર્યા હતા. તો બધા સ્ટાફને નમ્ર વિનંતી છે કે આસ્થા જોડે કામ કરે ત્યારે ખાસ કાળજી રાખે. મને આજે પણ આપણા મિસ્ટર પટેલ ને દાદ દેવાનું મન થાય છે કે તેમના એક સફળ કર્મચારીની પત્ની ને સાચવવા આખા સ્ટાફને તેમણે વિનંતી કરવી પડે છે.'
'યાર રાહિલ, ધીસ ઇઝ ટુ મચ. થેન્ક્સ તે મને આ બધુ કહ્યું, હવે થી હું પણ ધ્યાન રાખીશ.'
'ધેટ્સ બેટર, પીપી, ચલ સી યા, કાલે મળીયે.'
 
પ્રસન્ન ઘરે પહોંચ્યો પણ તેના મગજ માં રાહિલે કહેલી વાતોજ ઘેરાયેલી હતી. તે દિલથી માનવા તૈયાર નહોતો કે એક સ્ત્રી આટલી હદે નીચે જઈ શકે છે. તેને હવે સ્ત્રીને ફાયદો કરાવતા કાયદા પર ગુસ્સો આવતો હતો. તે મન માં બબડ્યો 'કાયદો સારા કામ માટે બનાવ્યો છે પણ આજકાલની સ્ત્રીઓ તેનો ઉપયોગ માત્ર સફળતાની સીડી તરીકે કરે છે. આજે પુરૂષની કોઈ વેલ્યુજ નથી. સ્ત્રીને બચાવવા હજારો કાયદાઓ, માનવતાવાદી સંસ્થાઓ દોડી જાય છે અને કાદરી સાહેબ જેવા નેક માણસને જેલ જવું પડે છે. શેમ ઓન ધ બ્લડી કોનસ્ટીટ્યુશન.' પ્રસન્નના મગજના આવા તરંગો પુરા થયા કે તરતજ તેનુ દિલ કહેવા માંડ્યું કે 'વાત હજમ નથી થતી. સિક્કાની એકજ બાજુ જાણીને કોઈ તારણ ના કઢાય, સિક્કાની બન્ને બાજુ જોવી પડે. હવે પ્રશ્ન એ છે કે આસ્થાને પુછવું કેવી રીતે? સચ્ચાઈતો જાણવીજ રહી. ભલે આખો સ્ટાફ એક તરફી બયાન આપતો હોય પણ બીજી બાજુની વાત હું જાણીનેજ ઝંપીશ.'
 
***
 
પ્રસન્ન પાસે બે રસ્તા હતા એક તો એ ડાયરેક્ટ આસ્થામેમ જોડે વાત કરે અથવા તો સ્ટાફમાં જુલી કે મિસ્ટર પટેલ જોડે. તેને બીજો ઓપ્શન વધારે પસંદ પડ્યો અને તેમા પણ જુલી જોડે વાત કરવામાં વાંધો નહી આવે એવો મન માં નિશ્ચય કર્યો. બીજાજ દિવસે તેણે લંચ સમયે જુલીને ટેબલ પર એકલી જોઈ અને પ્રસન્ન પહોંચી ગયો જુલી પાસે.
'હાય, જુલી, વાય આર યુ અલોન ટુડે, વ્હેર આર ધ અધર ગર્લ્સ?'
'હાય, પીપી, આઈ થિંક ટુડે આઈ એમ લીટલ લેટ સો ઓલ ધ ગર્લ્સ મસ્ટ હેવ ફીનીશ્ડ ધેયર લંચ. કમ જોઈન મી. મને આમેય એકલુ જમવુ નથી ગમતુ અને તારી કંપની હોયતો જલ્સાજ જલ્સા, બટ ડોન્ટ મેક મી લાફ સો મચ અધરવાઇસ આઇ મેય વોમિટ ફૂડ.'
બસ પ્રસન્નને જોઈતુ મળી ગયું. જુલીની સામે પોતાનુ ટિફિન લઈ ગોઠવાઈ ગયો. અને વાત કેવીરીતે શરૂ કરવી તેના વિચારોમાં લાગી ગયો.
'પીપી, આરે યુ વિથ મી ઓર ઇન અધર થોટ?'
'અરે હું અહીંયાજ છુ, બસ થોડો વિચાર આવ્યો એટલે...'
'શેનો વિચાર?'
'જુલી ટેલમી ઓનેસ્ટલી યોર વ્યુ અબાઊટ આસ્થામેમ.'
'ઓકે તો તને પણ સ્ટાફ તરફથી બકવાસ સમાચાર મળી ગયા એમ ને. તને શું લાગે છે કોઈ સ્ત્રી ક્યારેય આવુ કરી શકે?'
'મને નથી લાગતુ, પણ...'
'તને ખબર છે આખા સ્ટાફે કાદરી જેવા લંપટની વાતો પર ભરોસો કર્યો છે, કોઈએ ક્યારેય સચ્ચાઈ જાણવાનો પ્રયત્ન નથી કર્યો, તારે શું કામ જાણવુ છે? વ્હોટ ઇસ ઇન યોર માઈન્ડ?'
'જુલી સાચુ કહું તો હું આસ્થામેમ ની ખુબ ઇજ્જત કરું છું, તેમની પાસે ફાઈનાન્સની ગજબની પકડ છે અને તેમનો નેચર અને મારા પ્રત્યેનો વ્યવહાર બધુંજ સારુ છે. તે મને ક્યારેય માનસિક બીમાર નથી લાગ્યા, પણ લોકોના મોઢે જે વાત છે તેના પરથી મને નફરત કરવાનુ મન થાય છે.'
'બૂલ શીટ, તુ કયા લોકોની વાત કરે છે? એ લોકો જેમને કશીજ ખબર નથી બસ એક સ્ત્રીને નીચી પાડવી, તેની પ્રગતિ જોઈ નિ:સાસા નાંખવા તેવા લંપટ પુરૂષોની. હું તો તને એક સારો માણસ માનતી હતી, પણ તુ પણ તેમાનોજ નીકળ્યો.'
'જુલી, પ્લીઝ ડોન્ટ મીસઅન્ડરસ્ટેન્ડ મી, જો એવું હોત તો આજે મે તને પુછવાની હિંમત ના કરી હોત, હું પણ તેમના ભેગો જોડાઈ ગયો હોત. મારે સચ્ચાઈ જાણવી છે પણ આના માટે બહાર મળીએ. લેટ્સ હેવ અ કોફી આફ્ટર ઓફીસ અવર્સ એન્ડ ક્લીયર માય ડાઉટ્સ.'
'ઓકે પીપી, આમેય આ વાત હું તને અહીંયા નહી કરી શકું.'
'થેન્ક્સ જુલી, બાય ધ વે, યુ આર લૂકીંગ ગ્રેટ. સીધા શબ્દો માં કહું તો તુ મને ગમે છે. મે તારી પણ આંખો વાંચી છે.'
'હેય પીપી, નથીંગ લાઇક ધેટ વ્હોટ યુ આર થીંકીંગ, બી ઇન અ લીમીટ. કોફી પીવા બોલાવવાની ચાલ તો નથી ને?'
'જુલી, પ્લીઝ, હું તને એવો લાગુ છું, આ તો મે એટલા માટે કીધું કે મને ગમશે જો આપણે થોડા સીરીયસલી આપણા વિષે વિચારીયે તો અને ખોટુંય શું છે, મને તુ ગમે છે અને મે ક્યારેય તારી જોડે કે કોઈ અણછાજતી હરકત તો કરી નથી. મને તુ લાળ ટપકાવતા પુરૂષોમાં ના ગણીશ અને વિચાર કરીને છુટતા પહેલા કહેજે તોજ કોફી, નહી તો રામ રામ.'
 
