Saturday, January 22, 2011

હાઇકુ સંગ્રહ…

ઉગતો સર્ય,

ક્ષિતીજનું સૌંદર્ય,

શોભિત કરે.

~~~

 

કળી કે ફલ,

ચમનની શોભા છે,

વિખેરશો નૈ.

~~~

 

આ તાજા ફલો,

પ્રભુ ચરણે શોભે,

કે ચમન માં?

~~~

 

માંગી માનતા,

મળેના મળે, છતાં;

દુઆ કરજે.

~~~

 

વફાનો 'યોગ'

પામે ના પામે, છતાં;

તુ ચાહતો જા.

~~~

 

સ્વપ્નમાં જોયું,

મુક્ત વિશાળ આભ,

મન ઉડી જા.

~~~

 

ના છે તરસ,

ના કોઇ હરખ,

હું નિર્મોહી છું.

~~~

 

આંખોનુ નીર,

ભલેને રહ્યું ખારુ,

મિઠાશ તો છે???

~~~

 

અલ્લડ હવા,

ફુલ સાથે બાખડે,

ખુશ્બુ મહેકે.

~~~

 

અલ્લડ હવા,

ફુલોના અંગો સ્પર્શી,

ખુશ્બુ મ્હેકાવે.

~~~

 

નસીબ ચમક્યું,

નવી ઉંચાઈ પામ્યો,

બન્યો એકલો.

~~~

 

ખીલી સવાર,

સપનુ મુરઝાયું,

ઉમ્મીદ જાગી.

~~~

 

હોઠના ખુલે

તો, હૈયાના વિચારો,

આંખો બોલી દે.

~~~

 

આજની પેઢી,

કમ્પ્યુટર રમે ને,

વડ ઉદાસ.

~~~

 

પંખીનુ મન,

ઉડવા તરફડે,

મુક્ત આભ છે?

~~~

 

તારી મહેક,

પાનખરમાં પણ,

છે અકબંધ.

~~~

 

પાનખર, જો;

નવા રંગો ખીલાવા,

વાદળ આવ્યું.

~~~

 

વંટોળે ચડ્યો,

પવનનો મિજાજ,

ફુલોને ખમ્મા.

~~~

 

લાગણી વહે,

શબ્દો બનીને ત્યારે,

'ગા લ ગા' છોડો.

~~~

 

'યોગ' શબ્દોના,

હ્રદય કેરા મોતી,

વધાવશોને?

~~~

 

અમે આવશું,

પ્રેમ ભર્યા રંગો લૈ,

તુ રાહ જોજે.

~~~

 

જીંદગી વીતી,

એની રાહ જોવામાં,

ક્યારે આવશે?

~~~

 

આંખે ચમકે,

હ્રદય કેરા મોતી,

વીજળી બની.

~~~

 

શીતળ હવા,

લહેરાવે પાલવ,

હૈયું લજાય.

~~~

 

નાની ચકલી,

દાણાનો ભાર લઈ,

હાસ્ય વીસળી / ઠેકડો ભુલી.

~~~

 

સજી ધજીને,

ચકી જાય કોલેજ,

પિતા વ્યાકુળ.

~~~

 

પ્રેમ આવેગે,

ચકી મર્યાદા ભુલી,

ઇંડુ અનાથ.

~~~

 

શબ્દવસંત,

યોગ હૈયે જામી છે,

ઝુલા ઝુલવા.

~~~

 

સૂર્ય સળગે,

વગર વાંકે, તને;

પ્રકાશ દેવા.

~~~

 

શબ્દો માંગુ છું,

હ્રદય ઠાલવવા,

માત્ર બે ચાર.

~~~

 

સૂર્ય ગ્રહણ,

જેવુંજ કંઇક છે,

આપણી વચ્ચે.

~~~

 

હૈયાવરાળ,

હર શ્વાસે નીકળે,

તુ બળી જૈશ.

~~~

 

સૂર્ય બનીને,

બળુ છુ તારા પ્રેમે,

તુ ચશ્મા કાઢ.

 

યોગેન્દુ જોષી : ૦૫/૦૧/૨૦૧૧


1 comment: