ગમી છે અદા ઓ પહેલી નજર થી,
ફળી છે દુઆ ઓ પહેલી નજર થી.
અમસ્તો દિવાનો નહોતો થવાનો,
મનાવ્યો મને તે પહેલી નજર થી.
લખાવે કલમ થી ફસાના ભલે તુ,
હતી એ ઇજાજત પહેલી નજર થી.
સહર ની બહારો તણી જીંદગી મા,
નવાજ્યો વસંતે પહેલી નજર થી.
હશે ચાહનારા ઘણા આ ગઝલ ના,
સરાહ્યો મને તે પહેલી નજર થી.
ભલે યોગ પાંપણ નો ભાર વેઠે,
હતી આંખ રોશન પહેલી નજર થી.
યોગેન્દુ જોષી : ૧૧/૦૩/૨૦૧૦
No comments:
Post a Comment