પ્રસન્ન બેફિકરા અંદાઝ માં બોલી ગયો અને જુલી તેના આ અંદાઝ ને નજરેઅંદાઝ ના કરી શકી. આમેય જુલીને પ્રસન્ન ગમતો હતો અને જ્યારે તેણે આસ્થામેમ વિષે વાત છેડી ત્યારે તે થોડી જેલસ ફીલ પણ થઈ હતી. અને ચહેરાના હાવ ભાવ કહી આપતા હતાકે તને આસ્થામેમ વિષે જાણવામાં રસ છે, મારા માં નહી. અને પ્રસન્ને પણ તે ભાવ વાંચી કાઢ્યા હતા જ્યારે જુલી તેને પુછી રહી હતી 'તારે શું કામ જાણવુ છે? વ્હોટ ઇસ ઇન યોર માઈન્ડ?' આ બાજુ પ્રસન્ન પણ વિચારતો હતો સારુ કર્યું જુલીને સીધુ પુછી લીધુ, મને તો ક્યારનીય ખબર છે કે હું તને ગમુ છું, પણ તમે છોકરીઓ હંમેશા પુરૂષોને પહેલા ઉલ્લુ બનાવો છો અને પછી માની જાઓ છો. હવે પછીના ચાર કલાક બન્ને જણા કોફી હાઉસ ના વિચારો માં ખોવાઈ ગયા.
 
***
 
ઓફીસ અવર્સ પુરા થયા અને પ્રસન્ન નો ઇંતઝાર પણ. તે સીધો દોડી ગયો જુલી પાસે 'કોફી હાઉસ ઓર ટુવર્ડ્સ યોર હાઉસ?'
'પીપી જો મારે તને પેલી વાત ન કરવા ની હોતતો આઈ વીલ પ્રીફર સેકન્ડ ઓપ્શન.' જુલીએ પોતાના મન પર કંટ્રોલ રાખીને વાત કરી પણ તેની આંખો બોલી ગયી અને પ્રસન્ન, પ્રસન્ન થતો મલકાઈને બોલ્યો 'વ્હોટએવર, ઘણાં વખત પછી કોઈ છોકરી જોડે કોફી પીશ.'
'વ્હોટ ડુ યુ મીન, ચલ હું નથી આવતી, એક તો હા પાડી અને તુ અહીંથીજ શરૂ થઈ ગયો.'
'જસ્ટ જોકીંગ જુલી, તને તો ખબર છે હું વાતનો પીછો છોડતો નથી અને આજે તો હકીકત જાણવીજ રહી. બાય ધ વે, હું તને માત્ર બે કપ કોફી પીવડાવી શકીશ, યુ નો મન્થ એન્ડ.' પ્રસન્ન સ્ટાઇલીશ રોમેન્ટિક અંદાઝ સાથે સાથે પોતાની કડકી પણ બયાન કરી ગયો.
'આઈ વીલ ટેક કોફી એન્ડ અ કેક, ઇફ યુ આર અગ્રી ધેન...' જુલી પણ મજાકના મુડમાં આવી ગઈ. આખરે દિલ પર ક્યાં સુધી કંટ્રોલ રાખે અને તે પણ પ્રસન્ન જેવા વાચાળ અને વાતો વાતો મા ભલ ભલાને પોતાની બોટલ માં ઉતારી દેનાર હેન્ડ્સમ સામે.
 
જુલી પ્રસન્નના એન્ટાઇઝર બાઇકની પાછળની સીટ પર ગોઠવાઇ ગઈ અને પ્રસન્ન મસ્તી માં રોમેન્ટિક ગીતો ગાતો ઉપડ્યો કોફી ડે તરફ. પ્રસન્ને ક્યારેય જુલીને બાઈક પાછળ બેસાડી ગેરફાયદો ઉઠાવ્યો નહતો તે જુલીએ પણ નોટિસ કર્યું. અને જુલી થોડીક સીરીયસલી વિચારવા લાગી.
 
