કહુ કવિતા
તારી ચાહત પર
તુ લખાવે તો...
કહુ કવિતા
નયન નક્ષ પર
તુ આંજી લે તો...
કહુ કવિતા
સોનેરી ઝુલ્ફો પર
તુ ફેલાવે તો...
કહુ કવિતા
ગુલાબી હોઠ પર
મને સ્મરે તો
કહુ કવિતા
કાતિલ અદા પર
મને બક્ષે તો
કહુ કવિતા
મારી હાલત પર
મને મળે તો
No comments:
Post a Comment