જેવુ વિચારુ છુ તે પીરસુ છુ... ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ.
ભૂત., વળગણ નથી ચડ્યું, છતાં;કો'ક ત્યાંથી પસાર થાય છે.
ભૂલથી જે નજર ગમી હતી;એ હવે આરપાર થાય છે.
ભીંતને કાન આવશે નવા;એને પણ, હા, પગાર થાય છે.
યોગ, દિલને સવાલ પૂછજે;પ્રેમમાં, શું, સવાર થાય છે?
યોગેન્દુ જોષી "યોગ" : ૨૭/૦૬/૨૦૧૨
No comments:
Post a Comment