'વેક અપ જુલી, કોફી શોપ આવી ગઈ છે. મારા વિચારોમાં તો નથી ખોવાઈને?'
'શટ અપ પીપી, હું તો વિચારતી હતી કે આસ્થામેમ ની વાત ક્યાંથી શરૂ કરું.'
'ડોન્ટ ફુલ મી, મને ખબર છે તુ મારા વિષેજ વિચારી રહી હતી, તારે ના માનવું હોયતો ઇટ્સ ઓકે.'
નાનકડી મજાક મસ્તી કરતા બન્ને જણા ખુણાના એક કોફી ટેબલ પર બેઠા અને કોફી પ્લસ કેકનો ઓર્ડર પણ આપાઈ ગયો.
'સીરીયસલી, હવે મને કહેકે વાત શું હતી, એક સન્નારી પર આટલા બધા આરોપ, આટલી બધી મનઘડત વાતો. આગ વગર ધુમાડો ના હોય. ટેલ મી.'
'આગ વગર ધુમાડો પણ બની શકે છે. તને એવુ જાણવા મળ્યું હશે કે કાદરી સાહેબ દૂધ ના ધોવાયેલા છે, પણ ના તે સત્ય નથી. તે દિવસે કાદરી સાહેબે લૂચ્ચાઈની હદ પાર કરી હતી. તેમની નજર બહુજ ખરાબ હતી. તે વખતે ઓફીસ સ્ટાફમાં અમે બે લેડીઝ હતા અને અમને બન્નેને તેમની ખરાબ નજરનો અનુભવ હતો. તે રાતે કાદરી સાહેબે કામના બહાને આસ્થામેમ ને પોતાની કેબીનમાં બોલાવ્યા અને કેબીન અંદરથી બંધ કરી આસ્થામેમ ને પોતાના તાબે થવા કહ્યું. અને દુસ્સાશનની જેમ તેમના વસ્ત્રોનુ ચીર હરણ શરૂ કર્યું. આસ્થામેમે તેમનો પ્રતિકાર કર્યો અને તેમના હાથમાં સળિયો આવ્યો જે તેમણે કાદરી સાહેબને માર્યો અને તેમની કેબીનનો કાચ તોડી બહાર ભાગી છુટ્યા. ત્યારબાદ તેમણે પોલીસને અને મિસ્ટર પટેલને ફોન કરી ઓફીસ બોલાવ્યા. પણ કાદરી સાહેબતો તે વખતે ત્યાંથી ભાગી છુટ્યા હતા.'
'ઓકે, પણ પૈસા ચોરીની વાત અને શરતો એ બધુ શું છે?' કોફીનો સીપ લેતા પ્રસન્ન બોલ્યો.
'આસ્થામેમે સઘરી હકીકત મિસ્ટર પટેલ અને પોલીસને બયાન કરી તો પેલા કાદરી સાહેબે દિમાગ લગાવીને કંપનીની કેશ તેમના ઘરે સંતાડી અને પોલીસ ચોકી પર હાજર થઈને આસ્થામેમ વિરુધ્ધ ઉંધો કેસ નાંખ્યો કે તેમના ઘરે ઓફીસ કેશ કેવીરીતે પહોંચી તેની પૂછપરછ કરતો હતો ત્યારે તેમણે મને માર્યો અને મારી નાંખવાની ધમકી આપી.'
'જુલી હેવ અ સીપ, તારી કોફી ઠંડી થાય છે અને કેક મેલ્ટ.'
'ડોન્ટવરી મને ઠંડી કોફી પીવાની આદત છે.'
'અચ્છા, હવે એ કહે કે સચ્ચાઈ કેવીરીતે સાબિત થઈ?'
'એના માટે આસ્થામેમ ના બ્રેઈનની દાદ દેવી પડે. કાદરી સાહેબ જ્યારે કેબીનની કડી લગાવતા હતા ત્યારે તેમને તેમના મોબાઈલનો કેમેરો ઓન કરી દીધો જેથી આખો ઘટનાક્રમ ચહેરા અવાજ સાથે રેકોર્ડ થઈ ગયો. અને બીજી દાદ દેવી પડે મિસ્ટર પટેલની, તેમનાજ પ્લાન મુજબ રેકોર્ડ કરેલી ક્લીપ તેમણે કોર્ટમાં સહુથી છેલ્લે રજુ કરી, જેથી કાદરી સાહેબ નો બધો ગેમ પ્લાન ઓપન થઈ જાય અને તેમને બચવાનો કોઈ રસ્તો ન મળે.'
'ઇફ મિસ્ટર પટેલ ઇઝ સો મચ સપોર્ટિવ ધેન વાય કાદરી ઇઝ સ્ટીલ વર્કિંગ વીથ અવર કંપની?'
'કેમકે કાદરી સાહેબ અંદરખાને કંપનીનો ૨૦% સ્ટેક ધરાવે છે, હાલ તેઓ જેલની મુસાફરી કરીને બીજી બ્રાન્ચ પર બેસે છે. બટ ડોન્ટ વરી આસ્થામેમને કો'ક બેન્ક તરફથી ફાઈનાન્સ મળી જશે અને કાદરી સાહેબને તેમનો સ્ટેક આસ્થામેમને આપવો પડશે. આજ હતી એક માત્ર શરત અને કોર્ટનો આદેશ પણ.'
'જુલી પણ હજુ સુધી માનસિક બીમારી વાળી વાત આવી નથી. એ વળી નવું ચક્કર છે કે શું?'
'હા, એ ચક્કર પાછળનું બ્રેઈન છે મિસ્ટર પટેલ અને આસ્થામેમ. કેમકે એકવીસમી સદી માં પણ એક યુવાન, સુંદર, વિધવાનારી માટે જીવવુ અઘરું છે. માનસિક બીમારીતો આસ્થામેમ જેવા વિધવાની ઢાલ છે જે તેમને પુરૂષલક્ષી સમાજ માં પુરૂષોની ગંદી નજર સામે બચાવી શકે.'
'ઓકે ઓકે, આઈ સી, હવે સમજ્યો આસ્થામેમને ઈન્ટરમીટન્ટ એક્ષપ્લોસિવ ડીસઓર્ડર જેવી બીમારી છે તેમ બતાવ્યું જેથી તેમની સામે કોઈ અણછાજતુ વર્તન ના કરે. અને મે વાંચ્યું છે તે મુજબ આ બીમારી વાળી વ્યક્તિ માત્ર અમુક સ્થિતી કે અમુક સંજોગો માંજ વાયોલન્ટ બનતી હોય છે. ગ્રેટ, બીમારી પણ જબરદસ્ત શોધી કાઢી, જેથી કોઈ પણ તેમને સો ટકા માનસિક બીમાર કહી પણ ના શકે અને તે પોતાની સ્વતંત્રતા ભોગવી શકે. પણ જુલી મને એમ કહે કે આસ્થામેમને શું માનસિક બીમાર બનીને આખી જીંદગી કાઢવી પડશે?'
'પીપી આપણો સમાજ માનસિક બીમાર છે તે નહી સુધરે ત્યાં સુધી એક યુવાન સુંદર વિધવા માટે બીજો કોઈ વિકલ્પ નથી. કેમકે જો તે સામાન્ય બની ને રહે તો સમાજની નજરમાં એવી નોંધ લેવાય કે માથે થી છત જતુ રહ્યું પણ આને તો કંઈ પડીજ નથી, પુરૂષોને બગાડે છે. ગંદકી ભરેલી કટાક્ષ, શબ્દે શબ્દે લાળ ટપકાવતા પુરૂષો. એક વિધવા પોતાના પતિની યાદો ના સહારે કેવીરીતે જીવી શકે? અને કદાચ એટલેજ માનસિક બીમાર સમાજ માટે આસ્થામેમ ને માનસિક બીમાર બનવુ પડ્યું છે. હવે તુજ કહે માનસિક બીમાર કોણ છે અને ક્યાં સુંધી સુંદર યુવાન વિધવાઓ રીબાશે?'
'મારી પાસે કોઈ જવાબ નથી જુલી, અને કદાચ આપણા સમાજ પાસે પણ નહીં હોય. પણ ચોક્કસ મને આસ્થામેમને વંદન કરવાનુ મન થાય છે કે આવી વિકટ ઘડીમાં પણ તેમણે તેમની જાતને સાચવી રાખ્યા છે.'
 
