Thursday, March 18, 2010

દેશ આખો IPL ના રવાડે ચડ્યો...

દેશ આખો IPL ના રવાડે ચડ્યો,
ભુલી સમસ્યા ઓ દેશ ની
ટી વી સામે પોપકોર્ન લઈ પડ્યો.
 
સચીન પચાસ ચુકે તો દુખ છે,
પેટ્રોલે પચાસ પુરા કર્યા
તેનો રંજ કોઈ ને ના નડ્યો.
 
દેશ દાઝ ની વાતો નેવે મુકી,
IPL ની પ્રાંત વાદી ટીમો માટે
રણશિંગા ફુંકી આગળ વધ્યો.
 
ચોગ્ગા છગ્ગા પર ઇનામો મળે,
સરહદ પર અચુક નિશાન ટાંકતા
વીર જવાનો ને ઠેંગો મળ્યો.
 
મોંઘવારી અંકુશ મા રહે ના રહે,
રન રેટ ને અંકુશ મા રાખવા
બે હાથ જોડી પ્રાર્થના કરતો થયો.
 
દેશ આખો IPL ના રવાડે ચડ્યો,
ભુલી સમસ્યા ઓ દેશ ની
ટી વી સામે પોપકોર્ન લઈ પડ્યો.
 
યોગેન્દુ જોષી : ૧૮/૦૩/૨૦૧૦

No comments:

Post a Comment