શબ્દ રમત
સત્તર અક્ષરો ની
ચાલ રમીએ.
હ્રદય સાથે
સરગમ બનાવી
તાલ રમીએ.
બાંધ સમય
પાલવ કિનારે પછી
વ્હાલ રમીએ.
ઝબોળ શાહી
લખ દિલ કહે તે
કાવ્ય રમીએ.
નેત્રહીન છું
પ્રેમતણો એટલે
સ્પર્શ રમીએ.
સપ્તધનુષ
થી રંગોળી સજાવી
સ્વપ્ન રમીએ.
શબ્દ રમત
સત્તર અક્ષરો ની
ચાલ રમીએ.
યોગેન્દુ જોષી : ૨૪/૦૭/૨૦૧૦
No comments:
Post a Comment