પીપી અને જુલી બાકીનો સમય કોફી ટેબલ પર માત્ર મૌન બનીને કોફી અને કેક ખાઈ રહ્યા છે, પણ જેમ કોફીની સામે કેકની મીઠાશ મરી જાય છે તેમ સમાજ ની માનસિક બીમારી વાળી વાતો માં પોતાના રોમાન્સની મીઠાશ ઓસરી જાય છે.
 
'થેન્ક્સ ફોર ધ કોફી એન્ડ કેક.' જુલી એ મૌન તોડ્યું.
'માય પ્લેઝર, શેલ વી મુવ નાવ?'
 
જુલીએ પીપી ના ચહેરા પર વેદના વાંચી અને સમજી ગઈકે આ માણસ જો માત્ર આસ્થામેમ વિષે જાણવા માંગતો હોત તો એણે અડધી કોફી પછી તરતજ પ્રેમ અને પ્રપોઝની વાતો કરી હોત આમ દુખી થઈને, વ્યગ્ર ચહેરે ન બેઠો હોત. જુલી તેના બાઈકની પાછળ ગોઠવાઈ અને કહ્યું 'પીપી મને પણ તુ ગમે છે, પણ થોડો સમય જોઈશે, હજુ મારે તારી પાસેથી ઘણી કોફી પીવાની છે.' આટલુ બોલતાજ અનાયાસે જુલી તેના ખભા પર હાથ મુકે છે અને પીપી મન માં જુનુ જાણીતુ ગીત બબડે છે 'જુલી આઈ લવ યુ.'
 
યોગેન્દુ જોષી : ૩૧/૦૭/૨૦૧૦

A B C D... (જોડકણા)

A B C D
બાળકોની મીઠી બોલી
E F G H I
ભણવાની આ નવી સ્ટાઈલ
J K L M N
ચાલો બાળકો નીકાળો પેન
O P Q R S T
વચ્ચે કોણે મારી સીટી
U V W X Y Z
શાંતીથી લખો એ ટુ ઝેડ.
 
યોગેન્દુ જોષી : ૩૧/૦૭/૨૦૧૦

Thursday, July 29, 2010

इस देश की चोकलेट खानी है... (हास्य कविता)

एक विधायक महोदय अमरिका से वापस आये
साथ में थेले भर टोब्लर चोकलेट लाये
विधायकने अपनी बीबी से कहा
संभालकर रखना
पार्टी अध्यक्ष को देना है
बदलेमे अपने विस्तार का टिकट लेना है
दो दीन बाद पार्टी अध्यक्ष उस विधायक के घर आये
विधायक ने तोह्फे के तोर पर वोह चोकलेट मंगवाये
बीबीने किचन से लेकर अल्मारी तक ढुंढा
न मिले चोकलेट और न मिला रेपर का टुकडा
विधायककी बीबीने अपनी परेशानी सबके सामने सुनाई
विधायकने खडे खडे अपनी बीबीको एक थप्पड लगाई
तबही विधायकका लडका बोला
मत मारो मेरी अम्मी को बबाल हो जायेगा
आपको जो सवाल के जवाब चाहिये वोह मिल जायेगा
अब विधायक अपने लडके पर घूरके और बोले
लगता है सारे चोकलेट तुम ही खाये हो
पार्टी अध्यक्ष के सामने मेरा नाक कटवाते हो
तबही बेटा बोला चोकलेट मैने नही मेरे टेड्डी ने खाये है
विधायकजी उछले, टेड्डी चोकलेट कैसे खा सकता है
वोहतो निर्जीव है, वोह कंहा कुछ खा सकता है
तबही बेटा बोला
आपकी पार्टीके मंत्रीजी अगर गाय का घांस खा सकते है
तो एक विधायकके बेटे का टेड्डी चोकलेट भी तो खा सकता है
बस उतना सुनकर पार्टी अध्यक्ष दरवाजे तरफ चल दिये
विधायक अपनी झोली फेलाकर रो दिये
माफ़ करना बच्चा है, अक्ल का कच्चा है
आपको इससे बढिया तोहफा मिलेगा
बस टिकटमे मेरा ही नाम रहेगा
पार्टी अध्यक्ष हंस कर बोले टिकट तो तुम्हे ही देंगे
और आपके बेटे को पार्टी में शामिलभी करेंगे
क्युंकि अभी भी इस देश की जनता सो रही है
और बस सिस्टम को रो रही है
हमे भी पार्टी आगे बढानी है
और फिर एक विधायक के बेटे के टेड्डी को
इस देश की चोकलेट खानी है
और फिर एक विधायक के बेटे के टेड्डी को
इस देश की चोकलेट खानी है...
 
