Tuesday, February 1, 2011

ખબર છે? ખબર છે?... (ગઝલ)

ગઝલને ગઝલની ખબર છે, ખબર છે;

લખે યોગ શાને ખબર છે? ખબર છે?

 

અડગ છું સફર પ્રેમની ખેડવા હું,

હવે જે મળે તે બસર છે, બસર છે.

 

નદીના કિનારે સનમનું મિલન હો,

મને આજ પાકી ખબર છે, ખબર છે.

 

નિશાની તમારા જવાની મળી છે,

બધાને નશાની અસર છે, અસર છે.

 

ફળી છે મહોબ્બત કિસ્મત બનીને,

હવે રોજ જાણે સહર છે, સહર છે.

 

જગતને બતાવું પ્રણય હું અમારો,

મને ક્યાં બધા્ની ફકર છે, ફકર છે.

----------------------------------

ગઝલને ગઝલની ખબર છે, ખબર છે;

લખે યોગ શાને ખબર છે? ખબર છે?

 

પરેશાન છું હું તમારા વિરહમાં,

તને ક્યાં કશાની ખબર છે? ખબર છે?

 

વહેતા જતા આ નયનને કહે તુ,

વફા માંગવામાં કસર છે, કસર છે.

 

હિસાબે ભલેને ઉધારી ગણે તુ,

નફા-ખોટની ક્યાં ખબર છે? ખબર છે?

 

અજાણ્યા પ્રણયના વળાંકે ઉભો છું,

નથી બસ ખબર ક્યાં ડગર છે? ડગર છે?

 

હવે કેમ મારા હ્રદયની કસમ દઉ?

લલાટે લખી તે કબર છે, કબર છે.

 

યોગેન્દુ જોષી : ૨૮/૦૧/૨૦૧૧

No comments:

Post a Comment