Saturday, February 27, 2010

હુ...

આથમી ને નમી ગયો છુ હુ,
સાચવી ને પડી ગયો છુ હુ.
 
જીત ની કોડ અંતરો ને દૈ,
હાર લૈ ને રમી ગયો છુ હુ.
 
સુર ના સાઝ છેડતો એવો,
મૌન લૈ ને થમી ગયો છુ હુ.
 
આવશે કોઈ સાદ દૈ સામે,
આંખડી ને કળી* ગયો છુ હુ.
 
આખડે યોગ યાદ લૈ ત્યારે,
ચુપ થૈ ને રડી ગયો છુ હુ.
 
(*કળી = કળવુ ના સંદર્ભ મા)
 
યોગેન્દુ જોષી : ૨૭/૦૨/૨૦૧૦
 
પ્રેરણા : જનાબ મનહર મોદી સાહેબ
ખૂબ ઊંચે પડી ગયો છું હું
છેક નીચે પડી ગયો છું હું

Friday, February 26, 2010

હાથ માંગી બતાવે....

મળી પ્રેમ ના તાર તાણી બતાવે,
પછી પ્રીત થી પ્યાર માણી બતાવે.
 
લખે ચાહતો ના ખયાલો પરોવી,
વિચારો મજાના સજાવી બતાવે.
 
ઉજાસે હયા પાથરી આંખ મા એ,
ઇશારે નજારો લજાવી બતાવે.
 
કદી એ કહે યોગ તારી બનાવ,
પછી હેત થી હાથ માંગી બતાવે.
 
યોગેન્દુ જોષી : ૨૬/૦૨/૨૦૧૦
 
છંદનું નામ | ગણનું નામ | બંધારણ |માત્રા| ગણોનાં આવર્તનનો

1 મુતકારીબ ફઊલુન્ લગાગા પાંચ 4+4=8

લગાગા લગાગા લગાગા લગાગા

લગાગા લગાગા લગાગા લગાગા

Wednesday, February 24, 2010

પીધી છે...

રાતા દરિયા ના કિનારે પીધી છે,
સંતાતી ચાંદની ના સથવારે પીધી છે.
 
લપાઇ ને રહે છે દિવસ ભર ની ભીડ માં,
એવી રાત ની તન્હાઈ ના વિચારે પીધી છે.
 
હારી ને રહે છે જીત ની બાઝી,
તેવી તલવાર ના પ્રહારે પીધી છે.
 
છુપાવ નહિ પાંપણ ની આડ માં યોગ,
ક્યારેક અશ્રુ ઓ ની જળાધારે પીધી છે.

 
30/05/09, Yogendu Joshi (YO JO / Yog), Bozuyuk turkey

આપ મને...

તારુ નામ અને સરનામુ આપ મને,
તારી યાદો નુ ઠેકાણુ આપ મને.
 
એક ગઝલ લખી ને મોકલવી છે,
તારી પ્રિત નો પૈગામ આપ મને.
 
ચાહત થી વધારે ચાહી શકુ,
તારી નજરો નુ ફરમાન આપ મને.
 
સમય ની થપાટો વિખુટા પાડી ના શકે,
તારી ઝુલ્ફો નુ આલીંગન આપ મને.
 
નાસાઝ આલમ પ્રસરી રહ્યો છે યોગ,
તારી આશિકી નુ અમ્રુત આપ મને...
 
યોગેન્દુ જોષી

Monday, February 22, 2010

વેલેન્ટાઈન ડે (શેર)

બયાને હકીકત વેલેન્ટાઈન ડે ની એટલી જ,
જે પગરખા હુ વેચુ છુ તે ત્યારે મળ્યા હતા...
 
યોગેન્દુ જોષી : ૨૨/૦૨/૨૦૧૦

Saturday, February 13, 2010

પરિક્ષા (કચરા કવિ સંમેલન માટે)

મરચા ની ભુકી આપી આંજવા નુ કીધુ,
સળગતી ટેટી આપી પકડવા નુ કીધુ.
 
એકવાર ગયા હતા દરિયા કિનારે ત્યારે,
તણખલા નુ હલ્લેસુ આપી તરવા નુ કીધુ.
 
