યાંત્રિક ઘોંઘાટ અને વ્યસ્ત ભીડ માં
સામાન્ય માણસ ની જીંદગી કોને માન્ય છે...
એસ એમ એસ, ઈ મેલ થી જોડાયેલા છે સહુ,
નાજુક લાગણી ના બંધન કોને માન્ય છે...
ભૌતિકતા નુ સામ્રાજ્ય ઘર માં જગ્યા કરી રહ્યુ છે...
વયોવ્રુધ્ધો માટે ઘર નો ખુણો કોને માન્ય છે...
લોભ લાલચ પ્રપંચ અને વાસના ના યુગ માં,
આધ્યાત્મ અને ભક્તિ નો માર્ગ કોને માન્ય છે...
કળિયુગ નો ભોરીંગ કોકડુ વાળી ને બેઠો છે યોગ,
ત્યાં પરમાત્મા નો અવતાર પણ કોને માન્ય છે...
Yogendu Joshi 23/12/2009
No comments:
Post a Comment