આંગળી તુ ખુદા પર ઉઠાવીશ નૈ,
વેદ કૂરાન ખોટા ગણાવીશ નૈ.
આ જગતની શરૂઆત થૈ ક્યારથી,
એ સવાલો ફરીથી પુછાવીશ નૈ.
જીંદગી ચીજ અનમોલ છે, એટલે,
એકલા વેર કે ઝેર વાવીશ નૈ.
જીભ પર બાંધ સાંકળ સંયમ ની હવે,
સ્નેહના સગપણો તુ ફગાવીશ નૈ.
દુખ પીડા અને વ્હેમના પોટલા,
ઉંચકીને ખુશીઓ ગુમાવીશ નૈ.
ત્યાગ કરવો નથી કે કરાતો નથી,
મોહના બાંધમાં યોગ આવીશ નૈ.
(શેર - ૧)
દાનવોને હ્રદયમાં વસાવીશ નૈ,
ધ્રૂત પાછળ સમયને બહાવીશ નૈ.
(શેર – ૨)
માંગવામાં શરમ રાખવી ના ગમે,
તો, રસમ કૈં અલગથી બનાવીશ નૈ.
(શેર – ૩)
વાત સ્વર્ગ નરક ની કબીરો કરે,
સાર છોડી સરપ તુ ઉઠાવીશ નૈ.
યોગેન્દુ જોષી : ૦૪/૦૩/૨૦૧૧
No comments:
Post a Comment