Monday, July 5, 2010

ચકીબેન... (બાળગીત)

ચકીબેન ચકીબેન,
તમે કેમ રિસાણા છો?
દાણા નાંખ્યા પાણી મુક્યું,
તમે ક્યાં સંતાણા છો?
 
કલબલ કરતી કાબર આપે,
તમને મોઘેરા માન,
ઘુંટરઘું કરતો કબુતર પણ,
જાળવે તમારી શાન.
 
નાના નાના બાળુડા પર,
તમે કેમ ખીજાણા છો?
દાણા નાંખ્યા પાણી મુક્યું,
તમે ક્યાં સંતાણા છો?
 
ચીં ચીં કરતા ફડકો મારતા,
આવો તમે મારી બેન,
બાગડ બીલ્લો સુતો છે,
તો મળશે તમને સુખ ચેન.
 
ચકીબેન ચકીબેન
તમે કેમ મુંઝવાણા છો?
દાણા નાંખ્યા પાણી મુક્યું,
તમે ક્યાં સંતાણા છો?
 
ચકીબેન ચકીબેન,
તમે કેમ રિસાણા છો?
દાણા નાંખ્યા પાણી મુક્યું,
તમે ક્યાં સંતાણા છો?
 
યોગેન્દુ જોષી : ૦૫/૦૭/૨૦૧૦

No comments:

Post a Comment