Friday, January 21, 2011

નાટક ના કર... (ગઝલ)

સારા હોવાનું નાટક ના કર,

માળા જપવાનું નાટક ના કર.

 

ધર્મ માણસાઈનો ક્યાં રાખ્યો?

માણસ બનવાનું નાટક ના કર.

 

મસળી કાઢ્યા છે ફુલો છતાં,

ક્યારા ભરવાનું નાટક ના કર.

 

સુરાની કૈફિયાત માણ્યા બાદ,

અળગા રે'વાનું નાટક ના કર.

 

હૈયે નફરતનો અગ્નિ રાખી,

નાહક બળવાનું નાટક ના કર.

 

તન્હાઈનો કેડો ઝાલીને,

એકલા હોવાનું નાટક ના કર.

 

કાચા-પાકા શબ્દો સંજોવી,

કાવ્ય ગણવાનું નાટક ના કર.

 

યોગેન્દુ જોષી : ૨૧/૦૧/૨૦૧૧

No comments:

Post a Comment