યાદો ના ચોપાનિયા તો ભર્યા નહી અને,
કોરો કાગળ આપી વાંચવા નુ કીધુ.
 
બગીચા ના કિસ્સા ની વાત જો કરુ તો
ધતુરા નુ ફુલ આપી સુંગવા નુ કીધુ.
 
આવી કેટલીય તારી પરીક્ષા ઓ પાસ કરી યોગ
પણ દુખ એ વાત નુ થયું જ્યારે,
તે હાથ મા કંકોત્રી આપી આવવા નુ કીધુ.
 
યોગેન્દુ જોષી : ૧૩/૦૨/૨૦૧૦

ના પુછ રે સખી...(અંજની છંદ)

પ્રીત મીઠી લાગે રે સખી,
રુદિયા ને ભાવે રે સખી,
આંખ મારી લાજે રે સખી,
ના પુછ રે સખી...
 
યોગેન્દુ જોષી : ૧૩/૦૨/૨૦૧૦.

આંખો ની ફરિયાદ એરે ગઈ...

આજ ની પ્રતિક્ષા એરે ગઈ,
સાંજ ની લાલિમા એરે ગઈ.
 
મન હતુ કે દિલ ખોલી નાખુ,
શબ્દો ની તપસ્યા એરે ગઈ.
 
પરોવ્યા હતા તોરણો આંગણે,
ફુલો ની સુવાસ એરે ગઈ.
 
ઇશ્ક ના શબ્દો સજાવ્યા હતા,
સુરો ની સરગમ એરે ગઈ.
 
ફરી થી તન્હાઈ મળી યોગ,
આંખો ની ફરિયાદ એરે ગઈ.
 
યોગેન્દુ જોષી : ૧૩/૦૨/૨૦૧૦.

હ્રદય મા પરોવેલી યાદો હતી...

ખુણા મા સંવારેલી યાદો હતી,
ફોટા મા કંડારેલી યાદો હતી.
 
સોહામણા સફર ના રંગે ઉડતી,
પાંખો મા ફેલાયેલી યાદો હતી.
 
વસંતે કોકિલ ના અવાજે ગુંજતી,
સુરો મા સંજોવેલી યાદો હતી.
 
યોગ રુદિયા ના મોતીડા ખોલતી,
હ્રદય મા પરોવેલી યાદો હતી.
 
યોગેન્દુ જોષી : ૧૩/૦૨/૨૦૧૦

માવતર ને દુખ દેતા નહી...

માવતર ને દુખ દેતા નહી,
સપના એમના તોડતા નહી.
 
માંગ્યુ મળશે જગત ભર મા,
નિ:સ્વાર્થ પ્રેમ વિસરતા નહી.
 
જે ખોળા મા લાડ કોડ પામ્યા,
તેની લાજ નેવે મુકતા નહી.
 
પ્રેમ અને હુંફ આપજો યોગ,
પૈસા ના ત્રાજવે તોલતા નહી.
 
યોગેન્દુ જોષી : ૧૩/૦૨/૨૦૧૦
 
 

Friday, February 12, 2010

સર્જક તન્હાઈ ના હતા...

પ્રેમ ની સુગંધ ભરી ના શક્યો
આખરે તો એ ફુલ કાગળ ના હતા...
 
નીર્રથક વફા ના અશ્રુ ઓ સિંચ્યા,
આખરે તો એ રણ બેવફાઈ ના હતા...
 
હૈયું ઉલેચી નાખ્યુ મોહબ્બત ની રાહ પર,
આખરે તો એ ઠામ ચારણી ના હતા...
 
ભટકી રહ્યો છે યોગ એકલતા ના ઓછાયા હેઠળ,
આખરે તો એ સર્જક તન્હાઈ ના હતા...
 
યોગેન્દુ જોષી

ખોપરી...

ગાંડા ના ગામ ના વસે
પણ ખોપરી તો દરેક પોળ મા વસે
 
કોમળ મગજ ને ચકળાવે ચઢાવતા
ખુરાફાતી ખયાલો ખોપરી મા વસે
 
સાચા ને ખોટો ને ખોટા ને સાચો કહે
વિચારો ની કઠોરતા ખોપરી મા વસે
 
કુવો હોય ત્યાં સમુંદર દર્શાવે
ગપ્પા ઓ ની ઘનતા ખોપરી મા વસે
 
રુપિયા ની પાંચ અધેલી શોધે
મફત ની લાલસા ખોપરી મા વસે
 
આવા તુછ્છ વિચારો ના કર યોગ
જહાં ભર ની તુછ્છતા ખોપરી મા વસે...
 
