Tuesday, March 1, 2011

કરગર્યું નથી... (ગઝલ)

યાદ માંથી કોઈ પાછુ ફર્યું નથી,

પાન પીળું શાખ પર થી ખર્યું નથી.

 

આંખથી પાણી વહે નિરંતર છતાં,

નીરના એ ધોધમાં કોઈ તર્યું નથી.

 

પ્રેમમાં ખોટી ઉદારી ગમતી નથી,

ફુલ સામે ફુલ પણ કૈં ધર્યું નથી.

 

જીવતા શીખ્યો જગતનો ઉપકાર, પણ;

લાજ રાખીને કદી છાવર્યું નથી.

 

સાચવીને ડગ કદી ભરતો નથી,

ઠોકરો ખાવા છતાં ઉફ કર્યું નથી.

 

બુંદ વરસે તો ધરા બંઝર ના બને,

કાળજે એથી કશું પાંગર્યું નથી.

આભ ફાટે જો હવે તો તારા કરમ,

એ સિતારા વીણવા કૈં વિસ્તર્યું નથી.

 

તું નશો માણે અને હું સ્વસ્થ રહું,

મે અલગ એવું તરલ કૈં ભર્યું નથી.

 

માંગવાની રીત હોય છે 'યોગ' પણ;

કોઈ તારી જેમ ત્યાં કરગર્યું નથી.

 

(શેર)

શીખ મારી ગાંઠ વાળી લે 'યોગ' તુ,

પ્રીતમાં મજનુ સિવા કોઈ મર્યું નથી,

 

યોગેન્દુ જોષી : ૦૧/૦૩/૨૦૧૧

No comments:

Post a Comment