જીવનની મજા હું લઈ ના શક્યો,
જવું જોઈએ ત્યાંય જઈ ના શક્યો.
લુંટ્યો છે મને મારાજ કોઈ એ,
ડુમે ભરેલી વાતો કહી ના શક્યો.
કેવા પારખા મે દીધા પ્રેમમાં,
તે છતાં હું તારો થઈ ના શક્યો.
ઈશ દૂઆની અસર યોગ શું કહું,
છે જીવન ભાર તે કહી ના શક્યો.
યોગેન્દુ જોષી : ૧૭/૦૭/૨૦૧૦
No comments:
Post a Comment