નાની વારતા મા હું નથી,
તારી ધારણા મા હું નથી.
પીઠ દેખાડી એ ખંડેર ના,
ખાલી બારણા મા હું નથી.
નાદાન શિશુ પોઢ્યું જ્યાં,
એવા પારણા મા હું નથી.
રૂહ જે વફા બાંધી ના શકી ,
તેવા દાયરા મા હું નથી.
તરછોડાયો યોગ ભલે, તે
ગલી, આંગણા મા હું નથી.
જે બાળો છો યોગ સમજી, તે
સુકા લાકડા મા હું નથી.
યોગેન્દુ જોષી : ૧૭/૦૪/૨૦૧૦
No comments:
Post a Comment