શબ્દો પડઘાય તો લખી લો,
વાદળ છલકાય તો લખી લો.
ભ્રમર ગુંજન ચમન નિખારે,
ને; ફુલો મ્હેકાય તો લખી લો.
દરપણ ભીતર તમે ઉભા હો,
ને અક્ષ અંજાય તો લખી લો.
પાયલના સૂર કોણ સાંભળે,
જ્યાં મૌન ઘુંટાય તો લખી લો.
હૈયાને છે કસક અજાણી,
વ્યર્થ અફળાય તો લખી લો.
સુંવાળપ ચાંદ ની ખટકે'ને,
તારો વલખાય તો લખી લો.
આ તન્હા યોગની કસમ છે,
જ્યારે મન થાય તો લખી લો.
યોગેન્દુ જોષી : ૧૮/૦૧/૨૦૧૧
No comments:
Post a Comment