Tuesday, June 22, 2010

સાગર-કિનારો... (હાઈકુ)

તોફાની મોજા,
સાગર ક્યાં સાચવે,
કિનારો છે ને!
 
સાંત્વના આપી,
કિનારો કહે એને,
હજુ રડી લે...
 
યોગેન્દુ જોષી : ૨૨/૦૬/૨૦૧૦

2 comments:

  1. દરેક સાગર પાસે કિનારા તો હોય છે પણ અફસોસ...
    દરેક માનવ પાસે કિનારા સમાન મિત્રો નથી હોતા....

    ReplyDelete
  2. @ અવનીજી,

    બસ તમે લખેલ લાગણી વડેજ મે આ હાઈકુ રચ્યું હતુ...

    તમારો ખુબ ખુબ આભાર તમારી અમુલ્ય કોમેન્ટ બદલ...

    બીજા બે તેનાજ ભાગ વાળા હાઈકુ જે મે પોસ્ટ નહોતા કર્યા...

    પ્રલય બાદ
    કિનારે મોતી આપી,
    એ ક્ષમા માંગે...

    આંખો લુછી ને,
    કિનારો સાગર ને,
    વિદાય કરે...

    ReplyDelete