योगेन्दु जोषी : २९/०७/२०१०

Wednesday, July 28, 2010

મિસ્ટર બોચીયો... (વાર્તા)

'શ શ શાંત થઈ જાઓ બોચીયો આવી રહ્યો છે' ફાઈનાન્સ કંપનીનો પ્યૂન બુમ પાડીને પોતાના સ્ટાફને ચેતવી રહ્યો હતો.
 
બોચીયો એટલે હું, મારું નામ અસ્તિત્વ દવે. એ. ડી. ફાઈનાન્સ કંપનીનો માલિક, ઉંમર વર્ષ ત્રીસ, શહેરની ટોપ કોલેજ માંથી એમ. બી. એ. ફાઈનાન્સની ડીગ્રી, કેમ્પસથી મળેલ ઉંચા પગારની નોકરી થી પોતાની કંપની સુધીની સફર માત્ર પાંચ વરસ. શહેરના પોશ એરીયામાં આલીશાન ફાઈવ બી. એચ. કે. નો બંગલો, બી. એમ. ડબલ્યુ. કાર, હોટલોમાં પણ ના જોવા મળે તેવુ રાચ-રચીલું, ઇટાલીયન માર્બલ ફ્લોરીંગ પર ઇજીપ્શીયન કાર્પેટ. દેશ-વિદેશના નામી કલાકારોના પેઇટીંગ્સ વાળી દિવાલો. એકેએક વસ્તુ ધ બેસ્ટ. આવી શાનદાર લાઈફ સ્ટાઈલનો માણસ પણ લોકો મને બોચીયો કહીને બોલાવે છે.
 
મારા પ્યૂનનો અવાજ મારા કાને અથડાયો પણ જાણે સાંભળ્યુંજ નથી તેમ માની રોજની આદત મુજબ સીધો પહોંચ્યો મારી કેબીન માં. આજની સવારનો શીડ્યુલ હતો મારા પર્સનલ આસીસ્ટન્ટનો ઇન્ટર્વ્યુ. અંદર પહોંચી તરતજ મે ઇન્ટરકોમ પર દાસકાકા ને રીંગ મારી 'દાસકાકા શોર્ટલિસ્ટેડ કેન્ડીડેટ્સની ફાઈલ સાથે તમે પણ આવી જાઓ તો આપણે ઇન્ટર્વ્યુ ચાલુ કરીએ.'
 
દાસકાકા મારા પિતાજીના દોસ્ત, જુના મકાન માલિક અને એક એવા વ્યક્તિ કે જેમણે મારા ભણતર માટે એ જમાના માં મદદ કરી હતી. કરમની કઠિનાઈ એવીકે દિકરાઓ હોવા છત્તા આ ઉંમરે નોકરી કરવી પડે છે. મારા પિતાજી કહેતા કે દાસકાકા ઇમાનદારીમાં મારા ગુરૂ છે તેમને તુ સાચવજે, બે વરસ પહેલા જ્યારે ઓફીસ શરૂ કરી ત્યારથી તેમની ઇમાનદારીના ઘણા પરચા થયેલા અને આથીજ મે તેમને એડી ફાઈનાન્સ કંપનીના દસ ટકા ના પાર્ટનર બનાવ્યા જેથી ઓફીસ તેઓ સાચવી શકે અને હું બેફીકર થઈ મારા ક્લાયંટ્સ સાચવી શકું.
 
દાસકાકા આવી ગયા અને નિત્યક્રમ મુજબ મારા સ્વર્ગસ્થ માતા-પિતાના ફોટા પર ચઢાવવા ગુલાબના હાર પણ લેતા આવ્યા. હાર બદલીને અમે અમારા સ્થાને ગોઠવાયા.
 
'બેટા આજે તીથી પ્રમાણે તારા માતા-પિતાને વરસ પુરૂ થશે, અને તારી એકલતાનુ પણ. હું હવે કેટલુ જીવવાનો, તારા માતા-પિતાને આપેલુ વચન ક્યારે પુરૂ થશે?'
 
'દાસકાકા તમે સવાર સવારમા મારા લગ્નની વાત શરૂ ના કરો, પહેલા કામ કરી લઈએ, લંચ પછી બેન્ક જવુ છે, આપણી કંપનીના આઈ. પી. ઓ. માટે વકીલ જોડે પણ મીટીંગ છે અને હા પછી હું રાતની ફ્લાઈટ થી સિંગાપોર જવાનો છુ તો મહીના પછી પાછો આવીશ. સાંજે જમવાના ટેબલ પર વાત કરીશું. તમને તો ખબર છે કે આવતા બે મહીના ખુબ મહેનત કરવી પડશે.' મે ફાઈલ પર નજર નાંખતાજ વાત અટોપી લીધી.
 
'બેટા તે માત્ર આઠ જ કેન્ડીડેટ કેમ શોર્ટલિસ્ટ કર્યા છે, અરજી તો પાંચસો એક આવી હતી ને?' દાસકાકા એ મુદ્દાની વાત શરૂ કરી.
 
'હા કાકા મારે કામના માણસની જરૂર છે અને આ આઠ અરજી ઓ જ મારા પ્રમાણે યોગ્ય છે, હવે એક પછી એક ને બોલાવો જેથી બાર વાગ્યા સુધીમાં હું ફ્રી થઈ જાઉં અને બેન્ક જઈ શકું.'
 
એક પછી એક ઇન્ટર્વ્યુ બાદ મને અને દાસકાકા ને લાગ્યું કે નેત્રા શુક્લ ની પસંદગી યોગ્ય રહેશે. તેનો બાયોડાટા, તેની વાત કરવાની સ્ટાઈલ, કામની સમજ બીજા બધા કરતા વધુ હતી અને બીજી વાત એ હતીકે તે જરૂરિયાતમંદ હતી અને જે પગાર અમે ઓફર કર્યો તે તેને પણ મંજૂર હતો.
 
