Friday, March 4, 2011

અવસર…

અવસર પરિવાર – બરોડા, ઘરડાઘરે એક કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે તેના સંદર્ભ માં બે રચનાઓ. આવા નેક કામ માટે ખુબ ખુબ અભિનંદન…

 

(૧) અવસર… (હાઈકુ)

 

આંસુ લુછાશે,

અવસર જામશે,

ઘરડાઘરે.

 

યુગ આવશે,

પાછો એ જવાનીનો,

ઘરડાઘરે.

 

(૨) અવસર… (તાન્કા)

 

હરખ તેડુ,

ઘરડાઘરે જામે,

એ અવસર.

યાદોની લહેરખી,

વાવે તે અવસર.

 

યોગેન્દુ જોષી : ૦૩/૦૩/૨૦૧૧

1 comment:

  1. hello,
    તમારાં હાઈકુ પર ટીકા કરવાનો કોઈ ઈરાદો નથી, પણ મને જે હાઈકુ વિશે જાણવા મળ્યું છે એ તમારી જોડે શૅર કરીશ...
    હાઈકુ બહું છેતરામણો કાવ્ય પ્રકાર છે, આમ સરળ લાગે તેવો સરળ નથી, હાઈકુ માં એક ચિત્ર હોવું જોઈએ.

    કેડે દીકરો
    ભારો માથે, અમીની
    ચોગમ ધારા.

    નવવધૂએ
    દીપ હોલવ્યો: રાત
    રૂપની વેલ.

    વનની એક
    લ્હેરખી આવી: કોળ્યાં
    નગરે ફૂલ.

    આ હાઈકુ 'સ્નેહરશ્મિ' નાં છે, આમાં તમને એક ચોક્કસ ચિત્ર દેખાશે અને એની સાથે ભાવ સંલગ્ન છે....

    sorry, if i offened you...

    ReplyDelete