Friday, March 26, 2010

કાંઠા સુકાયા પ્યાસી ને...

કાંઠા સુકાયા પ્યાસી ને,
ડુબ્યા સાગર મા થાકી ને.
 
જાંખી ખુશ્બુ લઈ યાદો ની
પાના ઓ  ભુંસ્યા વાંચી ને.
 
પ્રીતે ઘાયલ એવા કર્યા,
ઘા ના રુઝાયા ત્યાગી ને.
 
બેહોશી નો આલમ ઓઢ્યો,
આંજી મય આંખે માંગી ને.
 
સરવાણી જીવન ની એવી,
ટુંકી ચાદર ઓઢી ઢાંકી ને.
 
યોગેન્દુ જોષી : ૨૬/૦૩/૨૦૧૦

Tuesday, March 23, 2010

કાળાશ જામી...

પાનખર ની પીળાશ જામી, ઝાકળ ની ભીનાશ જામી.
હૈયે રક્ત લાલિમા પ્રસરાવે તે પહેલા કાળાશ જામી.
 
યોગેન્દુ જોષી : ૨૩/૦૩/૨૦૧૦
 
 
 
 

Friday, March 19, 2010

ના કર. ..

કહી દો ચમન ને ફરીયાદ ના કર,
વફા જો ન હો તો મને યાદ ના કર.
 
વચન આપવા ની ખતા જો કરુ તો,
ફરજ ચુકવા ની સજા બાદ ના કર. 
 
મને પ્રેમ છે એ કહેવુ ગમે છે,
હવે નામ સંતાડવા ત્રાગ ના કર.
 
અને તુ સજાવે નજર જામ ની તો,
રહુ હોશ મા કેમ એ વાત ના કર.
 
જમાનો ભલે દાવ જુદાઈ ના દે,
અધુરા મિલન ના વહેવાર ના કર. 
 
યોગેન્દુ જોષી : ૧૯/૦૩/૨૦૧૦

Thursday, March 18, 2010

દેશ આખો IPL ના રવાડે ચડ્યો...

દેશ આખો IPL ના રવાડે ચડ્યો,
ભુલી સમસ્યા ઓ દેશ ની
ટી વી સામે પોપકોર્ન લઈ પડ્યો.
 
સચીન પચાસ ચુકે તો દુખ છે,
પેટ્રોલે પચાસ પુરા કર્યા
તેનો રંજ કોઈ ને ના નડ્યો.
 
દેશ દાઝ ની વાતો નેવે મુકી,
IPL ની પ્રાંત વાદી ટીમો માટે
રણશિંગા ફુંકી આગળ વધ્યો.
 
ચોગ્ગા છગ્ગા પર ઇનામો મળે,
સરહદ પર અચુક નિશાન ટાંકતા
વીર જવાનો ને ઠેંગો મળ્યો.
 
મોંઘવારી અંકુશ મા રહે ના રહે,
રન રેટ ને અંકુશ મા રાખવા
બે હાથ જોડી પ્રાર્થના કરતો થયો.
 
દેશ આખો IPL ના રવાડે ચડ્યો,
ભુલી સમસ્યા ઓ દેશ ની
ટી વી સામે પોપકોર્ન લઈ પડ્યો.
 
યોગેન્દુ જોષી : ૧૮/૦૩/૨૦૧૦

Saturday, March 13, 2010

નનામી જવા ની... (ચાર લાઈના)

સુહાની રાતો આમજ ખર્ચાઈ જવા ની,
મદિરા ની ચીખો આમજ બુડાઈ જવા ની.
તરછોડે જમાનો તો યોગ ચલાવી લેશે,
હાથ તારો જો છુટ્યો તો નનામી જવા ની.
 
યોગેન્દુ જોષી : ૧૪/૦૩/૨૦૧૦

અસર છે...

કિનારે કિનારે નદી ની અસર છે,
નજારે નજારે ડગર ની અસર છે.
 
બની આંખ રોશન નજર ને મળી ને,
ઇશારે ઇશારે મિલન ની અસર છે. 
 