'દાસકાકા તમે અપોઇંટમેન્ટ લેટર અને બાકી વીધી પૂરી કરો હું જમીને અને બધા કામ કંપલેટ કરી સીધો સાંજે ઘરે મળીશ. અને હા કાલથી હું બહાર છું તો મહીના માં નેત્રા ને બધુજ કામ સમજાવી દેજો એટલે હું પાછો આવુ ત્યારે તેના કામ માં પરફેક્શન આવી ગયું હોય. અને હા પેંડિન્ગ કેસો ની ફાઈલ અલગ થી રાખજો, ઈમરજન્સી મા મને સિંગાપોરના નંબર પર ફોન કરજો.'
 
***
 
'બેટા આ તારી જગ્યા સંભાળીલે અને મે તને જે કામ સમજાવ્યું તેમા ના ખબર પડે તો તુ મને પુછી શકે છે. અસ્તિત્વને કામ મા પરફેક્શન જોઈશે, અને સમયસર હાજરી. તે દિલનો ખુબ ભલો છે પણ કામની બાબતે તે કશુંજ કોમ્પ્રોમાઇઝ નહી કરે.'
 
'જી દાસકાકા' કહી નેત્રા એ જગ્યા સંભારી લીધી.
 
નેત્રા, બી કોમ બાદ સી એસ વિથ ફર્સ્ટ ક્લાસ, અનમેરિડ, મિડલ ક્લાસથી આવતી યુવતી. ઘરની જરૂરિયાતને લીધે નોકરીની જરૂર હતી. નાનો ભાઈ એન્જીનીયરીંગ માં હતો અને તેના પપ્પા રિટાયર્મેન્ટના આરે ઉભા હતા. ઘરમાં મદદ કરી શકે અને પોતાના પગ પર ઉભા રહેવાનો વિશ્વાસ કહો કે સંકલ્પ એ તેની વાતો પરથી સ્પષ્ટ થતુ હતું. આથી અનુભવના હોવા છતા મારી અને દાસકાકાની પ્રથમ પસંદગી બની હતી.
 
***
 
હું સિંગાપોરથી પાછો ફર્યો ને જોયું તો ઓફીસના સ્ટાફ થી માંડી ને દાસકાકા સુધી બધા નેત્રામય બની ગયા હતા. હું જ્યારે સિંગાપોર હતો ત્યારે ફોન પર તો ખબર પડીજ હતી પણ અહીં આવી જોયું તો લાગ્યું કે કંપની ખરેખર નેત્રામય બની ચુકી છે. દાસકાકા પણ એયરપોર્ટ થી લઈ ને ઘર સુધી દસએક વાર વખાણ કરી ચુક્યા હતા. અને આજે ઓફીસ મા પણ આવાજ હાલ જોવા મળ્યા.
'દાસકાકા પેંડિન્ગ કેસો ની ફાઈલ લેતા આવજો' મે ઇન્ટરકોમ પર ફોન કરી તેમને કહ્યું.
હું ફોન મુકુ તે પહેલા નેત્રા નો અવાજ સંભળાયો 'હું અંદર આવી શકુ છું?'
'યસ, નેત્રા.'
'આ રહી પેંડિન્ગ કેસો ની ફાઈલ મને લાગ્યુંજ કે તમે સૌથી પહેલા આજ ફાઈલ માંગશો, મે તારીખ અને ક્લાયંટ્સ મુજબ ટેગ મારી રાખેલા છે.' નેત્રા એ સહજ ભાવે કહ્યું.
 
આ સામાન્ય મુલાકાત બાદ મહીના એક મા અમારી કામ ની બાબત માં સારી એવી ફ્રીકવન્સી મેચ થઈ ગયી અને છેલ્લા બે ત્રણ દિવસથીજ મે નેત્રા તરફ જોવાનુ શરૂ કર્યું, આ પહેલાતો માત્ર કામ કામ અને કામ સિવાય ક્યારેય મે બીજે ક્યાંય નજર નહોતી નાંખી. કદાચ પહેલીવાર હું કામ સિવાય બીજા ટ્રેક પર જઈ રહ્યો હતો. તેના લાંબા ઘટાદાર કેશ, નાજુક નમણું શરીર, ગૌરુ બદન, કાળી આંખો, તેની વાળની લટ કાન પાછળ મુકવાની અદા, ધીર ગંભીર પણ સહજ વાત કરવાની શૈલી, સ્માઈલ સાથે 'યસ બોસ' કહેવું, કુર્તા-જીન્સનુ કોમ્બીનેશન, એક હાથ મા બ્રેસ્લેટ અને બીજા હાથ માં રહેલ કાંડા ઘડીયાર, મેક-અપ ક્યારેય નહી પણ એકજ સરીખુ છાંટેલુ પરફ્યુમ આવી ઘણી બધી વાતો મે નોટીસ કરવાનુ શરૂ કર્યું. જીવન માં પહેલી વાર મારુ બોચીયાપણું મને ડંખી રહ્યું હતુ. કારણકે સમજ શક્તિ થી લઈ હાલ સુધી મે માત્ર મારા કામ ને ધ્યેય બનાવ્યો હતો, મિત્રવર્તુળના નામે માત્ર દાસકાકા હતા. કામ સિવાય સામાન્ય વાતો કરવાની મારા મા આવડત હતીજ નહીં. હવે મને મારા અપનાવેલા જીવન પર અફસોસ લાગી રહ્યો હતો.
 
***
 
'શ શ શાંત થઈ જાઓ બોચીયો આવી રહ્યો છે'
 
આજે મારો જન્મદિવસ હતો અને એટલે ઓફીસ માં કથા રાખેલ હતી. ક્રમ મુજબ મારું ઓફીસમાં આગમન અને દરવખતની જેમ પ્યૂનની બૂમ. આજે સવારથીજ નકકી કર્યું હતુ અને દાસકાકાને પણ નેત્રા વિશે મનની વાત જણાવેલી હતી કે આજે હું નેત્રા જોડે દિલની વાત કહેવા વિચારુ છું. ઓફીસમાં એન્ટર થતાની સાથેજ લગભગ સ્ટાફના બધાએ મને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી, માત્ર નેત્રા દેખાઇ નહી.
 
