(મારી એક જુની કવિતા)
અમને બાતમી મળી છે,
ક્યાંક વાદળી વરસી છે.
ધીરેથી ડગ માંડ હૈયા,
ધરા પ્રેમની લપટી છે.
ભીંજાયેલ છે ચુનરી એની,
સુવાસ મીઠી પ્રસરી છે.
કુણો ટહુકો મધુવને ગાજ્યો,
થડે લતાને ઝકડી છે.
દાદૂરી સુરીલુ આમંત્રણ,
મહેફિલ ગઝલથી મહેકી છે.
હવે કાવ્ય ના લખ યોગ,
એણે કાગળહોડી ધકેલી છે.
યોગેન્દુ જોષી : ૦૩/૦૫/૨૦૦૨
No comments:
Post a Comment