મારા મૌનમાં મને મળી મારીજ મનોવ્યથાઓ. | પ્રાણ પંખેરું ઉડી જાય પછી શું, નવો અધ્યાય??? | યોગેન્દુ જોષી પાંચ અક્શરનું નામ યાદ રહેશે? |
આંસુ ઝરણ, વહે નિજ આંખથી, હૈયું ઠારવા. | મદિરા છોડી, અમે બન્યા બંધાણી, તારી આંખોમાં. | ગઝલ મુકી, અધૂરી ને ખોવાણા, તારી આંખોમાં. |
ખુદા રહેમ, જાપાનની આકરી, કસોટી ના લે. | બોલ તુ ખુદા, સત્તર અક્ષરોમાં, સુનામી સર્જુ? | છે તીક્ષ્ણ અણી, તો ઝાકળ પરોવ, મોતીની જેમ. |
ચિત્ર કે શિલ્પ, ઉદાસ થાય ત્યારે, ભાવ ખોટો છે. | છે કાવ્યોત્સવ, અવસર આંગણે, છંદ સજાવ. | અર્થ રોપવા, શબ્દો ખુટી જાયતો, મૌન ઉત્તમ. |
એકાંત છોડ્યું, ટોળામાં જઇ બેઠો, લાશ બનીને. | જ્યાં અહંકાર, તને ડુબાડે છે ત્યાં, જગ ગર્વ લે. | ને તુ ગર્વ લે, ત્યારે જગત ગણે, જો અહંકાર. |
ચંદનહાર, નવોઢાએ પહેર્યો, દહેજ કાજ. | ધૂળ બાઝીછે, મારી છબી ઉપર, ગ્રહણ જેમ. | સમાજે ઘડ્યું, દહેજનું દુષણ, વર વેચવા. |
યોગેન્દુ જોષી : ૦૩/૦૬/૨૦૧૧
awesome....
ReplyDelete