કરી છે શરારત ઇશારે ઇશારે,
ભરી છે નજાકત નજારે નજારે,
સજાવે હયા ના મિનારા ભલે તુ,
કદી દે ઇજાજત બહારે બહારે.
મનાવે ગજબ ના દિલાસા દઈ તુ ,
હતી એ કરામત બયાને બયાને.
જલાવે શમા ના ઈરાદા પરંતુ,
કશુ છે અનામત ખયાલે ખયાલે.
કહે યોગ શબ્દો મઠારી ગઝલ ને,
બને એ સજાવટ અજાણે અજાણે.
યોગેન્દુ જોષી : ૦૯/૦૩/૨૦૧૦.
No comments:
Post a Comment