આ શબ્દો છાનામાના કહું,
તુ રાધા મુજને કાના કહું.
છાપ તારા પગરવની જોઈ,
આ રસ્તા બધા સુહાના કહું.
જો મંડળાવું રુપાળા તેજે,
સ્વયમને હું પરવાના કહું.
મિત્રો પજવે નામ તારુ લઈ,
મલકીને એ અફસાના કહું.
લજ્જાથી છણકો તુ આપે તો,
ઇશ્ક તણા એ બહાના કહું.
યોગેન્દુ જોષી : ૩૦/૦૮/૨૦૧૦
No comments:
Post a Comment