Wednesday, August 15, 2012

અછાંદસ...

દેશની આઝાદીના જન્મ-દિવસે,
બધા નેતાઓ એ કેક કાપી,
અને ભાગે પડતા ટુકડા
વહેંચી લીધા...

તમારા ભાગમાં શું આવ્યું?
સુકો રોટલો???
કેટલાકને તો એ પણ નહીં...

યોગેન્દુ જોષી "યોગ" : ૧૫/૦૮/૨૦૧૨

Tuesday, August 14, 2012

તાન્કા...

સર્વે ભારતીયોને આઝાદ દિવસની શુભકામનાઓ...

એક દિવસ વહેલી એટલા માટે, કે કાલે દેશ માટે જે કરવાનું વિચારો, તે આજીવન
ચાલુ રાખો...

નહીંતર આ તાન્કા મુજબ બધું ભઈ "રાબેતા મુજબ"...

દેશ જુવાળ,
એક દિ પુરતોજ,
બાકીતો ભઈ,
વરસોથી એનું એ,
છે રાબેતા મુજબ...

યોગેન્દુ જોષી "યોગ" : ૧૪/૦૮/૨૦૧૨

Friday, August 10, 2012

કૃષ્ણ જન્મ (અછાંદસ)

કૃષ્ણને તો જનમવું છે,
પાપનો અંત લાવવા,
પણ,
દેવકી, વાસુદેવ જેવા
માં - બાપ મળતા નથી...

અને કદાચ,
મળી જાય તો...

યશોદા અને નંદબાબા મળવા,
નામુમકીન છે...

યોગેન્દુ જોષી "યોગ" : ૧૦/૦૮/૨૦૧૨

Friday, August 3, 2012

ક્ષણિકા...

રોજ સવારે,
તેલ ભરેલા અશ્વ લઈને,
ભરણ પોષણ માટે દોડતો માણસ,
શ્વાસમાં મોંઘવારીનો ધુમાડો ભરી,
સ્વપ્નાઓના ઉચ્છવાસ બહાર કાઢી,
આખરે ઘરે પાછો ફરે છે...

યોગેન્દુ જોષી "યોગ" : ૦૩/૦૮/૨૦૧૨

Monday, July 30, 2012

ક્ષણિકા...

માફી અને લાગણીના સોય-દોરાથી,
સંબંધ બાંધવા તો ગયો...
પણ હાય રે કિસ્મત,
એમની ચામડી મગરની નીકળી...

યોગેન્દુ જોષી "યોગ" ૨૮/૦૭/૨૦૧૨

Tuesday, July 24, 2012

તાન્કા...

એકાદ ધક્કો,
નાની સી અડફેટ,
શબ્દો ખાયતો,
ગઝલ છંદ તોડી,
તાન્કામાં થાય સેટ...

યોગેન્દુ જોષી "યોગ" : ૨૪/૦૭/૨૦૧૨

ક્ષણિકા...

દીકરી,
એતો છે,
સૂર્ય કિરણ જેવી...
જ્યાં પણ જાય,
પિતાનું નામ રોશન કરે...

યોગેન્દુ જોષી "યોગ" : ૨૪/૦૭/૨૦૧૨

Sunday, July 15, 2012

તાન્કા...

એકાંત સાથે,
સંવાદ કર્યા પછી,
ખબર પડી.
એય શોધી રહ્યો છે,
બે વાતો કરનાર...

યોગેન્દુ જોષી "યોગ" : ૧૫/૦૭ ૨૦૧૨

હાઈકુ...

મેં ન્હોતું કીધું,
ગમે ત્યાં દોડ, છેલ્લે;
ઘર આવશે!!!

યોગેન્દુ જોષી "યોગ" : ૧૫/૦૭/૨૦૧૨

Wednesday, July 11, 2012

ક્ષણિકા...

એક છુંદણું,
જેમ પોતાના અસ્તિત્વ માટે,
મૃતપ્રાય થયેલ ચામડી પર,
વળગી રહેવા સંઘર્ષ કરે છે...

બસ હા, એવીજ રીતે;
હું પણ આપણા સંબંધને
પકડીને ઉભો છું.

યોગેન્દુ જોષી "યોગ" : ૧૧/૦૭/૨૦૧૨

Tuesday, July 10, 2012

તાન્કા...

પાણી જ્યાં આવ્યું,
કાચઘર બહાર,
ત્યાં અમે જાણ્યું;
કે માછલી રડે છે,
નદી યાદ કરીને...

યોગેન્દુ જોષી "યોગ" : ૧૦/૦૭/૨૦૧૨

Tuesday, July 3, 2012

હાઈકુ...

ડૂમો ભરીને,
બેઠેલા આ વાદળો;
રડેતો સારું.

