Thursday, January 27, 2011

દીધુ તમે... (ગઝલ)

મારી ગઝલને માન દીધુ તમે,

શબ્દતરલને ગાન કીધુ તમે.

 

પ્યાલા ભલેને તુટતા જામના,

મારી નજરનુ પાન પીધુ તમે.

 

ખોવા બધુ બેઠો હતો, હું છતાં;

આખા જગતને દાન દીધુ તમે.

 

ઉર્મિ વગરની વાત ના કર હવે,

કાલેજ મુજ્ને જાન કીધુ તમે.

 

થોડી શરત ચુક્યા અમે, શું કરું;

પકડો તમારા કાન કીધુ તમે.

 

રડી પડેલી આંખ જોઈ મને,

પાણી તણુ સંતાન કીધુ તમે.

 

ખામોશ છું હું લૈ દરદ પ્રીત માં,

મોઘમ સરીખુ મૌન દીધુ તમે.

 

યોગેન્દુ જોષી : ૨૫/૦૧/૨૦૧૧


Saturday, January 22, 2011

હાઇકુ સંગ્રહ…

ઉગતો સર્ય,

ક્ષિતીજનું સૌંદર્ય,

શોભિત કરે.

~~~

 

કળી કે ફલ,

ચમનની શોભા છે,

વિખેરશો નૈ.

~~~

 

આ તાજા ફલો,

પ્રભુ ચરણે શોભે,

કે ચમન માં?

~~~

 

માંગી માનતા,

મળેના મળે, છતાં;

દુઆ કરજે.

~~~

 

વફાનો 'યોગ'

પામે ના પામે, છતાં;

તુ ચાહતો જા.

~~~

 

સ્વપ્નમાં જોયું,

મુક્ત વિશાળ આભ,

મન ઉડી જા.

~~~

 

ના છે તરસ,

ના કોઇ હરખ,

હું નિર્મોહી છું.

~~~

 

આંખોનુ નીર,

ભલેને રહ્યું ખારુ,

મિઠાશ તો છે???

~~~

 

અલ્લડ હવા,

ફુલ સાથે બાખડે,

ખુશ્બુ મહેકે.

~~~

 

અલ્લડ હવા,

ફુલોના અંગો સ્પર્શી,

ખુશ્બુ મ્હેકાવે.

~~~

 

નસીબ ચમક્યું,

નવી ઉંચાઈ પામ્યો,

બન્યો એકલો.

~~~

 

ખીલી સવાર,

સપનુ મુરઝાયું,

ઉમ્મીદ જાગી.

~~~

 

હોઠના ખુલે

તો, હૈયાના વિચારો,

આંખો બોલી દે.

~~~

 

આજની પેઢી,

કમ્પ્યુટર રમે ને,

વડ ઉદાસ.

~~~

 

પંખીનુ મન,

ઉડવા તરફડે,

મુક્ત આભ છે?

~~~

 

તારી મહેક,

પાનખરમાં પણ,

છે અકબંધ.

~~~

 

પાનખર, જો;

નવા રંગો ખીલાવા,

વાદળ આવ્યું.

~~~

 

વંટોળે ચડ્યો,

પવનનો મિજાજ,

ફુલોને ખમ્મા.

~~~

 

લાગણી વહે,

શબ્દો બનીને ત્યારે,

'ગા લ ગા' છોડો.

~~~

 

'યોગ' શબ્દોના,

હ્રદય કેરા મોતી,

વધાવશોને?

~~~

 

અમે આવશું,

પ્રેમ ભર્યા રંગો લૈ,

તુ રાહ જોજે.

~~~

 

જીંદગી વીતી,

એની રાહ જોવામાં,

ક્યારે આવશે?

~~~

 

આંખે ચમકે,

હ્રદય કેરા મોતી,

વીજળી બની.

~~~

 

શીતળ હવા,

લહેરાવે પાલવ,

હૈયું લજાય.

~~~

 

નાની ચકલી,

દાણાનો ભાર લઈ,

હાસ્ય વીસળી / ઠેકડો ભુલી.

~~~

 

સજી ધજીને,

ચકી જાય કોલેજ,

પિતા વ્યાકુળ.

~~~

 

પ્રેમ આવેગે,

ચકી મર્યાદા ભુલી,

ઇંડુ અનાથ.

~~~

 

શબ્દવસંત,

યોગ હૈયે જામી છે,

ઝુલા ઝુલવા.

~~~

 

સૂર્ય સળગે,

વગર વાંકે, તને;

પ્રકાશ દેવા.

~~~

 

શબ્દો માંગુ છું,

હ્રદય ઠાલવવા,

માત્ર બે ચાર.

~~~

 

સૂર્ય ગ્રહણ,

જેવુંજ કંઇક છે,

આપણી વચ્ચે.

~~~

 

હૈયાવરાળ,

હર શ્વાસે નીકળે,

તુ બળી જૈશ.