Yogendu Joshi

હાઇકુ - ખોપરી...

એક ખોપરી
જાણવી બહુ કપરી
ખાદી મા હો તો...

એક ખોપરી
બહુ ભાષણ દે તો
જુતુ મારો ને...

સરકાર ને
દિલ દીમાગ ના હોય
ખોપરી હોય...
 
Yogendu Joshi
 

કદાચ હુ જીવુ છુ...

ધમની ઓ મા રક્ત વહી રહ્યુ છે,
કદાચ હુ જીવુ છુ
શ્વાસ નો ધ્વની કહી રહ્યો છે
કદાચ હુ જીવુ છુ.
 
શાયદ તુ છે હજુ
મારા મા ક્યાંક,
એ કણ ના સહારે
કદાચ હુ જીવુ છુ.
 
નિરસ વહી રહ્યો છે સમય,
ભ્રામિક છે સફર,
તારા આગમન ના એંધાણે
કદાચ હુ જીવુ છુ.
 
જીવન ની રોમાંચતા
ઓગળી રહી છે યોગ
તારા મા લીન થવા ના અહેસાસે
કદાચ હુ જીવુ છુ.
 
Yogendu Joshi
 

ઊમા નાથ તમે...

ભસ્મ ભભુતી ના દેવ તમે,
ભોળાનાથ મહાદેવ તમે,
ગંગાધારી નટરાજ તમે,
ઊમા નાથ તમે...
 
યોગેન્દુ જોષી : ૧૨/૦૨/૨૦૧૦

એક મુર્ખ ને એવી ટેવ...

એક મુર્ખ ને એવી ટેવ
કચરા કવિ બનવા ની ટેવ
 
રેન્ટિયો કાન્તતા તો આવડે નહિ
ને ધોતી ના રુમાલ કરવા ની ટેવ
 
બન્યો જે દિ થી નેતા ત્યાર થી
ભાષણ ના નામે બકવાસ ની ટેવ
 
ચોપડી ફાડ્યા નુ ગુમાન તો એટલુ કે
ગન્જી પર ટાઇ પહેરવા ની ટેવ
 
અન્ગ્રેજી નુ ધાવણ મલ્યુ હોય તેમ
જીવતા બાપા ને ડેડ કહેવા ની ટેવ
 
કાણી કન્યા પણ રાજી ના થાય તેવ હાલ
તોય કરીના ને બૈરી માનવા ની ટેવ
 
દેશ માટે જાણે બહુ આહુતિ ઓ આપી હોય એમ
આ દેશ નુ કૈ નહિ થાય એવુ બોલવા ની ટેવ
 
રાજા અકબર ને મુર્ખા ઓ શોધવા ની ટેવ
અને યોગ ને મુર્ખા ઓ પર કવિતા કહેવા ની ટેવ...
 
 
 

ગઝલ

હૈયુ ભરાય અને રચાય ગઝલ,
ખામોશી ના અંત મા સર્જાય ગઝલ.
 
કોરા હ્રદય મા કોઈ પગલા પાડે,
ધડકન ના સુર મા ગવાય ગઝલ.
 
શીતળ ચાંદની સંતાપ જગાડે,
ઈન્તજાર ના નયને પથરાય ગઝલ.
 
કૈફ મદિરા નો પૈમાને ચડે,
મદહોશી ના આલમે વલખાય ગઝલ.
 
 

કોને મળી છે...

પ્રણય ખિલ્યો છે પુરબહારે,
વફા ની ગઝલ કોને મળી છે...
 
દિવસો ખર્ચ્યા છે વ્યવહારે,
વર્ષો ની હિસાબી કોને મળી છે...
 
તારા તુટે છે રોજ અંધારે,
દુઆ ની મહેર કોને મળી છે...
 
