ઝાકળ ખર્યાનો હિસાબ ના માંગ,
શબ્દો રડ્યાતે કિતાબ ના માંગ.
ખુદાએ ઘડ્યો છે ચાંદ પર ડાઘ,
એને ધોવા તુ તેજાબ ના માંગ.
મારા એ ફુલો તે રાખ્યા ક્યાં છે?
મન મનાવા ફુલછાબ ના માંગ.
જુઠી વફાનો યોગ મંજૂર છે,
એ ઢાંકવાને નકાબ ના માંગ.
યોગેન્દુ જોષી : ૩૧/૦૮/૨૦૧૦
No comments:
Post a Comment