પહેલીવાર ઓફીસમા ફાંફા મારતો હું મારી કેબીનમાં દાખલ થયો. ત્યાંજ મારી વાટ જોતી મારી સામે ની ચેર માં નેત્રા બેઠી હતી.
 
'ગુડ મોર્નિંગ બોસ અને જન્મદિવસની શુભેચ્છા.' સરસ મજાનુ બૂકે અને બર્થડે કાર્ડ મારા હાથ માં આપીને નેત્રાએ કહ્યું.
 
'સર, કાર્ડની અંદર એક કાગળ પણ છે, ઘણા વખતથી વિચારતી હતી પણ હું બોલીના શકી, તમે તેને વાંચીને મને યોગ્ય પ્રત્યુત્તર આપશો.' નેત્રાની આંખોમાં થોડી શરમ અને શબ્દોમાં ધ્રુજારી હું અનુભવી ગયો અને મનમાં બબડ્યો 'નેત્રા જે વાત હું તને કહેવા માંગુ છુ તેજ જો તે લખી હશે તો મારાથી વધારે ખુશનસીબ કોઈ નહી હોય, દરવખતની જેમ આજે પણ ફ્રીકવન્સી મેચ થતી હોય તેવુ લાગ્યું.' નેત્રા કેબીનની બહાર જતી રહી અને હું કામની અન્ય ફાઈલો પર નજર નાંખવાની જગ્યા એ ફટાફટ કાગળ વાંચવા માંડ્યો.
 
'ડીયર બોસ ઉર્ફે મિસ્ટર બોચીયા,' પ્રથમ લાઈન મારા માટે ચોંકાવનારી હતી.
'કદાચ તમને ગમ્યું નહી હોય મે તમારા માટે બીજા લોકો ઉચ્ચારે છે તે નામ લખ્યું છે, પણ હા તમે તમારા જીવનને એક એવા દાયરામાં કેદ કર્યું છે કે તમને મિસ્ટર બોચીયા કહેવુંજ પડે. આજ આપનો જન્મદિવસ છે પણ મારા માટે એક અગત્યનો દિવસ છે, સાંજે મને જોવા છોકરો આવી રહ્યો છે, આથી હું તમારા મનની વાત જાણવા માંગુ છું. મને ખબર છે કે તમે તમારી બોચીયા ઇમેજ માંથી બહાર નહી નીકળી શકો અને હું તમને મારા દિલની વાત કહ્યા વગર કદાચ ગુંગળામણ અનુભવીશ એટલે હું તમને આ કાગળ દ્વારા મારા દિલની વાત કહેવા માંગુ છુ.' બસ આટલુજ વાંચતા મારા દિલની ધડકનો કદાચ પહેલી વાર તેજ બની હતી અને રુટીન વહેતુ રક્ત આજે શરીરમાં લાવાની જેમ પ્રસરી રહ્યું હતું. નવાજ કોઈ આનંદની અનુભુતી થઈ રહી હતી.
 
'તમે કદાચ મને ઓળખી નથી શક્યા, હું તમારીજ કોલેજ માં તમારા થી બે વરસ પાછળ ભણતી હતી, અને તે વખત નો તમારો ચોળાયેલો વ્હાઈટ પ્લેન શર્ટ અને બ્લેક પેન્ટ, ઘસાઈ ગયેલી સ્લીપર, ખખડધજ સાયકલ, દાઢી વધેલો ચહેરો, લાઈબ્રેરીની બૂકસ માટે લાંબી લાઈન પર કલાકો લગાવતો અને પ્રશ્નાર્થમાં રહેતો તમારો ઉદાસ ચહેરો બધુજ યાદ છે. લોકો ત્યારે પણ તમને બોચીયા ભગત કહેતા અને તમારા મિત્ર વર્ગમાં લગભગ શૂન્ય અવકાશ. ક્યારેય તમને હસતા, બોલતા જોયા નથી, એક્ઝામના હીરો અને હંમેશા નીચુ માથુ રાખી કોલેજ આવવુ અને ચુપચાપ કોલેજ પછી ટ્યુશનો કરવા જવું, આ બધુ યાદ છે.' બસ આટલુ વાંચતા હું ભુતકાળમાં સરી પડ્યો.
 
મારા પિતા એક પ્રાઈવેટ કંપનીમાં મામુલી ચપરાશી હતા અને મહીને પંદરસો પગાર, નાનપણથીજ રોજ સાંભળવા મળતુ કે બેટા ભણી ગણીને મોટો સાહેબ બનજે નહીતર મારી જેમ તારે પણ આખી જીંદગી ઢસરડા કરવા પડશે. બસ મારા બોચીયા બનાવા નું આ પહેલુ અને છેલ્લુ કારણ હતુ. પિતાજીની મજૂરી, મમ્મી ના ઘર ચલાવવા માટે આજુ બાજુ ના ઘરકામ કરવા, બધુજ યાદ આવી ગયું. અને ત્યારથીજ નક્કી કર્યું હતુ કે ભણી ગણીને માતા-પિતાને સુખ નો સુરજ બતાવવો. બસ ત્યાર પછી કયારેય જીંદગી ના બીજા નવા રંગ જોયા જ નહોતા અને ધ્યેય ની પાછળ લાગી ગયો હતો. અને આંખો મા ભરાઈ રહેલ આંસુ મારા ગાલ પર થી સરકી ગયું.
 
