આ ગઝલ ને નામ શું આપુ, કે મને;
આ અગન ને નામ શું આપુ, કે મને.
છે અછત શબ્દો તણી હોઠો ને હવે,
આ અસર ને નામ શું આપુ, કે મને.
જો કસર લાગે તને મારા પ્રેમ ની,
આ ફરક ને નામ શું આપુ, કે મને.
હો નજર વ્યાકુળ તારા દિદાર ની,
આ તલપ ને નામ શું આપુ, કે મને.
યોગેન્દુ જોષી : ૨૦/૦૫/૨૦૧૦
No comments:
Post a Comment