અદા એટલી કે શમા ને જલાવે,
વિદાયે મળી ને વફા ને રડાવે.
ગમે તો પહેલી વખત થી મનાવે,
નહી તો પહેલી બનાવી ફસાવે.
ફિદા હુ નહોતો અમસ્તો અજાણે,
ઇશારો કરી ને નજર થી બનાવે.
કિનારા સમો ભાસ સર્જી બતાવે,
પછી એ વહાણો ડુબાડી બતાવે.
કળે યોગ તારી કરામત પરંતુ,
પરાણે મનાવી હસાવી ફસાવે.
યોગેન્દુ જોષી : ૧૦/૦૩/૨૦૧૦.
No comments:
Post a Comment