'તમને લાગ્યું હશે કે આ બધુ મને યાદ કેવી રીતે છે, તેનુ સાચુ કારણ કહુ તો, તે વખતે અમે બધા તમારી મજાક ઉડાવતા પણ તમારી નોટ્સ માટે હંમેશા પડાપડી કરતા. મે તમને પહેલાજ દિવસે જ્યારે તમે મારો ઇન્ટર્વ્યુ લેતા હતા ત્યારે ઓળખી કાઢ્યા હતા. જોબ પછી દાસકાકા પાસેથી મને બાકી ની બધી વાતો જાણવા મળી હતી. જેમકે બી. કોમ. બાદ એમ. બી. એ. એન્ટ્રન્સ માં ટોપર રહ્યા હતા અને દાસકાકા જે તમારા મકાન માલિક હતા તેમણે તે વખતે તમને એડમિશન લેવા લાખેક રૂપિયાની મદદ કરી હતી અને સ્કોલરશિપ પર તમે એમ. બી. એ. ભણ્યા અને તે પણ ગોલ્ડમેડલ સાથે. તમારા માતા-પિતાને તમે દુનિયાના બધાજ સુખો ખુબજ ટુંકાગાળા માં આપ્યા અને જીવન માં નવા રંગ ભરવાના શરૂ કર્યા. પણ કુદરતની ઇચ્છા અને તમારી કમ નસીબી માં તમારા માતા-પિતાનુ પ્લેઈન ક્રેશ માં અવસાન અને વળી પાછી બોચીયાદાર જીંદગી જે તમે છેલ્લા વરસ થી જીવી રહ્યા છો.' આટલુ વાંચતાજ વિતેલા દસ વરસનો ઇતિહાસ મારી આંખ સામે થી પસાર થઈ ગયો.
 
'આ બધુ વાંચીને તમને કદાચ ઠેસ પહોંચી હશે, પણ મારો આશય તમને આ બધુ યાદ કરાવી તકલીફ આપવાનો નથી, હું માત્ર તમને એટલુ કહેવા માંગુ છુ, શું તમે મારો હાથ પકડી જીવન માં નવા રંગો નહી સજાવી શકો?
 
તમારા જવાબની રાહ જોતી,
 
નેત્રા.'
 
'નેત્રા, પ્લીસ કમ ઇન' મે ઇન્ટરકોમ પર ફોન કરી બોલાવી.
'આઇ એમ સોરી બોસ, મને તમારા વિચારો ખબર નથી, પણ હું મારી જાત ને કંટ્રોલ ના કરી શકી, તમારા વિશે જાણેલી બધી વાતો લખવાનુ કારણ પણ જો તમે જાણવા માંગતા હો તો તે પણ હું તમને જણાવી શકુ છું. પણ તે પહેલા મને તમારા જવાબ ની રાહ છે, જો ના હોય તો આ રેજીગ્નેશન લેટર પર આપ સાઇન કરી શકો છો. હું બીજા કોઈપણ સવાલ જવાબ વગર ચાલી જઈશ. માત્ર અફસોસ થશે કે કોક ની જીંદગી રંગીન બની શકતી હતી મારા રંગો વડે.' નેત્રા રેજીગ્નેશન લેટર મારા હાથ માં મુકતા સડસડાટ બોલી ગઈ.
 
'નેત્રા તે તો ક્યારનાય મારા જીવન માં રંગો ભરવાના શરૂ કરી દીધા છે અને આજે હું તને આજ વાત કહેવાનો હતો, બટ એઝ યુઝ્વલ યુ આર ફર્સ્ટ.' નેત્રાની આંખ માં પ્રેમ અને શરમની મિશ્ર અસર હું વાંચી ગયો.
 
'ઓકે, નેત્રા હવે કહે કે તે મારો ભુતકાળ કેમ યાદ કરાવ્યો?'
 
'યસ બોસ.' 'હં હં, બોસ નહી અસ્તિત્વ' મે તેના હાથ ને હાથ માં લેતા કહ્યું.
 
'તો સાંભળો અસ્તિત્વ, તમે જે જીંદગી જીવી રહ્યા છો તે જીંદગી હું ત્રણ વરસ જીવી ચુકી છું. મારા બી. કોમ. બાદ પિતાજી લાંબી માંદગી માં પટકાયા એથી મારે મારો સી. એસ. નો પ્લાન મોકુફ રાખવો પડ્યો. બે વરસ ખુબ આકરા સંજોગો જોયા, ત્યારે તમારો ટાઈમ્સ માં ગોલ્ડ મેડાલિસ્ટ ચહોરો જોયો અને તમારી આપવીતી પણ જાણી, બસ તે જોઈને મે નવા ઉમંગ સાથે સી. એસ. પાસ કર્યું તે પણ સરકારી સ્કોલરશિપ ની મદદ થી. ત્યારે તો નહોતુ વિચાર્યું કે તમે અજાણતાજ મારા જીવન માં નવા રંગો ભર્યા છે તે હું તમને આ રીતે પાછા આપીશ. પછી તમારી કંપનીમાં જોબ અને તમને જાણવાનો જે સમય મળ્યો તેના પર થી મે નક્કી કર્યું કે હું તમને મિસ્ટર બોચીયા માંથી મિસ્ટર ઝક્કાસ બનાવીશ.'
 
કેબીન માંથી અમારા હાસ્ય નો અવાજ બહાર જઈ રહ્યો હતો અને ઓફીસ નો સ્ટાફ વિચારી રહ્યો હતો કે આ અચાનક શું થઈ ગયું.
 
અમે બન્ને કેબીન ની બહાર આવ્યા અને હસતા હસતા બધાને બોલાવી કહ્યું 'આજ થી જો કોઈએ મને બોચીયો કીધો તો હું તેને બોચીયો બનાવી દઈશ. અને દાસકાકા એ. ડી. ટ્રસ્ટ ખોલો જેમા જરૂરિયાત વાળા છોકરાને ભણવા માં મદદ મળે જેથી મારા જેવા બીજા બોચીયા બને નહી, અને આજ થી તમે તે ટ્રસ્ટના માલિક અને તમારી કેબીન સાચવશે શ્રીમતી નેત્રા અસ્તિત્વ દવે.'
 
ઓફીસ સ્ટાફ ને આનંદ સાથે આશ્ચર્ય હતું અને હું અને નેત્રા હાથ માં હાથ પરોવી તેના માતા પિતાના આશીર્વાદ લેવા નીકળી ગયા.
 
યોગેન્દુ જોષી : ૨૮/૦૭/૨૦૧૦