Monday, October 10, 2011

હાઈકુ...


મારા મૌનમાં

મને મળી મારીજ

મનોવ્યથાઓ.

પ્રાણ પંખેરું

ઉડી જાય પછી શું,

નવો અધ્યાય???

યોગેન્દુ જોષી

પાંચ અક્શરનું નામ

યાદ રહેશે?

આંસુ ઝરણ,

વહે નિજ આંખથી,

હૈયું ઠારવા.

મદિરા છોડી,

અમે બન્યા બંધાણી,

તારી આંખોમાં.

ગઝલ મુકી,

અધૂરી ને ખોવાણા,

તારી આંખોમાં.

ખુદા રહેમ,

જાપાનની આકરી,

કસોટી ના લે.

બોલ તુ ખુદા,

સત્તર અક્ષરોમાં,

સુનામી સર્જુ?

છે તીક્ષ્ણ અણી,

તો ઝાકળ પરોવ,

મોતીની જેમ.

ચિત્ર કે શિલ્પ,

ઉદાસ થાય ત્યારે,

ભાવ ખોટો છે.

છે કાવ્યોત્સવ,

અવસર આંગણે,

છંદ સજાવ.

અર્થ રોપવા,

શબ્દો ખુટી જાયતો,

મૌન ઉત્તમ.

એકાંત છોડ્યું,

ટોળામાં જઇ બેઠો,

લાશ બનીને.

જ્યાં અહંકાર,

તને ડુબાડે છે ત્યાં,

જગ ગર્વ લે.

ને તુ ગર્વ લે,

ત્યારે જગત ગણે,

જો અહંકાર.

ચંદનહાર,

નવોઢાએ પહેર્યો,

દહેજ કાજ.

ધૂળ બાઝીછે,

મારી છબી ઉપર,

ગ્રહણ જેમ.

સમાજે ઘડ્યું,

દહેજનું દુષણ,

વર વેચવા.

 

યોગેન્દુ જોષી : ૦૩/૦૬/૨૦૧૧

લેખા-જોખા... (ગઝલ)

લખ કિસ્મતના લેખા-જોખા,

સાચા-ખોટા, મેલા-ચોખ્ખા.

 

સારા કર્મો કરતો રહેજે,

છોને માણસ આપે ધોખા.

 

મનની વાતો મનમાં રાખી,

ભરશો નૈ ત્યાં ભારે ખોખા.

 

પોંખી લે પ્યારી યાદોને,

ઓછા પડશે નૈ ચોખા.

 

ઇશ્વરના દરબારે જોજે,

સાચા-જુઠ્ઠા થાશે નોખા.

 

યોગેન્દુ જોષી : ૦૬/૦૯/૨૦૧૧