~~~

 

સૂર્ય બનીને,

બળુ છુ તારા પ્રેમે,

તુ ચશ્મા કાઢ.

 

યોગેન્દુ જોષી : ૦૫/૦૧/૨૦૧૧


Friday, January 21, 2011

નાટક ના કર... (ગઝલ)

સારા હોવાનું નાટક ના કર,

માળા જપવાનું નાટક ના કર.

 

ધર્મ માણસાઈનો ક્યાં રાખ્યો?

માણસ બનવાનું નાટક ના કર.

 

મસળી કાઢ્યા છે ફુલો છતાં,

ક્યારા ભરવાનું નાટક ના કર.

 

સુરાની કૈફિયાત માણ્યા બાદ,

અળગા રે'વાનું નાટક ના કર.

 

હૈયે નફરતનો અગ્નિ રાખી,

નાહક બળવાનું નાટક ના કર.

 

તન્હાઈનો કેડો ઝાલીને,

એકલા હોવાનું નાટક ના કર.

 

કાચા-પાકા શબ્દો સંજોવી,

કાવ્ય ગણવાનું નાટક ના કર.

 

યોગેન્દુ જોષી : ૨૧/૦૧/૨૦૧૧

Tuesday, January 18, 2011

લખી લો... (ગઝલ)

શબ્દો પડઘાય તો લખી લો,

વાદળ છલકાય તો લખી લો.

 

ભ્રમર ગુંજન ચમન નિખારે,

ને; ફુલો મ્હેકાય તો લખી લો.

 

દરપણ ભીતર તમે ઉભા હો,

ને અક્ષ અંજાય તો લખી લો.

 

પાયલના સૂર કોણ સાંભળે,

જ્યાં મૌન ઘુંટાય તો લખી લો.

 

હૈયાને છે કસક અજાણી,

વ્યર્થ અફળાય તો લખી લો.

 

સુંવાળપ ચાંદ ની ખટકે'ને,

તારો વલખાય તો લખી લો.

 

આ તન્હા યોગની કસમ છે,

જ્યારે મન થાય તો લખી લો.

 

યોગેન્દુ જોષી : ૧૮/૦૧/૨૦૧૧

Wednesday, January 12, 2011

ચલ ફકીરા... (ગઝલ)

અલખને માણવા ચલ ફકીરા,

હરખને પામવા ચલ ફકીરા.

 

ફળશે તારી મનોકામનાઓ,

અરજને યાચવા ચલ ફકીરા.

 

ધરીલે ભેખ ભક્તિ ભજનનો,

નરકને લાંઘવા ચલ ફકીરા.

 

ધતિંગ ઢોંગ છોડો જગતના,

તમસને ડામવા ચલ ફકીરા.

 

કળશ અમ્રુતનો પામવા'ને,

ઝહરને નાથવા ચલ ફકીરા.

 

યોગેન્દુ જોષી : ૦૭/૦૧/૨૦૧૧


Sunday, January 9, 2011

નદી... (અછાંદસ)

પ્રક્રુતિની અલ્લડ કન્યા,

પર્વતની ગોદથી નીકળી,

વહી ખળખળ વનરાવનમાં,

નાચતી કુદતી,

બાલ્યાવસ્થા છોડતી,

શાંત કિનારા ઓઢી નીકળી,

દુનિયાનો વિસ્તાર જાણવા,

મળી સાગરને,

પણ આખરી એની મિઠાશ ખોવાઈ,

અને હવે,

દરિયાની ખારાશ વેઠતી

જીવી રહી છે.

યોગેન્દુ જોષી : ૦૩/૦૧/૨૦૧૧

Tuesday, January 4, 2011

ઝાંઝવા રણ... (હાઈકુ)

ઝાંઝવા રણ,

છતા અડગ મન,

શોધે ઝરણ.

 

અડગ મન,

ક્ષિતીજ / ઝાંઝવા ઓળંગીને,

ઉમ્મીદ બાંધે.

 

તુ મ્રુગજળ,

તારો ભરોસો જાણે,

થોળની છાંવ.

 

થોળ બાવળ,

જે હૈયે ઉગે ત્યારે,

માણસ ડંખે.

 

યોગેન્દુ જોષી : ૨૭/૧૨/૨૦૧૦  

શબ્દનાદ... (હાઈકુ)

આ શબ્દનાદ,

ગઝલ તણો ગુંજે,

શાહી ઢોળાય / ટપકે.

 

શબ્દોને ચાહી,

લોહીથી સીંચુ તોજ,

ગઝલ જીવે.

 

શબ્દજગત,

ઓળખેના ઓળખે,

તુ લખતો જા!

 

શાહીનુ દર્દ,

કાગળમા કંડાળ્યું,

હવે એનુ શું?

 

યોગેન્દુ જોષી : ૩૦/૧૨/૨૦૧૦