યોગેન્દુ જોષી "યોગ" : ૦૩/૦૭/૨૦૧૨

Sunday, July 1, 2012

હાઈકુ...

મુસાફર છું,
મનેતો માર્ગ સાથે,
સગપણ છે.

યોગેન્દુ જોષી "યોગ" : ૦૧/૦૭/૨૦૧૨

ક્ષણિકા...

બાળ મજૂરે,
ત્રાંસી આંખે,
રમકડું;
રમી લીધું.

યોગેન્દુ જોષી "યોગ" : ૦૧/૦૭/2012

Saturday, June 30, 2012

હાઈકુ...

ચિત્ર સ્પષ્ટ છે,
પોતાની દુનિયામાં,
સહુ વ્યસ્ત છે.

યોગેન્દુ જોષી "યોગ" : ૩૦/૦૬/૨૦૧૨

Friday, June 29, 2012

હાઈકુ...

એક ઝાટકે,
તૂટેલો આ સંબંધ;
વર્ષો ટક્યો'તો!!!

યોગેન્દુ જોષી "યોગ" : ૨૯/૦૬/૨૦૧૨

Thursday, June 28, 2012

પ્રેમમાં, શું, સવાર થાય છે??? (ગઝલ)

રોજ શબ્દો સવાર થાય છે;
ખુદ કલમ ધારદાર થાય છે.

ભૂત., વળગણ નથી ચડ્યું, છતાં;
કો'ક ત્યાંથી પસાર થાય છે.

ભૂલથી જે નજર ગમી હતી;
એ હવે આરપાર થાય છે.

ભીંતને કાન આવશે નવા;
એને પણ, હા, પગાર થાય છે.

યોગ, દિલને સવાલ પૂછજે;
પ્રેમમાં, શું, સવાર થાય છે?

યોગેન્દુ જોષી "યોગ" : ૨૭/૦૬/૨૦૧૨

હાઈકુ...

દર્દનું ડૂસ્કું,
અંદર રહી ગયું,
ને જીવ ગયો...

યોગેન્દુ જોષી " યોગ" :૨૮/૦૬/૨૦૧૨

Wednesday, June 27, 2012

અછાંદસ...

તને જોવા
હું થોડો નીચે આવ્યો,
કિન્તુ લોકો એ;
મને તૂટેલ તારો માની,
ઈચ્છા માંગી લીધી.

યોગેન્દુ જોષી "યોગ" : ૨૭/૦૬/૨૦૧૨

Saturday, June 2, 2012

મિત્ર રૂપેશ પંચાલની કવિતા થી પ્રેરિત હાઈકુ...

ભેટી પડવું,
આગનું હુન્નર છે,
લાશ ચેતજે.

યોગેન્દુ જોષી "યોગ" : ૦૨/૦૬/૨૦૧૨

Wednesday, February 8, 2012

FB Postings...

સૂર્ય લુંટે છે,
પાંદડાનું ઝાકળ,
મેઘ બાંધવા...

યોગેન્દુ જોષી : ૦૭/૦૨/૨૦૧૨

બારણા વાખ્યા,
બારી વાખી, તે છતાં;
પ્રવેશ્યું મોત...

યોગેન્દુ જોષી : ૦૭/૦૨/2012

વ્યક્તિ એકજ,
યોગ, યોજો, યોગેન્દુ;
ઓળખ? શબ્દો...

યોગેન્દુ જોષી : ૦૭/૦૨/૨૦૧૨

એક રોટલો
ને થોડી છાશ જોઈ,
માં : ભૂખ નથી!
પિતા : મેં ખાધું બેટા;
તું ખા, ને ખૂબ ભણ...

યોગેન્દુ જોષી : ૦૭/૦૨/૨૦૧૨
(પ્રયોગાત્મક વૈચારિક સંવાદ તાન્કા)

Friday, January 13, 2012

હાઇકુ...

જે લુંટી શકે,
પણ ચગાવી ના શકે,
એ બાળનું શું?

યોગેન્દુ જોષી : ૧૩/૦૧/૨૦૧૨

Thursday, January 12, 2012

હાઇકુ...

ટમટમતા,
તારાની ટોળકીમાં,
શોધું પોતાના...

યોગેન્દુ જોષી : ૧૨/૦૧/૨૦૧૨

Wednesday, January 11, 2012

હાઇકુ...

આંસુનો મોલ,
પાણી કહે છે, પણ;
પાણીનો ભાવ???

યોગેન્દુ જોષી : ૧૦/૦૧/૨૦૧૨

હાઇકુ...

પતંગ જેમ,
ભાગ્ય સંધાતું હોત,
તો ઉડી જાત...

યોગેન્દુ જોષી : ૧૧/૦૧/૨૦૧૨