Wednesday, March 16, 2011

શું માપ્યું??? (ગઝલ)

આંખોથી હૈયે શું સ્થાપ્યું,

ખુશીની પળમાં શું વ્યાપ્યું?

 

સ્મરણો ચાલ્યા પછવાડે'ને,

ભીતરમાં કોણે શું જાપ્યું?

 

વરસો બાદ પુછ્યું કેમ છે;

જવાબમાં એણે શું માપ્યું?

 

જીવુ છું, હા જીવુ છું પણ,

પલવારમાં એણે શું કાપ્યું?

 

શબ્દો ચાળીને લખ્યા'તા,

પણ જમાનાએ શું છાપ્યું?

 

યોગેન્દુ જોષી : ૧૬/૦૩/૨૦૧૧

દેહ હાંકી... (ગઝલ)

બધી રાહ ઝાંખી,

કુણે આહ નાંખી.

 

અવાવર ફળિયે,

મળી લાશ પાંખી.

 

હતુ કૈ રૂપ એવું,

કુણે રૂહ જાંખી.

 

ગઝલ આ અમારી,

કુણે ક્યાંય સાંખી.

 

કરે યોગ જશ્ન,

ભલે દેહ હાંકી.

 

યોગેન્દુ જોષી : ૧૦/૦૩/૨૦૧૧

 

*લગાગા, લગાગા… (ટુંકા બહેરમાં)

આગળ કૈં નથી... (ગઝલ)

આ છે પ્રણયની વાત, આગળ કૈં નથી,

જાગ્યા દિવસને રાત, આગળ કૈં નથી.

 

પામ્યા અમે શું પ્રેમમાં, છોડો હવે,

માથે હતી એ ઘાત, આગળ કૈં નથી.

 

શતરંજ બાજી માં હતી ક્યાં જીંદગી,

પ્યાદું કરી ગ્યું માત, આગળ કૈં નથી.

 

મિત્રો બધા કોને વફાદાર મળ્યા,

આ છે મનુષ્ય જાત, આગળ કૈં નથી.

 

થોડી ગઝલ ગુંથી અમે એ 'યોગ' થી,

ગમશે અમારી ભાત, આગળ કૈં નથી.

 

યોગેન્દુ જોષી : ૧૦/૦૩/૨૦૧૧

સરળ ભાષામાં કહી દઈએ... (તઝનીમ)

હ્રદયનો તાલ આ ધમધમ સરળ ભાષામાં કહી દઈએ,

સફરનો શાંત આ પડઘમ સરળ ભાષામાં કહી દઈએ,

લખું શબ્દો તણી તિકડમ સરળ ભાષામાં કહી દઈએ,

ગઝલની ગુંજતી સરગમ સરળ ભાષામાં કહી દઈએ,

મુલાયમ મૌનનું રેશમ સરળ ભાષામાં કહી દઈએ.

 

*ઓરીજીનલ શેર શ્રી શોભિત દેસાઈ.

પ્રથમવાર તઝનીમ મા પ્રયત્ન કર્યો છે.

સ્વયં ઉદિત... (ગઝલ)

ચરણ સ્થગિત,

નજર ચકિત.

 

પરખ તુ ખુદા,

અરજ ઉચિત.

 

તરલ જળનો,

સરળ ધ્વનિત.

 

ગઝલ તટમાં,

સ્વ ઝળહરિત.

 

બધે શિવજી,

સ્વયં ઉદિત.

 

ઝુમે ડમરૂં

જગત સહિત.

 

વહેણ નદી,

થશે સ્થગિત.

 

હિજાબ હયા,

તને અર્પિત.

 

હિસાબ કરો,

ગઝલ ગણિત

 

યોગેન્દુ જોષી : ૧૦/૦૩/૨૦૧૧

 

*લગાલલગા… ટુંકી બહેરમાં લખવાનો નમ્ર પ્રયાસ.

ગહન ગણિત... (ગઝલ)

મહેક બને નહીં સ્થગિત,

છતાં ઉરમાં બધે ક્વચિત.

 

વહે ઝરણું ફરી દિલથી,

રચાય ગઝલ નવી ત્વરિત.

 

બધુંય જડે તને સ્વ બની,

પછીજ મળે બ્રમ્હાંડ ઉચિત.

 

શહીદ તુ થૈ સજાવ ધરા,

જગત જનની થશે ગર્વિત.

 

ખુદાઇ તને ફળે દિલથી,

કરમ કરણી નથી કથિત.

 

ગઝલ જળ છે પ્રવાહિત, ને;

ચઢાવ શિરે ગહન ગણિત.

 

*(લગાલલગા લગાલલગા) પ્રથમ પ્રયાસ.

આપના સૂચનો જણાવજો.

 

યોગેન્દુ જોષી : ૦૯/૦૩/૨૦૧૧

તય તો કર... (ગઝલ)

અમાસે દીપ તત્વનો ઉદય તો કર,

જમાનો આવશે જોડે, વિનય તો કર.

 

પકડ પાસા, ફરી બાજી લગાવી લે;

નગમતી હાર પર પહેલો વિજય તો કર.

 

જગતને તુ પહોચી લૈશ, હર હાલે;

ફકત શીલા સરીખું તુ હ્રદય તો કર.

 

નિયમ સામે રિવાજો પણ નડે દોસ્તો,

છતાં ડર્યા વિના મુ્ગ્ધ પ્રણય તો કર.

 

ગમે તે લખ, ગમે તે ગા, છતાં 'યોગ';

ગઝલનો છે કયો પ્રકાર, તય તો કર.