નિહાળી શકો જો ઉલાળા હયા ના,
નિગાહે નિગાહે શરમ ની અસર છે.
 
ફરી હેત મળશે જમાના તરફ થી,
સમાજે સમાજે પ્રણય ની અસર છે.
 
હવે આપ ધાયલ કરો યોગ ને પણ,
નિશાને નિશાને દવા ની અસર છે.
 
યોગેન્દુ જોષી : ૧૨/૦૩/૨૦૧૦

Friday, March 12, 2010

પહેલી નજર થી...

ગમી છે અદા ઓ પહેલી નજર થી,
ફળી છે દુઆ ઓ પહેલી નજર થી.
 
અમસ્તો દિવાનો નહોતો થવાનો,
મનાવ્યો મને તે પહેલી નજર થી.
 
લખાવે કલમ થી ફસાના ભલે તુ,
હતી એ ઇજાજત પહેલી નજર થી.
 
સહર ની બહારો તણી જીંદગી મા,
નવાજ્યો વસંતે પહેલી નજર થી.
 
હશે ચાહનારા ઘણા આ ગઝલ ના,
સરાહ્યો મને તે પહેલી નજર થી.
 
ભલે યોગ પાંપણ નો ભાર વેઠે,
હતી આંખ રોશન પહેલી નજર થી.
 
યોગેન્દુ જોષી : ૧૧/૦૩/૨૦૧૦
 

Wednesday, March 10, 2010

અદા એટલી કે શમા ને જલાવે...

અદા એટલી કે શમા ને જલાવે,
વિદાયે મળી ને વફા ને રડાવે.
 
ગમે તો પહેલી વખત થી મનાવે,
નહી તો પહેલી બનાવી ફસાવે.
 
ફિદા હુ નહોતો અમસ્તો અજાણે,
ઇશારો કરી ને નજર થી બનાવે.
 
કિનારા સમો ભાસ સર્જી બતાવે,
પછી એ વહાણો ડુબાડી બતાવે.
 
કળે યોગ તારી કરામત પરંતુ,
પરાણે મનાવી હસાવી ફસાવે.
 
યોગેન્દુ જોષી : ૧૦/૦૩/૨૦૧૦.

Tuesday, March 9, 2010

બને એ સજાવટ અજાણે અજાણે...

કરી છે શરારત ઇશારે ઇશારે,
ભરી છે નજાકત નજારે નજારે,
 
સજાવે હયા ના મિનારા ભલે તુ,
કદી દે ઇજાજત બહારે બહારે.
 
મનાવે ગજબ ના દિલાસા દઈ તુ ,
હતી એ કરામત બયાને બયાને.
 
જલાવે શમા ના ઈરાદા પરંતુ,
કશુ છે અનામત ખયાલે ખયાલે.
 
કહે યોગ શબ્દો મઠારી ગઝલ ને,
બને એ સજાવટ અજાણે અજાણે.
 
યોગેન્દુ જોષી : ૦૯/૦૩/૨૦૧૦.
 
 
 

Monday, March 8, 2010

મને જુદા ના કર... (ચાર લાઈના)

નીતરતી આંખે મને વિદા ના કર,
પીગળતી સાંસે મને જુદા ના કર.
સફરે તારી હયાતી ને માણવા દે જે,
વીખરતી યાદે મને જુદા ના કર.
 
યોગેન્દુ જોષી : ૦૭/૦૨/૨૦૧૦

Wednesday, March 3, 2010

ચાળણી સમો ઠામ ના દે...(ચાર લાઈના)

કોઈ વાતો મને આમ ના દે,
કોઈ ગળતો જતો જામ ના દે,
હૈયા ના પ્રેમ ને ઢોળવો છે મારે,
કોઈ ચાળણી સમો ઠામ ના દે.
 
યોગેન્દુ જોષી : ૦૩/૦૩/૨૦૧૦

હોળી (અંજની છંદ)...

રંગાવુ સાજન ની રીતે,
ભીંજાવુ સાજન ની રીતે,
માણુ હોળી એની રીતે,
સાજન ની પ્રીતે.
 
યોગેન્દુ જોષી : ૦૩/૦૩/૨૦૧૦