હ્રદય ના પોલાણ મા તુ મળે,
સફર ના એંધાણ મા તુ મળે.
નાસીપાસ કેમ બને મન મારા,
નજર ના પલકાર મા તુ મળે.
સુરો ના અર્થ ને ઉકેલુ તો,
શબ્દો ના જન્કાર મા તુ મળે.
હથેળી ની રેખા ઓ કળુ તો,
દુઆ ના પર્યાય મા તુ મળે.
ક્ષીતીજો ની સીમા ઓ છળે તો,
અવની ના અવકાશ મા તુ મળે.
ડગ માંડી હોય રણ ભણી તોય,
શ્રાવણ ના વરસાદ મા તુ મળે.
માંગેલ મિલન યોગ પામે તો,
ઉર્મિ ના ઉલ્લાસ મા તુ મળે.
યોગેન્દુ જોષી : ૧૬/૦૪/૨૦૧૦
No comments:
Post a Comment