મળી પ્રેમ ના તાર તાણી બતાવે,
પછી પ્રીત થી પ્યાર માણી બતાવે.
લખે ચાહતો ના ખયાલો પરોવી,
વિચારો મજાના સજાવી બતાવે.
ઉજાસે હયા પાથરી આંખ મા એ,
ઇશારે નજારો લજાવી બતાવે.
કદી એ કહે યોગ તારી બનાવ,
પછી હેત થી હાથ માંગી બતાવે.
યોગેન્દુ જોષી : ૨૬/૦૨/૨૦૧૦
છંદનું નામ | ગણનું નામ | બંધારણ |માત્રા| ગણોનાં આવર્તનનો
1 મુતકારીબ ફઊલુન્ લગાગા પાંચ 4+4=8
લગાગા લગાગા લગાગા લગાગા
લગાગા લગાગા લગાગા લગાગા
No comments:
Post a Comment