આંખો આપી છે ખુદા એ,
શાંતી ની નીંદર કોને મળી છે...
 
ઝાંઝવા ભટકે છે સહેલગાહે,
તૃપ્તી ની ડગર કોને મળી છે...
 
અનિમેષ તાકે છે દુર ક્ષિતીજે,
આગમન ની ખબર કોને મળી છે...
 
કાવ્ય સર્જાય છે યોગ અજાણે,
મહેફિલ ની રંગત કોને મળી છે...
 
શાહી ટપકે છે હૈયાવરાળે,
કાફિયા ની પુર્ણતા કોને મળી છે...
 
યો જો ૩૦/૧૨/૨૦૦૯

કોને માન્ય છે...

યાંત્રિક ઘોંઘાટ અને વ્યસ્ત ભીડ માં
સામાન્ય માણસ ની જીંદગી કોને માન્ય છે...
 
એસ એમ એસ, ઈ મેલ થી જોડાયેલા છે સહુ,
નાજુક લાગણી ના બંધન કોને માન્ય છે...
 
ભૌતિકતા નુ સામ્રાજ્ય ઘર માં જગ્યા કરી રહ્યુ છે...
વયોવ્રુધ્ધો માટે ઘર નો ખુણો કોને માન્ય છે...
 
લોભ લાલચ પ્રપંચ અને વાસના ના યુગ માં,
આધ્યાત્મ અને ભક્તિ નો માર્ગ કોને માન્ય છે...
 
કળિયુગ નો ભોરીંગ કોકડુ વાળી ને બેઠો છે યોગ,
ત્યાં પરમાત્મા નો અવતાર પણ કોને માન્ય છે...
 
Yogendu Joshi 23/12/2009
 
 
 
 

અઘરી કવિતા...

મોશીકી મા મુકમ્મલ પનાહ મળી જાય,
ખાલી ખીસ્સા માથી થોડા ચણા મળી જાય.
 
પવન ની દિશા તુજ પર રુખ કરે તો,
તારી કેશ કલા ના ખરતા થોડા વાળ મળી જાય.
 
નુપુર ના તાલે નર્તન કરતી તારી કમર ધ્રુજે,
તો હૈતી સમા ભયાનક થોડા ભુકંપ મળી જાય.
 
તારી માલી આંખો કળવી કેટલી અઘરી છે પ્રિયે,
તોયે યોગ ને અઘરી કવિતા મા થોડા માર્ક મળી જાય...
 
લો યો જો દ્વારા પ્રસ્તુત છે અધરા મા અઘરી કવિતા...
 
સ્વસ્ફુરિત લાગણી ઓ નો ગરમા ગરમ પ્રયાસ...
 
લિ. યોગેન્દુ જોષી - ૧૮/૦૧/૨૦૧૦...
 

કવિતા.. (હાઈકુ)

કહુ કવિતા
તારી ચાહત પર
તુ લખાવે તો...
 
કહુ કવિતા
નયન નક્ષ પર
તુ આંજી લે તો...
 
કહુ કવિતા
સોનેરી ઝુલ્ફો પર
તુ ફેલાવે તો...
 
કહુ કવિતા
ગુલાબી હોઠ પર
મને સ્મરે તો
 
કહુ કવિતા
કાતિલ અદા પર
મને બક્ષે તો
 
કહુ કવિતા
મારી હાલત પર
મને મળે તો
 
 
 
 
 

શિયાળો

ક્યાંક રંગબેરંગી સ્વેટર સામે
ક્યાંક મુલાયમ કોલ્ડ ક્રીમ સામે,
શિયાળો જીતે છે
તો,
ક્યાંક કંતાન ના કોથળા વડે,
કોઈ દરિદ્ર શિયાળા ને હંફાવે છે...
 
ક્યાંક રુમ હીટર સામે,
ક્યાંક ગેસ ગીઝર સામે,
શિયાળો જીતે છે
તો,
ક્યાંક માં ના જીર્ણ પાલવ વડે,
કોઈ બાળક શિયાળા ને ગભારાવે છે...
 
ક્યાંક વહાણા સામે,
ક્યાંક ડ્રાય ફ્રુટ સામે,
શિયાળો જીતે છે
તો
ક્યાંક ભુખ્યા પેટ ની અગ્નિ વડે,
કોઈ મજુર શિયાળા ને લથડાવે છે...
 