 

યોગેન્દુ જોષી : ૦૫/૦૩/૨૦૧૧

Friday, March 4, 2011

આંગળી તુ ખુદા પર ઉઠાવીશ નૈ... (ગઝલ)

આંગળી તુ ખુદા પર ઉઠાવીશ નૈ,

વેદ કૂરાન ખોટા ગણાવીશ નૈ.

 

આ જગતની શરૂઆત થૈ ક્યારથી,

એ સવાલો ફરીથી પુછાવીશ નૈ.

 

જીંદગી ચીજ અનમોલ છે, એટલે,

એકલા વેર કે ઝેર વાવીશ નૈ.

 

જીભ પર બાંધ સાંકળ સંયમ ની હવે,

સ્નેહના સગપણો તુ ફગાવીશ નૈ.

 

દુખ પીડા અને વ્હેમના પોટલા,

ઉંચકીને ખુશીઓ ગુમાવીશ નૈ.

 

ત્યાગ કરવો નથી કે કરાતો નથી,

મોહના બાંધમાં યોગ આવીશ નૈ.

 

(શેર - ૧)

દાનવોને હ્રદયમાં વસાવીશ નૈ,

ધ્રૂત પાછળ સમયને બહાવીશ નૈ.

 

(શેર – ૨)

માંગવામાં શરમ રાખવી ના ગમે,

તો, રસમ કૈં અલગથી બનાવીશ નૈ.

 

(શેર – ૩)

વાત સ્વર્ગ નરક ની કબીરો કરે,

સાર છોડી સરપ તુ ઉઠાવીશ નૈ.

 

યોગેન્દુ જોષી : ૦૪/૦૩/૨૦૧૧

અવસર…

અવસર પરિવાર – બરોડા, ઘરડાઘરે એક કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે તેના સંદર્ભ માં બે રચનાઓ. આવા નેક કામ માટે ખુબ ખુબ અભિનંદન…

 

(૧) અવસર… (હાઈકુ)

 

આંસુ લુછાશે,

અવસર જામશે,

ઘરડાઘરે.

 

યુગ આવશે,

પાછો એ જવાનીનો,

ઘરડાઘરે.

 

(૨) અવસર… (તાન્કા)

 

હરખ તેડુ,

ઘરડાઘરે જામે,

એ અવસર.

યાદોની લહેરખી,

વાવે તે અવસર.

 

યોગેન્દુ જોષી : ૦૩/૦૩/૨૦૧૧

Tuesday, March 1, 2011

કરગર્યું નથી... (ગઝલ)

યાદ માંથી કોઈ પાછુ ફર્યું નથી,

પાન પીળું શાખ પર થી ખર્યું નથી.

 

આંખથી પાણી વહે નિરંતર છતાં,

નીરના એ ધોધમાં કોઈ તર્યું નથી.

 

પ્રેમમાં ખોટી ઉદારી ગમતી નથી,

ફુલ સામે ફુલ પણ કૈં ધર્યું નથી.

 

જીવતા શીખ્યો જગતનો ઉપકાર, પણ;

લાજ રાખીને કદી છાવર્યું નથી.

 

સાચવીને ડગ કદી ભરતો નથી,

ઠોકરો ખાવા છતાં ઉફ કર્યું નથી.

 

બુંદ વરસે તો ધરા બંઝર ના બને,

કાળજે એથી કશું પાંગર્યું નથી.

આભ ફાટે જો હવે તો તારા કરમ,

એ સિતારા વીણવા કૈં વિસ્તર્યું નથી.

 

તું નશો માણે અને હું સ્વસ્થ રહું,

મે અલગ એવું તરલ કૈં ભર્યું નથી.

 

માંગવાની રીત હોય છે 'યોગ' પણ;

કોઈ તારી જેમ ત્યાં કરગર્યું નથી.

 

(શેર)

શીખ મારી ગાંઠ વાળી લે 'યોગ' તુ,

પ્રીતમાં મજનુ સિવા કોઈ મર્યું નથી,

 

યોગેન્દુ જોષી : ૦૧/૦૩/૨૦૧૧

મ્હેફિલો માં રાજ રાખો... (ગઝલ)

રાતના આ ચાંદ જેવો તાજ રાખો,

દોસ્ત ઓછા પણ ખરા હમરાજ રાખો.

 

આ હવા બોઝલ બને ત્યારે હ્રદયને,

પ્રીતની સરગમ તણો કૈં સાજ રાખો.

 

લ્યો ગઝલ મારી તમારા હોઠ પર તો,

ગાઇને આ મ્હેફિલો માં રાજ રાખો.

 

વે'ણ બોલો માપસરના, સાચવીને;

ને જગતના સગપણોની લાજ રાખો.

 

પ્રેમ માં હો, તો સનમની મ્હેર માનો;

પણ છતાં દોસ્તને ના, નારાજ રાખો.

 

વાત યાદોની કહેવા 'યોગ' બેસો,

તો દિવસ શું, રાત શું, બસ આજ રાખો.

 

યોગેન્દુ જોષી : ૨૩/૦૨/૨૦૧૧

કષ્ટોની સહર લાગે... (ગઝલ)

જમાનાને અજાણી કૈં અસર લાગે,

કળીઓને વસંતે પાનખર લાગે.

 

દુઆઓ બંદગીઓની મિલાવટ માં,

જગતને ક્યાં કશું પણ માપસર લાગે?

 

તમે ચાલો નવી રાહો તરફ સાંજે,

અચાનક એ જ કષ્ટોની સહર લાગે.

 

તમારા હોઠ પર મુસ્કાન ના હો તો,

મિલન પણ પ્યાર કે ચાહત વગર લાગે.

 

હલેસા હાથ માં તો, હો સફર આસાં;

લહેરો પણ તમારી રહેગુજર લાગે.

 

યોગેન્દુ જોષી : ૨૦/૦૨/૨૦૧૧