Sunday, February 13, 2011

વાતમાં થોડી Hitch છે... (ગઝલ)

વાતમાં થોડી Hitch છે,

જામ કૈં આજે Rich છે?

 

ના સફર, ના રસ્તો જડે,

મંઝિલો મારી Breach છે.

 

હો કબર માટી, રેત પર;

ને તમે સમજો Ditch છે.

 

જે ખુદાની વાતો લખે,

એ જ તો ખોટી Preach છે.

 

શીખવું છે પણ કોણ કે,

મન ગમે ત્યાં ક્યાં Pinch છે?

 

રાત રોકી લે, છે શક્ય;

બંધ ચાલુ ની Switch છે?

 

યોગેન્દુ જોષી : ૧૨/૦૨/૨૦૧૧

 

*પહેલી વાર અંગ્રેજી કાફિયાનો પ્રયોગ કર્યો છે. આશા છે કે પસંદ પડ્યો હશે.

આપના પ્રતિભાવો અચુક જણાવજો.


Friday, February 11, 2011

બે તાન્કા…

(૧) શબ્દ બુંદ…

શબ્દ બુંદ થી,

રચાય છે અમારું,

આ સરોવર.

અને તમે સ્નેહ થી,

આચમન લો 'યોગ'

(૨) તરસ…

ડુબીને તર,

અને રડીને હસ,

સુખ-દુખ ને,

ભુલ્યા પછી હે દોસ્ત,

તરસ થશે જળ.

 

યોગેન્દુ જોષી : ૦૮/૦૨/૨૦૧૧


ત્રણ તાન્કા..

(૧) બે ચાંદ…

રાત જાગી છે

તારલા ચમકે છે

બે ચાંદ વચ્ચે.

છે જરૂર કે'વાની

એક તુ છે, હા તુ છે.

 

(૨) ગમ છે…

ખા્લી બાંકડે,

નથી હોતો અવાજ,

માત્ર ગમ છે.

ને ભરેલા બાંકડે,

કયો ડોસો હસે છે?

 

(૩) વમળો…

આ સરોવર,

ઇછ્છા થી લથપથ,

વમળો પણ,

જેમ કુંડાળુ વધે,

સ્વપ્ના વિલાતા જાય.

 

*પ્રથમ પ્રયાસ તાન્કા મા લખવાનો. ૫-૭-૫-૭-૭ અક્ષર ગણ દરેક લીટી માં.

 

હાઈકુની જેમ આ પણ જાપાનીઝ કાવ્ય શૈલી છે. ગુજરાતી સાહિત્ય મા તાન્કા પર ખુબજ ઓછુ સાહિત્ય રચાયેલ છે. હાઇકુની જેમ પ્રસિધ્ધ નથી. પણ મન થયું કૈંક નવુ લખવાનુ એટલે પ્રયોગાત્મક રીતે લખ્યું છે. આપ ના પ્રતિભાવો જણાવજો…

Thursday, February 10, 2011

શબ્દોને ટાંગે છે… (ગઝલ)

તારો તુટે ત્યારે માંગે છે,

ઊજાસે ખુદાને બાંગે છે.

 

મુશ્કેલી દ્વારે આવે ત્યારે,

દરવાજા વાખીને ખાંગે છે.

 

દરપણ જો સાચી ઓળખ દે તો,

પત્થરોથી એને ભાંગે છે.

 

એ ના પામે ખુશી ક્યારેય,

જે કાંટા ભીંતો પર ટાંગે છે.

 

માંગી, બાંગી, ખાંગી ને ભાંગી,

કાગળ પર શબ્દોને ટાંગે છે.

 

યોગેન્દુ જોષી : ૧૦/૦૨/૨૦૧૧

Saturday, February 5, 2011

લાશ તડતડશે હવે... (ગઝલ)

જુ્ઠ્ઠ બધે નડશે હવે,

સત્ય તને ઘડશે હવે.

 

હો પાપનો ભારો શિરે,

તો જીવતર સડશે હવે.

 

મ્હોરા બધા ઊતાર પણ,

ઓળખ ફરી જડશે હવે?

 

લે મળી નજરો થી નજર,

પાછો નશો ચડશે હવે.

 

ઘટના ઘટી છે આભ પર,

પર્વત પણ રડશે હવે.

 

ચોપાટ છોડીને ન જા,

પાસા નવા પડશે હવે.

 

મારી ચિતા પર રડ નહીં,

જો લાશ તડતડશે હવે.

 

યોગેન્દુ જોષી : ૦૫/૦૨/૨૦૧૧

Tuesday, February 1, 2011

હું... (ગઝલ)

યુધ્ધ તણો લલકાર હું,

તલવારનો પ્રહાર હું.

 

માપી શકો તો તેજ છું,

બાકી બધે અંધાર હું.

 

માણી શકો તો સુખ છું,

બાકી દરદ સંસાર હું.

 

પરવત સમો તપસ્વી અને,

ઉંચાઈનો અવતાર હું.

 

માણસ ગણો તો, હા ખરો;

સત જુઠનો આકાર હું.

 

ઊમ્મીદ તુટે નાવની,

એ મ્રુગજળ મઝધાર હું.

 

છું જામ 'ને, છું હું નશો;

સાકી તણો શણગાર હું.

 

સળગી ગયો તો રાખ છું,

બાકી અગન અંગાર હું.

 

શબ્દો બનીને જીવતો,

ન્યારો ગઝલ પ્રકાર હું.

 

તન્હા નજર લૈ જાગતો,

એવા નયન બેદાર હું.

 

વેચી શકો તો લાખ નો,

બાકી હવે ઊધાર હું.

 

છું હું સરળ 'ને શાંત, પણ;

જજબાત થી ખુંખાર હું.

 

યોગેન્દુ જોષી : ૦૧/૦૨/૨૦૧૧

 

*ટુંકી બહેરમાં લખવાનો બીજો નમ્ર પ્રયાસ.

ખબર છે? ખબર છે?... (ગઝલ)

ગઝલને ગઝલની ખબર છે, ખબર છે;

લખે યોગ શાને ખબર છે? ખબર છે?

 

અડગ છું સફર પ્રેમની ખેડવા હું,

હવે જે મળે તે બસર છે, બસર છે.

 

નદીના કિનારે સનમનું મિલન હો,

મને આજ પાકી ખબર છે, ખબર છે.

 

નિશાની તમારા જવાની મળી છે,

બધાને નશાની અસર છે, અસર છે.

 

ફળી છે મહોબ્બત કિસ્મત બનીને,

હવે રોજ જાણે સહર છે, સહર છે.

 

જગતને બતાવું પ્રણય હું અમારો,

મને ક્યાં બધા્ની ફકર છે, ફકર છે.

----------------------------------

ગઝલને ગઝલની ખબર છે, ખબર છે;

લખે યોગ શાને ખબર છે? ખબર છે?

 

પરેશાન છું હું તમારા વિરહમાં,

તને ક્યાં કશાની ખબર છે? ખબર છે?

 

વહેતા જતા આ નયનને કહે તુ,

વફા માંગવામાં કસર છે, કસર છે.

 

હિસાબે ભલેને ઉધારી ગણે તુ,

નફા-ખોટની ક્યાં ખબર છે? ખબર છે?

 

અજાણ્યા પ્રણયના વળાંકે ઉભો છું,

નથી બસ ખબર ક્યાં ડગર છે? ડગર છે?

 

હવે કેમ મારા હ્રદયની કસમ દઉ?

લલાટે લખી તે કબર છે, કબર છે.

 

યોગેન્દુ જોષી : ૨૮/૦૧/૨૦૧૧