પરિચય

નામે યોગેન્દુ મધુકરભાઈ જોષી. નાનપણ થી કવિતા, શાયરી ઓ નો શોખ મને લોહી મા મળ્યો છે. મારા પિતા શ્રી મધુકર ભાઈ જોષી પણ સુંદર કવિતા કરે છે. પણ તેમણે તે રચના ઓ પોતાની ડાયરી ની સીમા રેખા મા રાખી છે. તેમની પરવાનગી વડે તે પણ હુ આ બ્લોગ મા રજુ કરીશ.

મારા માતા શ્રી કુસુમ મધુકર જોષી. જેમણે એક શિક્ષિકા તરીકે ૩૦ વર્ષ કેટલાય વિદ્યાર્થી ઓ ની કારકિર્દી નુ ઘડતર કર્યુ છે તેમણે હંમેશા એક સાચા ક્રિટીક્સ તરીકે મને સાચુ માર્ગદર્શન આપ્યુ છે. મારી એક ઇજનેર ની કારકિર્દી નો શ્રેય પણ હુ મારા માતા - પિતા ને અર્પણ કરુ છુ.

મારી પત્ની શ્રી ખુશાલી યોગેન્દુ જોષી, જેણે મારી દરેક રચના ઓ દિલ થી માણી છે. મારી રચના ઓ ની પ્રથમ સાક્ષી હોવા ની સાથે સાથે, હંમેશા હ્રદય ના ઉંડાણ થી મારી લાગણી ઓ ને સમજી શકી છે.

આ ઉપરાંત મને સરાહનાર મારા મોટા ભાઇ (આમ તો જુડવા પણ મારા થે એક મિનીટ મોટા) ડો. નવેન્દુ અને ભાભી ડો. જલ્પા નો પણ સહકાર આ બ્લોગ ને રજુ કરવા ખુબ મદદગાર સાબિત રહ્યો છે.

અને કદાચ લાગણી ઓ ના પુર મા ઉમેરો કરનાર તત્વ (દિકરો) અને મીષ્કા (મારી ભત્રીજી) ને કેમ ભુલાય. જેમણે જીવન મા નવી આશા નો સંચાર કર્યો છે અને મારી કવિતા ને નવુ જોમ બક્ષ્યું છે.

થોડુક બ્લોગ ના નામ વિશે કહુ તો, મારી રચના ઓ ભવિષ્ય મા એક સંભારણુ બને તે માટે હુ મારો પ્રથમ બ્લોગ "સંભારણુ" નામે રજુ કરી રહ્યો છુ. મારા વિચારો, મારી પરિકલ્પના ઓ માટે મને પ્રોત્સાહન આપનાર મારા પરિવાર ના સદસ્યો નો, મારા મિત્ર મંડળ (ઓર્કુટ, ટ્વીટર, સહકર્મી, કોલેજ ગ્રુપ અને મારા લંગોટિયાઓ) નો હુ આભારી છુ. મારો ધ્યેય ગુજરાતી ભાષા ની દિલ થી સેવા કરવા નો છે અને તે માટે આપ સર્વે ના માર્ગદર્શન જરુરી રહેશે.

જય હિંદ, જય ભારત સાથે વિરમુ છુ. આશા છે કે આપનો સહકાર અને માર્ગદર્શન મને મળતો રહેશે અને આમજ એક સંભારણુ બનતુ જશે.

યોગેન્દુ જોષી... (યોજો, યોગ)