વાદળ કરે,
મારી આંખડી ભીની,
તુ કેમ રડે?
ઝાકળ ખરે,
રચે ઝાંઝવા રણ,
તુ કેમ રડે?
સરકે રેત,
સમય ની મુઠ્ઠી થી,
તુ કેમ રડે?
છે કંકોતરી,
તારા સગપણ ની,
તુ કેમ રડે?
હથેળી મારી,
છોડે હમસફર,
તુ કેમ રડે?
નાકામ યોગ,
તોડે ર્રૂણા ના બાંધ,
તુ કેમ રડે?
યોગેન્દુ જોષી : ૧૯/૦૫/૨૦૧૦
No comments:
Post a Comment