ક્યાંક અમીરી ની ઠેકડી ઉડાડતો શિયાળો
મંદ લહેરી ઉઠે છે...
તો
ક્યાંક ગરીબી ની જીત સામે
ઓંસ સમુ રડી પડે છે...
 
 

મૌન નુ કવચ તોડી તો જો...

વલોવી ને હૈયુ નિચોવી તો જો,
સંબંધો ને સાદ દઇ બોલાવી તો જો,
 
ગમ ની કરવટ અમે ઓઢી લઈશુ,
મૌન નુ કવચ તોડી તો જો...
 
ઉજાસ ને વાવીશુ અંધકાર મહી,
ક્ષિતીજો ની સીમા ઓ ઓળંગી તો જો...
 
મેઘધનુષ્ય ના સાત રંગો થી સપના સજાવીશુ,
આ પાંપણ પર વિસામો માણી તો જો...
 
ભલે આયખુ વહાવ્યુ રણ ને ગુલશન કરવા,
ઝાકળ સમુ આ હૈયા પર ટપકી ને તો જો...
 
યોગ આભારી રહેશે મૈત્રીક સહકાર બદલ,
સગપણ વગર ના આ બંધન ને પારખી તો જો...
 
 
યો.જો. ૧૮/૧૨/૨૦૦૯...
 
 

Thursday, February 11, 2010

અંજની છંદ (માં = મમ્મી)

તડકા મા પાલવ નો છાંયો,
હાલરડા મા દિકરો ડાહ્યો,
જેના દૂધ મા હું સિંચાયો,
તે માં નો જાયો... 
 
યોગેન્દુ જોષી : ૧૦/૦૨/૨૦૧૦

એન્જોય ધ સોન્ગ વિથ યોજો ઓફ અમદાવાદ

જસ્ટ નીડ યોર વોઈસ ફોર અમદાવાદ
લીટલ રોકી ચોકર્સ ઓફ અમદાવાદ.
 
આઈ નો, પીપલ લવ ખમણ ઢોક્લાસ
અટીરા લવ લેન ફોર કપલ ક્લાસ
પતંગ હોટેલ ઓન સ્કાય સો હાઈ
સ્ટીલ લવ કટીંગ ચાય ઓફ મીડલ ક્લાસ
વ્હેન યુ થિંક ઓફ અ રુપી,
ધે વીલ રન ફોર ધ ડોલર્સ
પૈસા કેન બ્રીન્ગ ફન લવિંગ સ્માઈલ્સ
નો પાર્કિંગ ઇસ વ્હેર ધે પાર્ક ધેર કાર્સ
ટાટા વીલ મેક નેનો ધ ચીપેસ્ટ કાર્સ
સો લાઊડ યોર વોઈસ ફોર અમદાવાદ
મની મેકર્સ જાયંટ ઓફ અમદાવાદ.
જસ્ટ નીડ યોર વોઈસ ફોર અમદાવાદ
લીટલ રોકી રેપર્સ ઓફ અમદાવાદ.
 
યુ કેન નોટ ડીબેટ ઓન ક્રિકેટ ફંડાસ
વ્હેન યુ આર વોકિંગ થ્રુ પાન ગલ્લાસ
ઈકોનોમી ડોન્ટ હર્ટ ધેમ ઓલ
સ્પેન્ડિગ સન્ડે એટ શોપિંગ મોલ્સ
દાબેલી એન્ડ વડાપાઉં હીટ થ રોડ્સ
ફાફડા જલેબી વીલ ઈન્ક્રીઝ યોર સલાઈવરી મોર
પકોડી ઇસ ફેવરેટ ફ્રોમ મધર્સ ટુ ડોલ્સ
નાવ ડોન્ટ ક્રેપ ફોર મેકડોનાલ્ડ્સ બર્ગર્સ
અનટીલ ધે ગીવ રુપી ૯૯ અનલીમીટેડ ઓફર્સ
સો ક્લેપ યોર હેન્ડ્સ ફોર અમદાવાદ
અનબીટન બિઝનેસ બ્રેઈન ઓફ અમદાવાદ.
જસ્ટ નીડ યોર વોઈસ ફોર અમદાવાદ
લીટલ રોકી જોકર્સ ઓફ અમદાવાદ.
 
