મારા માં દિવાનગી છે, તો છે;
વાત જરા ખાનગી છે, તો છે.
આડંબર હું ખોટો કરતો નથી,
થોડી બસ આવારગી છે, તો છે.
તારાજ પ્રેમે દરદ દીધું છે,
હૈયાને આ માંદગી છે, તો છે.
તુ ચાહે છે મુજને, કબુલ કર;
પુછવાની આ સાદગી છે, તો છે.
લેખો લખે કે લખે 'યોગ' ગઝલ,
શબ્દો એની જીંદગી છે, તો છે.
યોગેન્દુ જોષી : ૦૨/૧૨/૨૦૧૦
વાહ વાહ.. :)
ReplyDeleteતુ ચાહે છે મુજને, કબુલ કર;
ReplyDeleteપુછવાની આ સાદગી છે, તો છે.
vah vah saras......