Saturday, February 5, 2011

લાશ તડતડશે હવે... (ગઝલ)

જુ્ઠ્ઠ બધે નડશે હવે,

સત્ય તને ઘડશે હવે.

 

હો પાપનો ભારો શિરે,

તો જીવતર સડશે હવે.

 

મ્હોરા બધા ઊતાર પણ,

ઓળખ ફરી જડશે હવે?

 

લે મળી નજરો થી નજર,

પાછો નશો ચડશે હવે.

 

ઘટના ઘટી છે આભ પર,

પર્વત પણ રડશે હવે.

 

ચોપાટ છોડીને ન જા,

પાસા નવા પડશે હવે.

 

મારી ચિતા પર રડ નહીં,

જો લાશ તડતડશે હવે.

 

યોગેન્દુ જોષી : ૦૫/૦૨/૨૦૧૧

No comments:

Post a Comment