નાવ લેટ્સ ટોક ઓન એથિક્સ એન્ડ સોલ્સ
બોમ્બ બ્લાસ્ટ એન્ડ રાયોટ્સ કેન્ટ ડાઈવર્ટ ધેર ગોલ્સ
ક્રિટિક્સ ઓલ્વેઝ બાર્કીંગ લાઈક ડોગ ઓફ નેક્ષ્ટ ડોર
હુ કેર્સ વ્હેન પ્રોસ્પેરીટી ઇસ ધ બિગ બેન્ગ વોલ્સ
ફેસ્ટીવલ્સ મેક ધેમ ક્રેઝી એન્ડ કાઈટ ફેસ્ટીવલ ઇસ ધ ટાઈમ ઓફ વોર
પ્લેયીન્ગ ડાંડિયા ઇસ ધ આર્ટ ધે હેવ
બ્લેસીન્ગ ઓફ ગોડ ઇસ ઓલ્વેઝ ધે હેવ
ઇન દીવાલી ધે લાઈટર્ન ધેર હાઉસ
કિડ્સ એન્જોયીંગ ફાયર ક્રેકર્સ વિથ ધડાક ધુમ સાઉન્ડ
સો ડાન્સ વિથ ગરબા ફોર અમદાવાદ
પ્યોર હાર્ટેડ પીપલ ઓફ અમદાવાદ.
જસ્ટ નીડ યોર વોઈસ ફોર અમદાવાદ
લીટલ યો જો રેપર્સ ઓફ અમદાવાદ.
 
જસ્ટ નીડ યોર વોઈસ ફોર અમદાવાદ
એન્જોય ધ સોન્ગ વિથ યોજો ઓફ અમદાવાદ
 

મહેફિલ ને મારી ખબર ક્યા છે

મહેફિલ ને મારી ખબર ક્યા છે,
એકલા પીવા ની આદત ક્યા છે.
 
સાથી ઘણા છે અને નથી પણ,
મદહોશી મા કોઈ અંગત ક્યા છે.
 
અમસ્તુ આંસુ પ્યાલી મા ટપકે તો પણ,
જોનારા પાસે એવી નજર ક્યા છે.
 
બરફ ની જેમ પીગળે છે શમણા ઓ,
અકબંધ રહે એવી ચાહત ક્યા છે.
 
વ્યથા ઢસડી લાવે છે મયખાના મહિ,
બાકી ઈશારા થી(ય) આવકાર ક્યા છે.
 
નાકામ યોગ નીકળ્યો છે કબર ભણી,
પ્રેમ ના દિવસો ની(ય) બચત ક્યા છે.
 
 
 
 
 
 
 

ચાર લાઈના...

ખાલી સુરાહી માં અધુરી પ્યાસ છે,
સહરા ને મ્રુગજળ ની આસ છે.
શમણુ ભલે રહી જાય કોરુ તોય, 
મનડા ને માણીગર ની તલાશ છે.
------------------------------------------------
મયખાનુ સળગે મારી આહ પર,
પૈમાના ઓ તરસે મારી પ્યાસ પર.
બેવફાઈ ની કસક દિલ ને ડંખે તો,
અશ્રુધોધ વહેશે મારી લાશ પર.
------------------------------------------------
 
 

શેર બજારિયો પ્રેમ

એ મને પ્રેમી ને બદલે સ્ક્રીપ્ટ સમજે છે,
ભાવ જો બોલાય તો પ્રેમી નહિતર મિત્ર સમજે છે.
 
એના દિલ નુ સાચુ રોકણ ક્યા છે તે રબ જાણે,
મને હાથ મા રાખી પોર્ટફોલિયો ડાઈવર્સીફાઈડ સમજે છે.
 
મારા ખીસ્સા ના વોલ્યુમ પર એ પ્રેમ નુ રોકાણ કરે,
ફ્લેટ માર્કેટ મા ફ્યુચર ના વાયદા ને ઓક્શન સમજે છે.
 
