કહી દો ચમન ને ફરીયાદ ના કર,
વફા જો ન હો તો મને યાદ ના કર.
વચન આપવા ની ખતા જો કરુ તો,
ફરજ ચુકવા ની સજા બાદ ના કર.
મને પ્રેમ છે એ કહેવુ ગમે છે,
હવે નામ સંતાડવા ત્રાગ ના કર.
અને તુ સજાવે નજર જામ ની તો,
રહુ હોશ મા કેમ એ વાત ના કર.
જમાનો ભલે દાવ જુદાઈ ના દે,
અધુરા મિલન ના વહેવાર ના કર.
યોગેન્દુ જોષી : ૧૯/૦૩/૨૦૧૦
No comments:
Post a Comment