Wednesday, December 1, 2010

વેસ્ટ કરું... (ગઝલ)

વિચારો મારા શું કામ વેસ્ટ કરું,
ચાલ ફરીથી કોપી પેસ્ટ કરું.
 
જાણીતુ ઝેર યુવાનીનું, એ પ્રેમ,
વારંવાર હું શું કામ ટેસ્ટ કરું?
 
મ્રુગજળ પામવા ખુબ મહેનત કરી,
મન કરે છે હવે થોડો રેસ્ટ કરું.
 
ચુંથાયેલુ ખોરડુ અને ખંડેર દિલ,
તન્હાઇના આરે નાનો નેસ્ટ કરું.
 
મારી લાશ 'યોગ' જલાવી દેજો,
સાંકડી કબરમાં ક્યાંથી એડ્જસ્ટ કરું?
 
યોગેન્દુ જોષી : ૧૯/૧૦/૨૦૧૦

2 comments:

  1. વાહ વાહ.... દરેક પંક્તિ સરસ લખાઈ છે :)

    ReplyDelete
  2. સાંકડી કબરમાં ક્યાંથી 'એડ્જસ્ટ' કરું?

    સરસ.

    ReplyDelete