બસ આવોજ હોય છે શેર બજારિયો પ્રેમ દોસ્તો,
છુટાછેડા થાય તો તેને ૧:૧ સ્પ્લિટ સમજે છે.
 

ચેન મા છુ...

આંખો થકી શુ પિવડાવ્યુ ઘેન મા છુ,
ચીતા મહી સુતો છતા હુ ચેન મા છુ.
 
મારી છબી દિવાલ ના ખુણે મહેકે,
તો જાણજે ગુલાબ કેરા અંશ મા છુ.
 
યાદો તણી વાતો રહે સંગે  વહાલી
તો જાણજે મુક્તિ સમા સ્વર્ગ મા છુ.
 
ખુદા રચે જુદાઈ ના પ્રસંગ  તોયે
તારો હતોપ્યારો ભલે હુ રાખ મા છુ.
 
ખોળો મલ્યો અંતિમ શ્વાસે યોગ તુને, 
ત્રુપ્ત થયો પ્રિયે હવે હુ તુજ મા છુ.
 

શાયર ને નવો અંત મળ્યો.

જીવન માં નવો રંગ મળ્યો,
શાયર ને નવો અંત મળ્યો.
 
ઉજાસ ફેલાયો તન્હા ઘર મા,
અંધારા ને નવો પંથ મળ્યો.
 
ઉર્મિ નુ ઝરણુ વહ્યું દિલ થી,
લાગણી ને નવો કંઠ મળ્યો.
 
તારી યાદો ટપકી અશ્રુ બની,
જીર્ણ હૈયા ને નવો સંગ મળ્યો.
 
તારુ નામ ભળતા ગઝલ મા,
યોગ તને નવો છંદ મળ્યો.
 
યોગેન્દુ જોષી : ૧૯/૦૧/૨૦૧૦

અઘરી કવિતા નુ હાઈકુ...

અધરુ કાવ્ય,
તને શુ કામ કહુ,
ના સમજી તો...
 
અઘરુ કાવ્ય,
રચુ તો ખરો પણ,
ના ગમાડે તો...
 
અઘરો છંદ,
ગઝલ ને દિશા દે,
જો આવડે તો...
 
લે કીધી આવી,
અઘરી કવિતા જો,
ઈર્શાદ મળે...

થોડીક બીજી રચના ઓ...

કોણે કહ્યુ મને કોઈ ગમ છે,
આ વાત મા ક્યો'ને કોઈ દમ છે?
----------------------------------------------------------------------
પુછીશ જગત આખા ને તોય ખબર નહી મળે,
ખોદીશ પહાડ આખા ને તોય કબર નહી મળે.
મારા પ્રેમ ની મિઠાસ ને દરિયા મા વહાવુ છુ,
ગાળીશ દરિયા આખા ને તોય ગળપણ નહી મળે.
----------------------------------------------------------------------
લાશ દરિયા મા મારી તરતી રહી,
ખારાશ સબંધો ની ઓગળતી રહી.
 
હવે ખોજ શક્ય નથી અમ્રુત તણી,
જ્યાં જીંદગી સુરા ની તડપતી રહી.
 
નાવડી પ્રેમ ની મારી ડુબી જ્યારે,
મહેંદી તારા હાથ ની ઉપસતી રહી.
 
યોગ દિલાસા આપીશ નહી ખુદ ને,
લાગણી અશ્રુ બની નીતરતી રહી...
 
યોગેન્દુ જોષી : ૨૧/૦૧/૨૦૧૦...
 
 
 
 
 
 
 
 
 
 
 

ચાર લાઈના "ડસ્ટર"

તારા હાથ ની મહેંદી ડસ્ટર થી ભુંસી ના શક્યો,
નામ ભલે બિજા નુ હતુ પણ ડિઝાઈન સારી હતી...
તારી યાદો ની હયાતી ડસ્ટર થી ભુંસી ના શક્યો,
યોગ રહ્યો કવિ હ્રદય નો માનવી, ગઝલ તો બનાવવી હતી...
 
યોગેન્દુ જોષી : ૨૨/૦૧/૨૦૧૦
 

ચાહતે હણાયા...

વસંત ના ફુલો કરમાયા,

શમણા બધા આંખે ઘવાયા,

મટી નદી અને રણ છવાયા,

ચાહતે હણાયા...

