રાતના આ ચાંદ જેવો તાજ રાખો,
દોસ્ત ઓછા પણ ખરા હમરાજ રાખો.
આ હવા બોઝલ બને ત્યારે હ્રદયને,
પ્રીતની સરગમ તણો કૈં સાજ રાખો.
લ્યો ગઝલ મારી તમારા હોઠ પર તો,
ગાઇને આ મ્હેફિલો માં રાજ રાખો.
વે'ણ બોલો માપસરના, સાચવીને;
ને જગતના સગપણોની લાજ રાખો.
પ્રેમ માં હો, તો સનમની મ્હેર માનો;
પણ છતાં દોસ્તને ના, નારાજ રાખો.
વાત યાદોની કહેવા 'યોગ' બેસો,
તો દિવસ શું, રાત શું, બસ આજ રાખો.
યોગેન્દુ જોષી : ૨૩/૦૨/૨૦૧૧
No comments:
Post a Comment