કોણે કહ્યુ મને કોઈ ગમ છે,
આ વાત મા ક્યો'ને કોઈ દમ છે?
----------------------------------------------------------------------
પુછીશ જગત આખા ને તોય ખબર નહી મળે,
ખોદીશ પહાડ આખા ને તોય કબર નહી મળે.
મારા પ્રેમ ની મિઠાસ ને દરિયા મા વહાવુ છુ,
ગાળીશ દરિયા આખા ને તોય ગળપણ નહી મળે.
----------------------------------------------------------------------
લાશ દરિયા મા મારી તરતી રહી,
ખારાશ સબંધો ની ઓગળતી રહી.
હવે ખોજ શક્ય નથી અમ્રુત તણી,
જ્યાં જીંદગી સુરા ની તડપતી રહી.
નાવડી પ્રેમ ની મારી ડુબી જ્યારે,
મહેંદી તારા હાથ ની ઉપસતી રહી.
યોગ દિલાસા આપીશ નહી ખુદ ને,
લાગણી અશ્રુ બની નીતરતી રહી...
યોગેન્દુ જોષી : ૨૧/૦૧/૨૦૧૦...
No comments:
Post a Comment