Wednesday, July 14, 2010

જીંદગી જાણે મોબાઈલ રહી છે...

જીંદગી જાણે મોબાઈલ રહી છે,
એસ એમ એસ માં સ્માઈલ રહી છે.
 
બ્લુતુથ થી સબંધો જોડાય તોય,
પાસવર્ડ નામી દિવાલ રહી છે.
 
લાગણીઓ ટોપ-અપ ક્યાંથી કરુ,
નેટવર્ક કંજેશનમાં કોલ રહી છે.
 
કોલરેટ ઘટ્યા છે યાદોની જેમ,
તોય કીપ ઈન ટચ બબાલ રહી છે.
 
સમાચાર મીસકોલ બની જાય યોગ,
ને કોલ યુ લેટર ની સ્ટાઈલ રહી છે.
 
યોગેન્દુ જોષી : ૧૪/૦૭/૨૦૧૦

No comments:

Post a Comment