આંખો થકી શુ પિવડાવ્યુ ઘેન મા છુ,
ચીતા મહી સુતો છતા હુ ચેન મા છુ.
મારી છબી દિવાલ ના ખુણે મહેકે,
તો જાણજે ગુલાબ કેરા અંશ મા છુ.
યાદો તણી વાતો રહે સંગે વહાલી
તો જાણજે મુક્તિ સમા સ્વર્ગ મા છુ.
ખુદા રચે જુદાઈ ના પ્રસંગ તોયે
તારો હતોપ્યારો ભલે હુ રાખ મા છુ.
ખોળો મલ્યો અંતિમ શ્વાસે યોગ તુને,
ત્રુપ્ત થયો પ્રિયે હવે હુ તુજ મા છુ.
No comments:
Post a Comment