Friday, February 12, 2010

શિયાળો

ક્યાંક રંગબેરંગી સ્વેટર સામે
ક્યાંક મુલાયમ કોલ્ડ ક્રીમ સામે,
શિયાળો જીતે છે
તો,
ક્યાંક કંતાન ના કોથળા વડે,
કોઈ દરિદ્ર શિયાળા ને હંફાવે છે...
 
ક્યાંક રુમ હીટર સામે,
ક્યાંક ગેસ ગીઝર સામે,
શિયાળો જીતે છે
તો,
ક્યાંક માં ના જીર્ણ પાલવ વડે,
કોઈ બાળક શિયાળા ને ગભારાવે છે...
 
ક્યાંક વહાણા સામે,
ક્યાંક ડ્રાય ફ્રુટ સામે,
શિયાળો જીતે છે
તો
ક્યાંક ભુખ્યા પેટ ની અગ્નિ વડે,
કોઈ મજુર શિયાળા ને લથડાવે છે...
 
ક્યાંક અમીરી ની ઠેકડી ઉડાડતો શિયાળો
મંદ લહેરી ઉઠે છે...
તો
ક્યાંક ગરીબી ની જીત સામે
ઓંસ સમુ રડી પડે છે...
 
 

No comments:

Post a Comment