કિનારે કિનારે નદી ની અસર છે,
નજારે નજારે ડગર ની અસર છે.
બની આંખ રોશન નજર ને મળી ને,
ઇશારે ઇશારે મિલન ની અસર છે.
નિહાળી શકો જો ઉલાળા હયા ના,
નિગાહે નિગાહે શરમ ની અસર છે.
ફરી હેત મળશે જમાના તરફ થી,
સમાજે સમાજે પ્રણય ની અસર છે.
હવે આપ ધાયલ કરો યોગ ને પણ,
નિશાને નિશાને દવા ની અસર છે.
યોગેન્દુ જોષી : ૧૨/૦૩/૨૦૧૦
No comments:
Post a Comment