Tuesday, April 27, 2010

સનમ...

ઝાંઝવા ને ખબર શું મળી ઓ સનમ?
મ્રુગજળ ને અસર શું મળી ઓ સનમ?
એકલો યોગ જો ને સહર માં ફરે,
ગુલશન ને કસમ શું મળી ઓ સનમ?
 
યોગેન્દુ જોષી : ૨૭/૦૪/૨૦૧૦

Monday, April 26, 2010

એક વિચાર...

નિરાશા ખંખેરી સોનેરી કિરણ વાવ,
કોઈક છેડે તો સુખ નો સુરજ ઉગશે.
 
યોગેન્દુ જોષી : ૨૬/૦૪/૨૦૧૦

Saturday, April 24, 2010

તારે કાજ (ચાર લાઈના)...

પેન્સિલ ની ખોદી કબર તારે કાજ,
શબ્દો કરે ભીની નજર તારે કાજ.
જો, યોગ અર્પે છે વખત ના આ ફુલ,
કાગળ કરી કર્યા દફન તારે કાજ.
 
છંદ : સરીઅ
ગાગાલગા ગાગાલગા ગાગાગાલ,
ગાગાલગા ગાગાલગા ગાગાગાલ.
 
યોગેન્દુ જોષી : ૨૪/૦૪/૨૦૧૦
 
 
 

Thursday, April 22, 2010

સરહદ (શેર)...

સરહદ ની ધરતી નુ દર્દ તો કેવું?
પત્થરે પત્થરે બુલેટ ના ઘા છે.
 
યોગેન્દુ જોષી : ૨૨/૦૪/૨૦૧૦

Tuesday, April 20, 2010

છેડે નહીં...

યાદો ને કહી દો ફરી પ્રણય રાગ છેડે નહીં,
ખુલા ઘાવ ને એ ફરી જાતે આમ છેડે નહીં.
 
યોગેન્દુ જોષી : ૨૦/૦૪/૨૦૧૦

Monday, April 19, 2010

લઈ આવ તુ...

ખાનગી વાત નો ભાગ લઈ આવ તુ,
લાગણી નો નવો ભાવ લઈ આવ તુ.
 
દાવ પુરો હજી ક્યાં થયો પ્રેમ નો,
જીતવા નો નવો લાગ લઈ આવ તુ.
 
કે ફરી ફુટશે કુંપળો રણ બહારે ઘણી ,
જલ તરલ નો નવો સાથ લઈ આવ તુ.
 
પ્રસરે વેદના મૌન ને ખોલવા,
સ્મિત કેરો નવો હામ લઈ આવ તુ.
 
ઘોળવો છે નશો જાગરણ ની પળે,
આંખડી નો નવો જામ લઈ આવ તુ.
 
યોગેન્દુ જોષી : ૧૯/૦૪/૨૦૧૦

Saturday, April 17, 2010

હું નથી...

નાની વારતા મા હું નથી,
તારી ધારણા મા હું નથી.
 
પીઠ દેખાડી એ ખંડેર ના,
ખાલી બારણા મા હું નથી.
 
નાદાન શિશુ પોઢ્યું જ્યાં,
એવા પારણા મા હું નથી.
 
રૂહ જે વફા બાંધી ના શકી ,
તેવા દાયરા મા હું નથી.
 
તરછોડાયો યોગ ભલે, તે
ગલી, આંગણા મા હું નથી.
 
જે બાળો છો યોગ સમજી, તે
સુકા લાકડા મા હું નથી.
 
યોગેન્દુ જોષી : ૧૭/૦૪/૨૦૧૦
 
 

પ્રેમ ના વાંધા...

રણ ની ફસલ મા ક્યાંક છે ધૂળ તો કયાંક છે કાંટા,
બસ તે દિ થી સમજ્યા અમે તુજ પ્રેમ ના વાંધા.
 
યોગેન્દુ જોષી : ૧૭/૦૪/૨૦૧૦

Friday, April 16, 2010

રોઈને...

ગુજરી છે ઘણી રાત બસ રોઇ ને,
વીસળી એ બધી વાત પણ રોઈ ને.
 
ગમ ભલે બાન મા લે મને શોખ થી,
કોણ દે સાથ જ્યાં હો દર્દ રોઈ ને.
 
ચાંદની ની નજર જામ દે ડુબવા,
ક્યાં મળે આમ પણ કૈફ બસ રોઈ ને.
 
બેવફા શું ખબર રાત તન્હાઈ ની,
નીર ખુટ્યાં છતા તણાયા રોઈને.
 
યોગેન્દુ જોષી : ૧૪/૦૪/૨૦૧૦

તુ મળે...

હ્રદય ના પોલાણ મા તુ મળે,
સફર ના એંધાણ મા તુ મળે.
 
નાસીપાસ કેમ બને મન મારા,
નજર ના પલકાર મા તુ મળે.
 
સુરો ના અર્થ ને ઉકેલુ તો,
શબ્દો ના જન્કાર મા તુ મળે.
 
હથેળી ની રેખા ઓ કળુ તો,
દુઆ ના પર્યાય મા તુ મળે.
 
ક્ષીતીજો ની સીમા ઓ છળે તો,
અવની ના અવકાશ મા તુ મળે.
 
ડગ માંડી હોય રણ ભણી તોય,
શ્રાવણ ના વરસાદ મા તુ મળે.
 
માંગેલ મિલન યોગ પામે તો,
ઉર્મિ ના ઉલ્લાસ મા તુ મળે.
 
યોગેન્દુ જોષી : ૧૬/૦૪/૨૦૧૦

સો જાલિમો ઘડે છે...

ખુદા પણ અવનવી કરામતો કરે છે,
એક ગુલાબી હૈયા સામે સો જાલિમો ઘડે છે.
 
યોગેન્દુ જોષી : ૧૬/૦૪/૨૦૧૦

Wednesday, April 7, 2010

શું છે મજા... (ચાર લાઈના)

આખરે હારી જવા ની શું છે મજા,
ચાહતે વારી જવા ની શું છે મજા
તરબતર આંખે કરેલો મે વાયદો
ક્ષણ ભર વરસી જવા ની શું છે મજા.
 
યોગેન્દુ જોષી : ૦૭/૦૪/૨૦૧૦