Tuesday, February 1, 2011

હું... (ગઝલ)

યુધ્ધ તણો લલકાર હું,

તલવારનો પ્રહાર હું.

 

માપી શકો તો તેજ છું,

બાકી બધે અંધાર હું.

 

માણી શકો તો સુખ છું,

બાકી દરદ સંસાર હું.

 

પરવત સમો તપસ્વી અને,

ઉંચાઈનો અવતાર હું.

 

માણસ ગણો તો, હા ખરો;

સત જુઠનો આકાર હું.

 

ઊમ્મીદ તુટે નાવની,

એ મ્રુગજળ મઝધાર હું.

 

છું જામ 'ને, છું હું નશો;

સાકી તણો શણગાર હું.

 

સળગી ગયો તો રાખ છું,

બાકી અગન અંગાર હું.

 

શબ્દો બનીને જીવતો,

ન્યારો ગઝલ પ્રકાર હું.

 

તન્હા નજર લૈ જાગતો,

એવા નયન બેદાર હું.

 

વેચી શકો તો લાખ નો,

બાકી હવે ઊધાર હું.

 

છું હું સરળ 'ને શાંત, પણ;

જજબાત થી ખુંખાર હું.

 

યોગેન્દુ જોષી : ૦૧/૦૨/૨૦૧૧

 

*ટુંકી બહેરમાં લખવાનો બીજો નમ્ર પ્રયાસ.

No comments:

Post a Comment