Tuesday, March 1, 2011

કષ્ટોની સહર લાગે... (ગઝલ)

જમાનાને અજાણી કૈં અસર લાગે,

કળીઓને વસંતે પાનખર લાગે.

 

દુઆઓ બંદગીઓની મિલાવટ માં,

જગતને ક્યાં કશું પણ માપસર લાગે?

 

તમે ચાલો નવી રાહો તરફ સાંજે,

અચાનક એ જ કષ્ટોની સહર લાગે.

 

તમારા હોઠ પર મુસ્કાન ના હો તો,

મિલન પણ પ્યાર કે ચાહત વગર લાગે.

 

હલેસા હાથ માં તો, હો સફર આસાં;

લહેરો પણ તમારી રહેગુજર લાગે.

 

યોગેન્દુ જોષી : ૨૦/૦૨/૨૦૧૧

No comments:

Post a Comment