 

યોગેન્દુ જોષી : ૨૧/૦૧/૨૦૧૦

 

 

અંજની છંદ (ગીત છંદ)...

તારો મને કાંધો ના આપ,
તારો મને કાંધો ના આપ,
છેતરામણો સ્નેહ ના આપ,
દિલાસા નો કેડો ના આપ,
બસ આગ તુ આપ...
--------------------------------------
વાટ જોઉ સાજન ની બેની,
હૈયે મિલાપ ની બેચેની,
તુ કહે, એ આવશે બેની?
કે ને ઓ બેની...
--------------------------------------
સખી મને સજવા દે આજે,
અરીસો તાકવા દે આજે,
મધુર મિલાપ પળ છે આજે,
રમવા દે આજે...
--------------------------------------
હું પાનખર નુ પીળુ પાન,
શઢ વગર નુ ખાલી સુકાન,
ખંડેર હૈયુ એજ મકાન,
યોગ પડતુ પાન...
 
યોગેન્દુ જોષી : ૨૩/૦૧/૨૦૧૦...

એ ઈડીયટ (નેતા) હાઈકુ...

એ ઈડીયટ,
ટોપી પહેરે અને
પહેરાવે છે...
 
એ ઈડીયટ,
કાયદો ઘડી અને,
તોડી બતાવે...
 
એ ઈડીયટ,
ખાદી ની લાજ લુંટે,
ગાંધીજી રુવે...
 
એ ઈડીયટ,
તમારો મારો નેતા,
એજ ભ્રમતા...
 
યોગેન્દુ જોષી : ૨૮/૦૧/૨૦૧૦

સ્વર ગઝલ તત્વ નો હસતો મળે...

ફરી આંબા કોયલ નો ટહુકો મળે,
ફરી કોરી પાયલ નો રણકો મળે.
 
ક્યાંક બંધાયા હતા એક તાંતણે,
એવા મીઠા સબંધ નો મણકો મળે.
 
ભીડ મા અંજાન ચહેરા ઓ વચ્ચે,
જાણીતા અવાજ નો છણકો મળે.
 
હ્રદય ના અંધારે કોક લપાતુ રહે,
ત્યાં ઘડી ભર યાદો નો તડકો મળે.
 
વિશાદી આવરણ 'યોગ' અવેરે તો,
સ્વર ગઝલ તત્વ નો હસતો મળે.
 
યોગેન્દુ જોષી : ૦૫.૦૨.૨૦૧૦

Wednesday, February 10, 2010

ભાર ના દે...

ચાહતો ના જામ ના દે,
રુપાળો કૈ ડામ ના દે.
માર્ગ ભલે સુંવાળો રહ્યો,
અંત કેરો અંજામ ના દે.
ભુલ ચુક બધી માફ કે’જે,
બાકી રહેતો હિસાબ ના દે.
રાહત ની કબર છે યોગ,
પુષ્પાંજલિ સમો ભાર ના દે.

યોગેન્દુ જોષી : ૦૨/૦૨/૨૦૧૦

વસ્ત્ર કે કફન શુ?

ઘવાયેલા શમણા ને દર્દ શુ?
વસંત પાનખર ની અસર શુ?
આયખુ આભ થી ઓઢીશુ,
વસ્ત્ર કે કફન શુ?

યોગેન્દુ જોષી : ૩૦/૦૧/૨૦૧૦

કુરબાની કાજે ઉકાળુ છુ...

જીવન ને મોત થઈ મારુ છુ,
સંગ્રામે અસુર થઈ પ્રહારુ છુ.

રક્તપાત પસંદ નથી છતા,
શત્રુ ને દિલ થી લલકારુ છુ.

મા ભોમ માટે સો કત્લ મંજુર,
લોહી સિંચી ને શોર્ય પલાળુ છુ.

એની ચુડી તુટે એ ગમ નથી,
તુટેલા કાચે ધરતી શણગારુ છુ.

વાત મારા દેશ ની છે ’યોગ’
રક્ત ને કુરબાની કાજે ઉકાળુ છુ.

યોગેન્દુ જોષી : ૦૫/૦૨/૨૦૧૦.